________________
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર
ભૂમિકાને પ્રાપ્ત કરવાની એક સૂઝ પેદા થાય છે, આ સૂઝ તે જ પ્રારંભિક કક્ષાનો જ્ઞાનયોગ છે, તેના સહારે પોતાની આરાધનાને દઢ અને વિશુદ્ધતર બનાવતાં સાધક જ્યારે નિર્વિકલ્પ અને નિરતિચાર ચારિત્રનું પાલન કરે છે, ત્યારે તેનામાં ચારિત્રમોહનીયકર્મનો એક વિશિષ્ટ ક્ષયોપશમ પેદા થાય છે, જેના પરિણામે તે પ્રબળ નિમિત્તો કે નિકાચિત કર્મોથી પણ ચલિત થયા વિના ઘાતકર્મનો ક્ષય કરવા માટેનો ઉત્કૃષ્ટ પ્રયત્ન કરવા સક્ષમ બને છે. આ ચારિત્રમોહનીયકર્મનો ક્ષયોપશમ ચારિત્રયોગથી ઉત્પન્ન થયો હોવાથી “યોગજ અદષ્ટ' કહેવાય છે. તેના આધારે સાધકમાં કેવળજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું તેવી બુદ્ધિવિશેષસ્વરૂપ જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ પણ થાય છે, જે “યોગજ-અદષ્ટ-જનિત” ક્ષયોપશમ કહેવાય છે. યોગઅષ્ટથી ઉત્પન્ન થયેલો આ ક્ષયોપશમ એક વિશેષ પ્રકારની બુદ્ધિ = પ્રતિભાસ્વરૂપ હોવાથી તેને “પ્રાતિભજ્ઞાન કહેવાય છે. તે જ શ્રેષ્ઠ જ્ઞાનયોગ છે, જે માત્ર સ્વસંવેદનનો વિષય છે, શબ્દોનું સામર્થ્ય નથી કે તે પ્રાતિજજ્ઞાનનું સંવેદન અન્યને કરાવી શકે. આ શ્રેષ્ઠ જ્ઞાનયોગ ક્ષપકશ્રેણીમાં સામર્થ્યયોગના કાળમાં ઉત્પન્ન થાય છે. જ્યારે “અનુભવજ્ઞાન' તરીકે ઓળખાતો પ્રારંભિક કક્ષાનો જ્ઞાનયોગ તો છટ્ટા-સાતમાં ગુણસ્થાનકમાં શાસ્ત્રયોગના કાળમાં પણ પ્રાપ્ત થાય છે.
કેવળજ્ઞાનની ખૂબ નજીકની ક્ષણોમાં પ્રાપ્ત થતું હોવાથી પ્રાતિભજ્ઞાન કેવળજ્ઞાનરૂપી સૂર્યોદય પૂર્વેની સંધ્યા (અરુણોદય) સમાન કહેવાય છે. પ્રભાતની સંધ્યામાં આકાશ પ્રકાશથી ભરાઈ ગયું હોય છે, માટે તેને રાત્રિ નથી કહેવાતી. વળી, ત્યારે આકાશમાં સૂર્યનું આગમન થયું ન હોવાથી તે સમયને દિવસ પણ નથી કહેવાતો. સંધ્યા જેમ રાત અને દિવસ બન્નેથી ભિન્ન છે, તેમ પ્રાતિજજ્ઞાન પણ શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાન બન્નેથી ભિન્ન છે. શ્રુતજ્ઞાનના ઉત્કૃષ્ટ ક્ષયોપશમના ઉત્તરકાળમાં થતું હોવાથી, શ્રુતજ્ઞાન તરીકે પણ તેનો વ્યવહાર કરાતો નથી અને ક્ષાયોપથમિક હોવાથી તેમજ સમસ્ત દ્રવ્યો તથા તેના સમસ્ત પર્યાયો આ જ્ઞાનના વિષય નહીં બનતા હોવાને કારણે, કેવળજ્ઞાન તરીકે પણ તેનો વ્યવહાર કરાતો નથી.
અન્ય દર્શનમાં પણ આધ્યાત્મિક ઉન્નતિની એક ઉચ્ચતમ કલાસ્વરૂપે પ્રાતિજજ્ઞાનનો ઉલ્લેખ કરેલ છે. તેઓ તેને તારક, નિરીક્ષણ, પ્રજ્ઞાલોક વગેરે શબ્દોથી જણાવે છે. રાં
1. જુદા જુદા શાસ્ત્રોની દૃષ્ટિએ પ્રાતિભજ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય છે અને તે કેવું હોય છે તેની સમજણ પરિશિષ્ટ - ૧ માંથી મળી
શકશે. 2. સામર્થ્યયોગની ક્રિયા એટલે એવા પ્રકારની ક્રિયા જે તુરંત જ મોહનો ક્ષય કરાવી કેવળજ્ઞાન પ્રાપ્ત કરાવે છે. શાસ્ત્રયોગની ક્રિયાઓ શાસ્ત્રના વચનાનુસાર કરાય છે; પરંતુ સામર્થ્ય યોગ શાસ્ત્ર-અતિક્રાન્ત વિષયવાળો છે. શાસ્ત્રમાં ન જણાવ્યા હોય તેવા પણ અનેક ભાવો આ યોગમાં વર્તતા યોગીને અનુભવજ્ઞાનના બળે માત્ર પોતાના સામર્થ્યથી જણાય છે. વિશિષ્ટ કોટિના આવા સામર્થ્યવાળો
આ યોગ ઉત્તમ યોગ છે. 3. શાસ્ત્રવચનના અત્યંત બોધવાળો અને મોહનીયકર્મના ક્ષયોપશમથી વિશિષ્ટ કોટિની શ્રદ્ધા જેને પ્રકટ થઈ છે, તેવો આત્મા
જ્યારે પ્રમાદાદિ ભાવોનો ત્યાગ કરી, પોતાની શક્તિને અનુરૂપ શાસ્ત્રમાં જે ધર્મક્રિયા જે રીતે કરવાની કહી છે, તે ધર્મક્રિયા કોઈ પણ અંગની વિકલતા રાખ્યા વગર તે પ્રમાણે જ કરે, ત્યારે તે ક્રિયાને શાસ્ત્રયોગની ક્રિયા કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org