________________
જ્ઞાનથી જ કર્મનાશ માનનારા વેદાન્તીઓનું નિરાકરણ તથા ક્રિયાયોગની સિદ્ધિ ગાથા-૨૮
અવતરણિકા :
પૂર્વ શ્લોકમાં વેદાન્તીએ કરેલું સમાધાન પણ યોગ્ય નથી, તેવું જણાવતા હવે ગ્રંથકારશ્રી કહે છે
શ્લોક :
निरुपादानकार्यस्यै, क्षणं यत्तार्किकै स्थितिः । नाशहेत्वन्तराभावादिष्टाऽत्र च सं दुर्वचः ॥ २८ ॥
નોંધ : નાશહેત્વન્તરામાવાવિષ્ટા 7 - આવો પાઠાંતર પણ મળે છે.
શબ્દાર્થ :
9. યંત્ - કા૨ણ કે ૨. નાશહેત્વન્તરામાવાત્ - કાર્યના નાશ પ્રત્યે અન્ય કોઈ હેતુનો અભાવ હોવાથી રૂ. નિરુપાવાનઢાર્યસ્ય - ઉપાદાનકારણ વગરના કાર્યની૪/૬. ક્ષળ સ્થિતિઃ - ક્ષણસ્થિતિ ૬/૭. તા:િ રૂદા - નૈયાયિકો વડે ઇચ્છાએલી છે ૮. સત્ર 7 (પરંતુ) અહીં = જ્ઞાનીનું શરીર અદૃષ્ટ વિના પણ ટકી શકે તે વિષયમાં ૬/૧૦. સ વુર્વવ: - તે = તે હેતુ અસંગત છે એટલે કે ‘જ્ઞાનીના શરીરનો નાશક અન્ય હેતુનો અભાવ' - એવું કારણ અસંગત છે.
શ્લોકાર્થ :
૧૯૭
(પૂર્વ શ્લોકમાં વેદાન્તીએ કરેલું સમાધાન યોગ્ય નથી) કારણ કે (ઉપાદાનકારણના નાશ સિવાય) કાર્યનાશ પ્રત્યે અન્ય કોઈ હેતુ ન હોવાને કારણે; નૈયાયિકો વડે જે નિરુપાદાન કાર્યની ક્ષણ સ્થિતિ સ્વીકારાઈ છે, તે તેમના માટે ઇષ્ટ છે. (પરંતુ) અહીં = અદૃષ્ટ વિના પણ જ્ઞાનીનું શરીર લાંબો કાળ ટકે છે તે પ્રસ્તુત વિષયમાં, તે (હેતુ) = શરીરનાશ પ્રત્યે અન્ય કોઈ કારણ હાજર નથી એવો (હેતુ) દુર્વચ છે એટલે કે અસંગત છે. ભાવાર્થ :
નૈયાયિકોનું માનવું છે કે, સમવાયીકારણ વિના પણ કાર્ય એક ક્ષણ સુધી વિદ્યમાન રહી શકે છે. તેમની આ માન્યતાના આધારે વેદાન્તીઓ પોતાની માન્યતાને સિદ્ધ કરવા જણાવે છે કે, જ્ઞાનીનું શરીર પણ અદૃષ્ટ નામના કારણ વિના એટલે કે આયુષ્ય કર્મ વિના પણ લાંબા કાળ સુધી વિદ્યમાન રહે છે.
Jain Education International
આવી જ્ઞાનનયને અનુસરનાર વેદાન્તીની વાત યોગ્ય નથી. કારણ કે, કાર્યના નાશ પ્રતિ પૂર્વની ક્ષણમાં થયેલ ઉપાદાનકારણના નાશ સિવાય બીજો કોઈ હેતુ ન હોવાથી નૈયાયિકો જે એવું માને છે કે, ‘ઉપાદાનકારણ વિના પણ કાર્ય એક ક્ષણ અસ્તિત્વ ધરાવે' તે તેમને ભલે ઇષ્ટ હો; પરંતુ અહીં ઇં પ્રસ્તુતમાં એટલે કે જ્ઞાનીનું શરીર અદૃષ્ટનો નાશ થયા પછી પણ લાંબો કાળ ટકે છે તે વિષયમાં, જ્ઞાનીના શરીરનો નાશ કરે તેવો બીજા કોઈ હેતુનો અભાવ છે એવું કહેવું ઠીક નથી. તેથી ‘જ્ઞાનીનું શરીર અદૃષ્ટના નાશમાં પણ લાંબો સમય ટકી શકે છે' - એવું કહેવું પણ અયોગ્ય છે. પરિણામે જ્ઞાની ‘જ્ઞાનદ્વારા સર્વ અદૃષ્ટનો નાશ કરે છે’ - એવું પણ નહીં કહી શકાય, તેથી ક્રિયાનયનું જે કહેવું છે કે ‘જ્ઞાનીને પણ સંચિત અદૃષ્ટનો નાશ ક૨વા ક્રિયા જરૂરી છે' તે યથાવત્ રહે છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org