________________
૪૦
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર ઉત્તમજ્ઞાનની બે ભૂમિકા
ગાથા-૧૬-૧૭
અવતરણિકા :
મુનિનું ઉત્તમ જ્ઞાન અર્થાત્ જ્ઞાનયોગ પણ ભૂમિકાભેદે જુદા જુદા સ્વરૂપવાળું હોય છે, તેથી હવે ઉત્તમજ્ઞાનના પ્રકાર દર્શાવતાં કહે છે
શ્લોક :
शुभोपयोगरूपोऽयंळे, समाधिः” सर्विकल्पकः। શુદ્ધોપયો પત્તુ છે નિર્વિકલ્પતયેવૃ II ૨૬ II
६
શબ્દાર્થ :
૧.શુમોપયોરૂપ: - શુભઉપયોગરૂપ ૨. યં - આ = જ્ઞાનયોગ રૂ/૪. વિત્ત્વ: સમાધિ: - સવિકલ્પસમાધિરૂપ છે. ૬. શુદ્ધોપયોરૂપ: તવું - અને શુદ્ધ ઉપયોગરૂપ તે (ઉત્તમ જ્ઞાન) ૬. વૃ - ઈંગ્ = શુદ્ધ જ્ઞાન સાથેની એકતાસ્વરૂપે ૭. નિર્વિલ્પ: (સમાધિ:) નિર્વિકલ્પસમાધિરૂપ છે.
શ્લોકાર્થ :
શુભઉપયોગ સ્વરૂપ આ = પૂર્વની ગાથામાં વર્ણવેલું ઉત્તમ જ્ઞાન સવિકલ્પસમાધિરૂપ છે. તથા શુદ્ધઉપયોગ સ્વરૂપ તે ઉત્તમશાન તદેકદગ્ નિર્વિકલ્પસમાધિરૂપ છે એટલે કે, શુદ્ધજ્ઞાન સાથેની એકતાસ્વરૂપે નિર્વિકલ્પસમાધિરૂપ છે.
ભાવાર્થ :
Jain Education International
આત્મભાવની જેમાં પ્રતીતિ થાય છે તેવું ઉત્તમજ્ઞાન પ્રારંભિક ભૂમિકામાં પ્રયત્ન સાધ્ય હોય છે; જ્યારે અભ્યસ્ત દશામાં તે જ સહજ બની જાય છે. આ જ્ઞાન પ્રાપ્ત કરવા સાધક પ્રારંભમાં જિનવચન, જિનપ્રતિમા આદિ શુભ નિમિત્તોનું આલમ્બન લઈ, તેના પ્રત્યે પ્રશસ્ત રાગ કેળવી આત્મભાવમાં સ્થિર થવા યત્ન કરે છે. શુદ્ધ આત્મ તત્ત્વને પામવાનો પ્રશસ્ત રાગ પૂર્વકનો આ ઉપયોગ શુભઉપયોગ કહેવાય છે, આમ કરતાં સ્વરૂપની આંશિક સ્વાનુભૂતિ થાય છે. આત્મભાવના પ્રારંભિક અનુભવરૂપ આ શુભભાવનું વારંવાર ભાવન કરતા આત્મભાવમાં ઠ૨વાનો એક અભ્યાસ પડી જાય છે અને ધીમે ધીમે આત્મભાવની પ્રતીતિ સહજ બની જાય અને તે માટે કોઈ સંકલ્પની કે કોઈ આલમ્બનની જરૂરીયાત રહેતી નથી, ત્યારે તે આત્મભાવના અનુભવવાળા જ્ઞાનના ઉપયોગને શુદ્ધઉપયોગ કહેવાય છે. શુભઉપયોગ સવિકલ્પસમાધિ છે તો શુદ્ધઉપયોગ નિર્વિકલ્પસમાધિ છે. જે મોહના વિકારોથી રહિત શુદ્ધ જ્ઞાન ગુણ સાથેની એકરૂપતા સ્વરૂપ છે. વિશેષાર્થ :
‘જ્ઞાનસ્વરૂપ આત્મા સર્વ પુદ્ગલોથી ભિન્ન છે' - આવી પ્રતીતિ જેમાં સતત ૨હે તે ઉત્તમજ્ઞાન છે. આ
ઉત્તમજ્ઞાન પ્રારંભિક કક્ષામાં પ્રયત્નથી સાધ્ય હોય છે અને અભ્યસ્ત દશામાં તે સહજ સાધ્ય હોય છે. પ્રારંભિક
For Personal & Private Use Only
www.jainelibrary.org