________________
૧૨0
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગદ્ધિ અધિકાર
રાગાદિ કરી શુભ સંકલ્પો કરવા પડે છે. આ શુભ સંકલ્પો એવા છે જે સાધકને છેક શુદ્ધ બ્રહ્મ સુધી પહોંચાડી
સ્વયે નાશ પામી જાય છે. તેથી પ્રશસ્ત પણ રાગાદિથી પ્રેરિત અનુષ્ઠાનો શું કામ કરવાં ? તેવું વિચારી પ્રારંભિક ભૂમિકામાં દેવ-ગુરુભક્તિના અનુષ્ઠાનો છોડી ન દેવાં જોઈએ, પણ મહેનતપૂર્વક તપ-સંયમ-ભક્તિ આદિમાં પ્રવૃત્ત થવું જોઈએ. તેનાથી શુદ્ધ આત્મતત્ત્વની પરમ સુખમય અવસ્થા પ્રાપ્ત થશે. //પપા. અવતરણિકા :
‘વિકલ્પરૂપ માયા વિકલ્પથી નાશ પામે છે', પૂર્વમાં જણાવેલી આ વાત અન્યદર્શનકારોના વિવિધ શ્લોકોથી પુષ્ટ કરવા છતાં એવી મુંઝવણ તો રહે જ કે, વિકલ્પરૂપ માયાનો નાશ કરવા માટે જે વ્રતાદિના વિકલ્પો કર્યા તે વ્રતાદિના વિકલ્પો નાશ કરવા ફરી નવા વિકલ્પો કરવા પડશે અને આ રીતે તો અનવસ્થા પ્રાપ્ત થશે. આવી સંભવિત વિમાસણના સમાધાન માટે જણાવે છેશ્લોક :
व्रतादिः शुभसङ्कल्पो, निर्णाश्याशुभवासनाम् । दाह्यं विनेव दहनः स्वयमेव विनक्ष्यति ॥५६||
નોંધ : અહીં વિનૈવ એવો પણ પાઠ મળે છે. શબ્દાર્થ :
9/ર. ટાર્ધ વિના ફુવ - ઇંધણ વિના જેમ રૂ. ૮દન: (સ્વયમેવ વિનશ્યતિ) - અગ્નિ (સ્વયં જ નાશ પામી જાય છે.) ૪૬. (તથા) વ્રતાદ્રિઃ શુમસન્વ: - તેમ વ્રતાદિ શુભસંકલ્પ ૬. શુમવાસનામ્ - અશુભવાસનાનો ૭. નિર્ધાશ્ય - નાશ કરીને ૮/૨. સ્વયમેવ વિનત - સ્વયં જ નાશ પામી જાય છે. શ્લોકાર્થ :
ઇન્ધન વિના જેમ અગ્નિ સ્વયં શાંત થઈ જાય છે, તેમ (અસર્વિકલ્પોને શાંત કરવા ઉત્પન કરેલા) સવિકલ્પો, અશુભ વાસનાઓને નાશ કરીને સ્વયં જ નાશ પામી જાય છે. ભાવાર્થ :
અગ્નિને જ્યાં સુધી બળતણ મળ્યા કરે ત્યાં સુધી તે ટકે છે; પરંતુ બળતણ ન મળતાં અગ્નિ સ્વયં નાશ પામી જાય છે, તેની જેમ અશુભ કે અસવિકલ્પો પ્રવર્તતા હોય ત્યાં સુધી શુભ કે સત્ તેને નાશ કરવાનું કાર્ય કર્યા કરે છે, પણ જ્યારે અશુભ-અસત્ વિકલ્પો જ અટકી જાય ત્યારે તે આપોઆપ જ શાંત થઈ જાય છે. વિશેષાર્થ :
અગ્નિનો એવો સ્વભાવ છે કે તેને લાકડા, કોલસા, ઘી આદિ ઇંધણ મળે ત્યાં સુધી તે બળે અને ઇંધણ નાશ પામતાં અગ્નિ સ્વયં નાશ પામી જાય છે, તેનો નાશ કરવા માટે અન્ય પ્રયત્નની જરૂર રહેતી નથી. શરીરમાં
જ્યારે મળ જામ થઈ જાય છે ત્યારે તે મલનો નિકાલ કરવા દિવેલ આદિ લેવાય છે; પરંતુ દિવેલનો નિકાલ કરવા અન્ય કાંઈ લેવું પડતું નથી. મલનો નિકાલ કરી દિવેલ સ્વયં નીકળી જાય છે. તેમ અશુભ વિકલ્પોનો નાશ કરવા માટે જે શુભ વિકલ્પો કર્યા હતા, તે શુભ વિકલ્પોના નાશ માટે અન્ય કાંઈ કરવું પડતું નથી, તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org