________________
ક્રિયાયોગનું સ્વરૂપ - ગાથા-૩
૧૫૧ જાય છે, તેવી જ રીતે તપ-સંયમાદિનું ફળ અનાશ્રવ દશા પ્રાપ્ત કરી આત્મભાવમાં સ્થિરતા પ્રાપ્ત કરવી તે છે. જ્યારે કેવળજ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે કેવળી સહજ રીતે આત્મભાવમાં સ્થિર હોય છે. આથી ત્યાં તપાદિનું ફળ વિદ્યમાન છે. આ જ કારણોસર કાર્ય હાજર હોય ત્યારે કારણનું પણ અસ્તિત્વ સ્વીકારનાર નિશ્ચયના મતે તો કેવળીમાં તપાદિનો વિશેષ પ્રયત્ન ન હોવા છતાં તેના કાર્યસ્વરૂપ આત્મભાવની સ્થિરતા સ્વાભાવિક રીતે હાજર હોવાથી, કેવળીમાં તપ-સંયમાદિવિષયક યતના છે, એવું સ્વીકારી શકાય. આવું હોવાથી જ ભગવાને સોમિલને પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે, તપ-સંયમવિષયક નિશ્ચિત યતના ઇં નિશ્ચયનયને અનુસરતી જે યતના છે, તે જ મારી સંયમ-યાત્રા (મારો ક્રિયાયોગ) છે.
આમ ભગવતીસૂત્રમાં જણાવેલ પ્રભુના ઉત્તરના આધારે પણ એવું નક્કી કરી શકાય છે કે, ક્રિયાયોગ એ માત્ર બાહ્ય આચરણારૂપ નથી, પરંતુ જીવના મૂળભૂત શુદ્ધ પરિણામ સ્વરૂપ છે. સાધક અવસ્થામાં તે ક્રિયાયોગ મોક્ષના સાધનરૂપે વર્તતો હોય છે અને કેવળી અવસ્થામાં કે મુક્તાવસ્થામાં તે સ્વભાવરૂપે વર્તે છે. સાધક અવસ્થામાં તે તપ-સંયમરૂપ ક્રિયાયોગ આત્મભાવમાં સ્થિર થવાના યત્નસ્વરૂપે વર્તે છે. જ્યારે સિદ્ધ અવસ્થામાં તે આત્મભાવમાં સ્થિરતારૂપે વર્તે છે. આમ સ્વભાવમાં વિશ્રાન્ત થવાના યત્નસ્વરૂપ સાધકનો ક્રિયાયોગ સિદ્ધયોગીને = કેવળજ્ઞાનીને પ્રકૃતિરૂપ બની જાય છે, તેથી બન્ને ભૂમિકાનો ક્રિયાયોગ વાસ્તવિક અધ્યાત્મસ્વરૂપ છે, ઔપચારિક નહીં. //રા/ અવતરણિકા :
પ્રથમ શ્લોકમાં રજુ કરેલી વાત હવે અન્યદર્શનકારોના મંતવ્યથી પુષ્ટ કરે છેશ્લોક :
अतष्टीव स्थितप्रज्ञभावसाधनलक्षणे ।
अन्यूनाभ्यधिक प्रोक्तै, योगदृष्ट्या परैरपि ॥३॥ શબ્દાર્થ :
૧. સતવ - અને આથી કરીને જ ૨/રૂ. પરરપ વોક - પર વડે પણ યોગદૃષ્ટિથી ૪. સ્થિતપ્રજ્ઞમાવસાધનક્ષને - સ્થિતપ્રજ્ઞભાવના સાધન અને લક્ષણ છે. અન્યૂનામ્યધિ - ઓછા-વધતા નહીં પણ સમાન સંખ્યાવાળા ૬. પ્રોવત્તે - કહેવાયા છે. શ્લોકાર્થ :
અને આથી કરીને જ = પ્રથમ શ્લોકમાં બતાવ્યું કે જ્ઞાનયોગનો સાધક આદિમાં જે સાધનોને ગ્રહણ કરે છે, તે જ સિદ્ધયોગીના સ્વભાવથી લક્ષણો છે એ કથન યોગ્ય છે; એથી કરીને જ અન્યદર્શનકારોએ પણ યોગદૃષ્ટિથી સ્થિતપ્રજ્ઞભાવને પ્રાપ્ત કરવાના સાધનો અને તેના લક્ષણો સમાન સંખ્યામાં જણાવ્યા છે.
2. इह तपः अनशनादि, नियमाः तद्विषया अभिग्रहविशेषा यथा-एतावत्तपः स्वाध्यायवैयावृत्त्यादि मयाऽवश्यं रात्रिन्दिवादौ विधेयमित्यादिरूपाः, संयमः
- प्रत्युपेक्षादिः, स्वाध्यायो धर्मकथादिः, ध्यानं धर्मादिः, आवश्यकं षड्विधं - एतेषु च यद्यपि भगवतः किञ्चिन्न तदानीं विशेषतः सम्भवति तथापि तत्फलसद्धावात् तदस्तीत्यवगन्तव्यम् ।
- સમયદેવસૂરિવૃત - માવતીવૃત્તી II
Jain Education International
For Personal & Private Use Only
www.lainelibrary.org