________________
જ્ઞાનયોગની આવશ્યક્તા તથા સ્વરૂપ ગાથા-૨
અવતરણિકા :
જ્ઞાનયોગ મોક્ષમાર્ગમાં અતિ ઉપયોગી છે, તેવું જાણ્યા પછી વિચારકને સહજ જ તદ્વિષયક જિજ્ઞાસા થાય, તેથી હવે જ્ઞાનયોગની સંપૂર્ણ સુવિશુદ્ધ અવસ્થા બતાવી જ્ઞાનયોગ એટલે શું ? તે જણાવે છેશ્લોક :
योगजादृष्टजनितः, स तु प्रातिभसंज्ञितः ।
सन्ध्येव दिनरात्रिभ्यां', केवलश्रुतयोः पृथक् ॥२॥ શબ્દાર્થ :
9. 1 - વળી ર/રૂ. ઢિનરત્રમ્યાં પૃથ - દિવસ અને રાત્રિથી ભિન્ન એવી ૪, સચ્ચેવ - સંધ્યાની જેમ ૨/૬, : વેવસ્મૃતયો: (પૃથ) - તે = જ્ઞાનયોગ કેવળજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી (ભિન્ન છે,) ૭. યોગનાદનનત: - યોગજન્ય અદૃષ્ટથી ઉત્પન્ન થયેલ (અને) ૮, પ્રાતિમસંજ્ઞિત: ‘પ્રાભિજ્ઞાન' નામવાળો છે. શ્લોકાર્થ :
વળી, દિવસ અને રાત્રિથી જેમ સંધ્યા જુદી છે, તેમ તે જ્ઞાનયોગ કેવળજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી જુદો છે, (શાસ્ત્ર)યોગથી ઉત્પન્ન થયેલા અષ્ટથી (ક્ષયોપશમથી) પેદા થયો છે અને પ્રતિભજ્ઞાન' તરીકે ઓળખાય છે. ભાવાર્થ :
શ્રદ્ધાપૂર્વક શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ કરતા સાધકમાં મોહનીય આદિ કર્મોનો એક વિશેષ પ્રકારનો ક્ષયોપશમ પ્રગટે છે, જેને યોગજ-અદૃષ્ટ કહેવાય છે. તે ક્ષયોપશમથી સાધકને આત્માનો પૂર્ણ આનંદ પ્રાપ્ત કરવા માટેનું એક વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત થાય છે, આ જ્ઞાન તે જ વિશિષ્ટ જ્ઞાનયોગ છે, જેને “પ્રાભિજ્ઞાન” કહેવાય છે. સૂર્યોદય પૂર્વેની સંધ્યા એટલે કે પ્રભાતનો સમય. આ સમયને જેમ દિવસ પણ કહેવાતો નથી અને રાત પણ કહેવાતી નથી, તેમ પ્રાતિજજ્ઞાન પણ કેવળજ્ઞાન અને શ્રુતજ્ઞાન બન્નેથી જુદું છે. તે કેવળજ્ઞાનની પૂર્વ અવસ્થા છે અને છબસ્થના (શ્રત) જ્ઞાનની ઉપરની અવસ્થારૂપ છે, તેથી “પ્રાતિભજ્ઞાન' શ્રુતજ્ઞાન પણ નથી અને કેવળજ્ઞાન પણ નથી, તે તો કેવળજ્ઞાનરૂપી સૂર્યોદય પૂર્વે થનારો અરુણોદય છે. વિશેષાર્થ :
ભૂમિકાભેદે “અધ્યાત્મ' અલગ અલગ પ્રકારનું હોય છે, છતાં પ્રથમ અધિકારના પ્રારંભમાં ગ્રન્થકારશ્રીએ જ્યારે અધ્યાત્મનું લક્ષણ કર્યું, ત્યારે (બીજી ગાથામાં) તેમણે સૌ પ્રથમ શ્રેષ્ઠ કોટિના અધ્યાત્મનું સ્વરૂપ બતાવ્યું હતું. અહીં બીજા અધિકારમાં પણ તેઓશ્રી પ્રથમ “પ્રાતિજજ્ઞાન” નામના શ્રેષ્ઠ કોટિના જ્ઞાનયોગનું સ્વરૂપ વર્ણવે છે.
શાસ્ત્રયોગની શુદ્ધિ પ્રાપ્ત થતાં સાધક જ્યારે સંયમયોગોની આરાધના કરતો મોક્ષમાર્ગ ઉપર આગળ વધે છે, ત્યારે તેને વર્ણવી ન શકાય તેવા આત્મિક આનંદનો અનુભવ થાય છે. આ સાથે જ તેનામાં આગળની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org