________________
માયાથી માયાનો નાશ - ગાથા-૫૭
સ્વયં જ નાશ પામી જાય છે, તેથી એક પ્રકારના વિકલ્પોને કાઢવા બીજા વિકલ્પો કરવા અને બીજા વિકલ્પોને કાઢવા વળી ત્રીજા વિકલ્પો ક૨વા રૂપ અનવસ્થા સાધના ક્ષેત્રમાં આવતી નથી.
આત્મકલ્યાણની ઇચ્છાવાળા સાધકો આહાર-ભોગ આદિ અશુભ વિકલ્પોનો નાશ કરવા તપ-સંયમ અને શ્રુતાભ્યાસના શુભ સંકલ્પો કરે છે, તેના દ્વારા પરિણતિને પલટાવવા, સંજ્ઞાઓને તોડવા અને અશુભ ઇચ્છાઓને અટકાવવા પ્રયત્ન કરે છે. આ રીતે સાધના કરતાં તેમની ચિત્તવૃત્તિ એવી ઘડાય છે કે તેમાં અશુભ વિકલ્પો ઊઠતાં જ નથી, માત્ર શુભ સંકલ્પ-વિકલ્પોને જ ચિત્તમાં સ્થાન મળે છે. આમ કરતાં સાધક જ્યારે એવી અવસ્થાએ પહોંચે કે જ્યારે તેને કોઈ પદાર્થવિષયક ઇચ્છા જ ન રહે ત્યારે ઇંધણ વિના જેમ અગ્નિ સ્વયં નાશ પામી જાય છે, તેમ શુભ ઇચ્છાઓ પણ સ્વયં નાશ પામી જાય છે. ।।૫૬
અવતરણિકા :
શ્લોક - ૪૮માં ગ્રંથકારે કહ્યું હતું કે, અત્યંત પક્વબોધવાળાને જ નિર્વિકલ્પ સમાધિની વાતો કરવી જોઈએ. તે પછી ગ્રંથકારે પોતાના કથનની પુષ્ટિ ક૨વા માટે અન્યદર્શનકારોની સાક્ષીઓ આપી અને પૂર્વના શ્લોકમાં પોતે પણ અન્યના કથનની પુષ્ટિ કરી. હવે તે નિર્વિકલ્પ સમાધિનું સ્વરૂપ જણાવતાં કહે છે
શ્લોક :
।
इयं' नैष्टायिकी' शक्तिर्न वृत्त शुभसङ्कल्पनाशार्थं " योगिनामुपेयुज्यते ॥ ५७ ॥
११
૧૨૧
૭
.
શબ્દાર્થ :
૧/૨/૩. યં વૈયિજી.ત્તિ - આ = નૈશ્ચયિકી શક્તિ છે ૪/૬. નૅ પ્રવૃત્તિ: - (તે) પ્રવૃત્તિ નથી ૬/૭/૮. ન ા યિા - કે ક્રિયા પણ નથી ૧. યોનિામ્ - (તે) યોગીઓને ૧૦, શુમતત્ત્વનાશાર્થ - શુભસંકલ્પના નાશ માટે 99. ઉપમુખ્યતે - ઉપયોગી છે. શ્લોકાર્થ :
Jain Education International
આ નૈશ્ચયિકી શક્તિ પ્રવૃત્તિ નથી કે ક્રિયા પણ નથી. તે યોગીઓને શુભસંકલ્પનો નાશ કરવા માટે ઉપયોગી બને છે. ભાવાર્થ :
નિર્વિકલ્પ સમાધિરૂપ ઉત્તમ કોટિનો જ્ઞાનયોગ તે નૈશ્ચયિકી શક્તિ છે. અર્થાત્ નિશ્ચયનયમાન્ય આત્માના શુદ્ધસ્વરૂપમાં એકાગ્રતારૂપ કે લીન બનવારૂપ છે. એ આત્માની પોતાની શક્તિ છે, જે આજ સુધી કર્મ અને કષાયોને કારણે અપ્રગટ હતી. ચિરકાળના શુભસંકલ્પોના સેવનથી આત્માની આ શક્તિ પ્રગટ થાય છે અને તે પ્રગટ થતાં જ શુભસંકલ્પો પણ નાશ પામી જાય છે.
For Personal & Private Use Only
તેથી આ નૈશ્ચયકી શક્તિ કોઈપણ પ્રકારની માનસિક પ્રવૃત્તિરૂપ નથી કે કોઈપણ પ્રકારની ક્રિયારૂપ પણ નથી તે તો માત્ર વિકલ્પ વગરના સહજ આનંદની અનુભૂતિરૂપ છે.
વિશેષાર્થ :
અનાદિકાળથી જ્ઞાનનો ઉપયોગ બાહ્ય પદાર્થોમાં પ્રવર્તી રહ્યો હોય છે, તેના કારણે ચિત્ત સદા
www.jainelibrary.org