________________
માયાથી માયાનો નાશ – ગાથા-પપ
૧૧૯
આ માયા જ પોતાના દુ:ખનું કારણ છે એવું પણ જીવ જાણી શકતો નથી. તારું સદ્ભાગ્ય છે કે ઋષિ મુનિઓના વચનથી તું “આ ભૂતમાયા છે – મારા દુ:ખનું કારણ છે એવું સમજી તો શક્યો છે અને તેથી પણ આગળ વધીને તને તેને કાઢવાની ઇચ્છા પ્રગટી છે, તે જ સૂચવે છે કે તું ભૂતમાયાનો નાશ કરી શકીશ; કેમ કે, આ ભૂતમાયાને જીવ જ્યારે ભૂતમાયારૂપે ઓળખી લે છે, ત્યારે ભૂતમાયા સ્વયં નાશ પામી જાય છે, જેમ ભ્રમ ભ્રમસ્વરૂપે ઓળખાતાં જ નાશ પામી જાય છે.
તું ભૂતમાયાને હજુ પૂર્ણતયા જાણતો નથી, તેથી જ મુંઝાય છે. આ ભૂતમાયા એક ભ્રમ છે પણ તે બીજા ભ્રમોની જેમ સરળતાથી નાશ પામે તેવો ભ્રમ નથી. જેમ અંધારામાં કોઈકને દોરડું જોતાં એવો ભ્રમ થઈ શકે કે આ સાપ હશે; પરંતુ થોડો પ્રકાશ થતાં જ્યાં દોરડું દેખાય ત્યાં જ તે ભ્રમ નાશ પામી જાય છે. તેમ અનાદિકાળથી પ્રવર્તતી આ અવિદ્યા (ભૂતમાયા)ને સમજવી કે તેને કાઢવી એટલી સહેલી નથી.
ભૂતમાયાને કાઢવા તો ભૂતમાયા જ કામમાં આવશે. તપ-જપ-સંયમ-સ્વાધ્યાયના ઉત્તમ વિકલ્પો દ્વારા જ તારે ખાવા-પીવા-પહેરવા આદિ વિષયક વિકલ્પો અટકાવવા પડશે. જેમ જેમ તું તપાદિ સેવીશ તેમ તેમ તારા ભોગાદિના વિકલ્પો શાંત-શાંતતર થવા લાગશે. આવું થતાં તું સ્વયં જોઈ શકીશ કે, તપાદિરૂપ ઉત્તમ ભૂતમાયા જ ભૂતમાયાનો નાશ કરી રહી છે. આ રીતે જ્યારે તું ભૂતમાયાને પોતાનો નાશ કરતાં જોઇ તે સ્વયં પણ નાશ પામી જશે (સ્વનાશન પ્રેક્ષ્યમાનવ નશ્યતિ).
અત્યાર સુધી તું ભૂતમાયાનો આવો સ્વભાવ જાણતો નહોતો માટે મુંઝાતો હતો; પણ તેનો તો એવો સ્વભાવ જ છે કે તે અધમ ભૂતમાયાના રૂપમાં સંસારી જીવોને કનડગત કરે અને ઉત્તમ ભૂતમાયાના રૂપમાં અધમ ભૂતમાયાના નાશ માટે ઉપયોગી બને, તેથી તે તેનો સ્વભાવ જાણી લે અને મુંઝાયા વગર તપાદિના શુભ વિકલ્પો કર, કેમ કે, તે દ્વારા જ તારે શુદ્ધબ્રહ્મમાં જવા મહેનત કરવી પડશે. તપાદિ દ્વારા જ્યારે તારું મન બહાર જતું અટકશે ત્યારે તું શુદ્ધબ્રહ્મમાં સ્થિર થઈશ અને આવું થશે ત્યારે તને અલૌકિક આત્મિક આનંદની અનુભૂતિ થશે. શુભ સંકલ્પ-વિકલ્પ કે ઉત્તમ અવિદ્યાનો આ રીતે તું વારંવાર ઉપયોગ કરીશ તો તારો તે આનંદ પ્રતિદિન વધતો જશે અને એક ધન્ય દિવસ એવો આવશે કે તારા બધા અશુભ વિકલ્પો શાંત થઈ જશે, ત્યારે ઉત્તમ અવિદ્યાને કાંઈ જ કરવા યોગ્ય નહીં રહે અને તેથી તે સ્વયં જ નાશ પામી જશે. આમ આ ઉત્તમ અવિદ્યારૂપ ભૂતમાયા એવી છે કે જે અધમ અવિદ્યારૂપ ભૂતમાયાનો નાશ કરવા દ્વારા પોતે પણ નાશ પામી જાય છે. એકવાર અશુભ વિકલ્પો નીકળી જશે પછી તારે શુભ વિકલ્પોને કાઢવા કોઈ મહેનત નહીં કરવી પડે.
ભૂતમાયાનો આવો સ્વભાવ તે જાણી લે અને નિશ્ચિતપણે શુભ વિકલ્પો કરી તેના નાશ માટે પ્રવૃત્ત થઈ જા. તારા જીવનમાં પણ તપ-સંયમરૂપ ઉત્તમ ભૂતમાયા પ્રગટશે એટલે અધમ અવિદ્યારૂપ ભૂતમાયાનો નાશ કરીને તે સ્વયં જ નાશ પામી જશે. ત્યારપછી તું નિર્વિકલ્પ અવસ્થાનું સુખ ભોગવી શકી કરવાથી હું માયામાં વધારે ફસાઈ જઈશ એવો ભય કાઢી નાંખ. હકીકતમાં આ ભૂત માયા કરવાથી જ તું તારી સર્વ માયાનો ઉચ્છેદ કરી શુદ્ધ બ્રહ્મસ્વરૂપને પ્રગટ કરી શકીશ.” સારાંશ તરીકે એટલું યાદ રાખવું કે, અપ્રશસ્ત રાગાદિથી અશુભ વિકલ્પો ઊઠે છે, તેને કાઢવા પ્રશસ્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org