________________
ભેદજ્ઞાન તે જ ઉત્તમાન
ગાથા-૧૫
પુનઃ પ્રયત્ન કરતાં એક એવી સ્થિતિનું સર્જન થાય છે, જેમાં સાધક શ૨ી૨થી કોઈ કાર્ય કરે, વાણીથી ઉપદેશ આપે કે મનથી કાંઈ વિચારે ત્યારે પણ તેને એવું લાગે કે આ બધી ક્રિયાઓ હું કરતો નથી, હું તો આ સર્વથી પર છું, આનાથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્મા છું, હું આ ક્રિયાઓનું જ્ઞાન કરું છું, ક્રિયાઓ થઈ રહી છે તેમ જોઉં છું, તેથી હું તેનો જ્ઞાતા છું, દ્રષ્ટા છું, પણ તેનો કર્તા નથી. આવી પ્રતીતિ થવાને કારણે સાધકને પોતાનાથી અન્ય એવા શારીરિક, વાચિક કે માનસિક ભાવોમાં ક્યાંય, ‘મેં આ કર્યું છે', તેવું અભિમાન થતું નથી. વળી, શરીરાદિ બાહ્ય ભાવોની હાનિ-વૃદ્ધિ કે સારા-નરસા ભાવની પ્રાપ્તિમાં તેને ક્યાંય રતિ-અરિત થતી નથી. આત્મા શરીરથી ભિન્ન છે એવી પ્રતીતિપૂર્વકના આ જ્ઞાનને ઉત્તમ જ્ઞાન કહેવાય છે. આ જ ભેદજ્ઞાન છે, કે જેના સહારે સાધક નિર્લેપતાની ચરમસીમા સુધી પહોંચી શકે છે.
આવા જ્ઞાનને પામેલા સ્ફુલિભદ્રજી રૂપસુંદરી કોશાના હાવભાવ, રૂપરંગ બધું જ ખુલ્લી આંખે જોતા હતા, ષસ ભોજન આરોગતા હતા, તોપણ તેમને તેમાં રાગ થતો ન હતો. વળી આવા ઉત્તમજ્ઞાનવાળા ગજસુકુમાલમુનિનું તો માથું બળતું હતું, છતાં તેઓ તો તે વખતે પણ સમતા૨સના આનંદમાં મહાલતા હતા. કેમ કે તેઓ જાણતા હતા કે જે થાય છે તે જડ એવા શરી૨ને થાય છે, અને જડ એવા શરીર સાથે મને કાંઈ લાગતું-વળગતું નથી, માટે જ જડના સુખ-દુ:ખમાં તે વેગળા રહી શકતા હતા.
૩૯
ભેદજ્ઞાન જેને પ્રાપ્ત થઈ ગયું હોય એવા આત્મા માટે બધું જ સુલભ હોય છે. ટૂંકમાં કહીએ તો આત્મા અને શરીરાદિ પુદ્ગલ વચ્ચેના ભેદની સમજ અને એવી સમજપૂર્વકની વિચારણા કરવી તે ઉત્તમજ્ઞાનની પ્રાપ્તિનું કારણ છે અને આવી ભેદજ્ઞાનની સતત પ્રતીતિ થવી તે ઉત્તમ જ્ઞાન છે. ૧૫/
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org