________________
૧૫૨
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર
ભાવાર્થ :
‘સ્થિતપ્રજ્ઞભાવ તે સાધનાની ઉચ્ચતમ કક્ષા છે' - એવું અન્યદર્શનકારોનું માનવું છે. તેઓના મતે ઇન્દ્રિયદમન, સમતા આદિ ગુણો સ્થિતપ્રજ્ઞભાવને પામવાના સાધનો છે અને તે જ ઇન્દ્રિયદમન, સમતા આદિની પરાકાષ્ઠા તે સ્થિતપ્રજ્ઞભાવના લક્ષણો છે. તેથી જે જે ગુણોથી સ્થિતપ્રજ્ઞભાવ પ્રાપ્ત થાય છે, તે તે ગુણો સ્થિતપ્રજ્ઞભાવ પ્રાપ્ત થતાં સ્વાભાવિક બની જાય છે અર્થાત્ તે સ્થિતપ્રજ્ઞતાના લક્ષણ બની જાય છે. અન્યદર્શનની આ માન્યતાથી પણ પ્રથમ શ્લોકમાં જણાવેલી વાત પુષ્ટ થાય છે કે, સાધનભૂમિકાનો ક્રિયાયોગ સિદ્ધયોગીમાં સ્વભાવરૂપ બની જાય છે. વિશેષાર્થ :
ક્રિયા એ સિદ્ધિ પ્રાપ્ત કરવાનું એક સાધન છે, માટે ક્રિયાયોગ કેવલ સાધક ભૂમિકામાં જ હોય તેવો ભ્રમ ટાળવા માટે ક્રિયાયોગનું લક્ષણ કરતાં જણાવ્યું હતું કે, જે ક્રિયાયોગ સાધક ભૂમિકામાં સાધનરૂપે ગ્રહણ કરાય છે, તે જ ક્રિયાયોગ સિદ્ધયોગીમાં ફળસ્વરૂપે હોય છે, તેથી તપ-સંયમાદિ ક્રિયાઓ એ માત્ર સિદ્ધિનું સાધન નથી, પરંતુ તે સ્વયં સિદ્ધિસ્વરૂપ પણ છે.
આ તથ્યની આગમવચન દ્વારા પુષ્ટિ કરીને, હવે અન્ય દર્શનકારોની પણ આવી માન્યતા તરફ ધ્યાન દોરી તેને વધુ પુષ્ટ કરે છે. અન્ય દર્શનકારો પણ આત્મા, મોક્ષ આદિને સ્વીકારે છે અને પરમોચ્ચ સમતારૂપ વીતરાગતાને મુક્તિનો પરમ ઉપાય માને છે. ભગવદ્ગીતાની પરિભાષામાં કહીએ તો સ્થિતપ્રજ્ઞ પરમોચ્ચ સમતાસ્વરૂપ છે.
ભગવદ્ગીતામાં જણાવ્યું છે કે કુંતીપુત્ર અર્જુને જ્યારે શ્રીકૃષ્ણને પૂછ્યું કે, “ભગવાન ! સ્થિતપ્રજ્ઞ' કેવા હોય ?” ત્યારે શ્રીકૃષ્ણ જણાવ્યું કે, “હે પાર્થ* ! મનુષ્ય જ્યારે મનમાં ઉદ્ભવતી ઇન્દ્રિયતૃપ્તિની સર્વ કામનાઓને ત્યજી દે છે અને આત્મા વડે આત્મામાં જ સંતોષ પામે છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. જે દુ:ખોમાં મનથી વિચલિત થતો નથી કે સુખ પામી રાજી થતો નથી અને જેના રાગ, ભય તથા ક્રોધ ચાલી ગયા હોય છે તે મુનિ સ્થિતપ્રજ્ઞાવાળો કહેવાય છે. જે સર્વત્ર આસક્તિ રહિત હોય છે, સારું કે ખરાબ જે કાંઈ પ્રાપ્ત થાય તેમાં હર્ષ કે ખેદ કરતો નથી તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે અને જેમ કાચબો સર્વ પ્રકારે તેના અંગોને સંકેલી લે છે તેમ જે સર્વ ઇન્દ્રિયોને વિષયોથી ખેંચી લે છે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.” 1. સ્થિતપ્રજ્ઞW T Fાષા સમાધિસ્થ0 કેશવ ! તિથી: કિં કમાત વિમાસીત વ્રત વિમ્ II૨/૫૪TI
- વિદીતા | 2. બનહતિ યા મા સર્વાન્ પાર્થ મનાતા | માત્મજોવાના તુટ: સ્થિતપ્રજ્ઞસ્તોતે ૨/૧૬TI
दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः । वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते ।।२/५६।। यः सर्वत्रानभिस्नेहस्तत्तत्प्राप्य शुभाशुभम् । नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता ।।२/५७।। यदा संहरते चायं कूर्मोऽङ्गानीव सर्वशः । इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता ।।२/५८।।
- માવીતા || ભગવદ્ગીતામાં આ રીતે જે સ્થિતપ્રજ્ઞના લક્ષણો કહ્યા છે તે ગ્રંથકારશ્રીએ અધ્યાત્મસારના ધ્યાનસ્વરૂપ અધિકારમાં બ્લોક નં. ૬૪ થી ૬૭ તરીકે ઉદ્ધરણરૂપે લઈને ધર્મધ્યાનના ધ્યાતા કેવા હોય તે જણાવ્યું છે. આ શ્લોકો ટાંકવા પૂર્વે તેઓશ્રીએ શ્લોક કર૯૩માં જણાવ્યું છે કે,
Jain Education Interational
For Personal & Private Use Only
wwwinbrary.org