________________
૧૬૦
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર
ભોગાદિમાં પ્રવૃત્તિ કરવી પડે છે. તેઓની આવી પ્રવૃત્તિ દારુયત્ર0-પાંચાલી જેવી હોય છે. લાકડાના યંત્રમાં ગોઠવાયેલ પૂતળી હલન, ચલન કરે છે, કોઈકને ભેટે છે, ક્યાંકથી છૂટી પડે છે, પરંતુ તેમાં તેને રાગ, રસ કે રુચિનો પરિણામમાત્ર હોતો નથી, જેમ કે આજનો રૉબૉ (Robot). તે જ રીતે આ મહાત્માઓ પણ કર્મની પરતંત્રતાને કારણે પૌદ્ગલિક અનેક પ્રવૃત્તિઓ કરે છે. પણ આવી પ્રવૃત્તિ કરતાં તેમને રસ, રુચિ કે રાગાદિ ભાવોનો સ્પર્શ સુદ્ધાં થતો નથી, માટે તેઓની આવી રસ વિનાની ભોગાદિની પ્રવૃત્તિઓ અબુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિ કહેવાય છે.
અબુદ્ધિપૂર્વકની આ ભોગાદિ પ્રવૃત્તિ જ્ઞાની પુરુષના જ્ઞાનને કે તેમના આત્માને લેશ પણ મલિન કરતી નથી, તેમની ધર્મભાવનાને લેશ પણ હાનિ પહોંચાડતી નથી, તેથી જ જ્ઞાનીને આ પ્રવૃત્તિ કર્મબંધ તો નથી કરાવતી પરંતુ તેમના નિકાચિત ભોગાવલી કર્મોનો ક્ષય કરી તેઓને વહેલી તકે નિર્મળ ચારિત્રના પંથે પહોંચાડવામાં સહાયક બને છે, માટે અહીં ગ્રંથકારશ્રી તેને અદુષ્ટ કહે છે અર્થાત્ તે પ્રવૃત્તિ જ્ઞાનીના જ્ઞાનભાવને દૂષિત કરતી નથી તેમ કહે છે.
આમ, આવી છઠ્ઠી દૃષ્ટિની ભૂમિકામાં પહોચેલા જ્ઞાનીની આ પ્રવૃત્તિ અદુષ્ટ હોવાથી તે હોય કે ન હોય તે જ્ઞાનીના આત્મિક વિકાસમાં કોઈ અવરોધ કરતી નથી, છતાં પણ તે ચારિત્રમોહનીયકર્મના ઉદય સુધી જ ટકે છે. ચારિત્રમોહનીયકર્મનો ક્ષયોપશમ કે ક્ષય થતાં આ પ્રવૃત્તિઓ પલવારમાં પલાયન થઈ જાય છે અને સંયમાદિ વિશેષ યોગોની સાધનામાં આ છઠ્ઠી દષ્ટિવાળા મહાત્મા જોડાઈ શેષ કર્મ ખપાવી દે છે.
આના ઉપરથી સમજી શકાય તેવું છે કે, જે પૂર્વની ગાથાનું તાત્પર્ય હતું કે, જ્ઞાની ઉચિતક્રિયાઓ સ્વરૂપ ક્રિયાયોગને સેવીને જ કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે, તે અકબંધ રહે છે. જે લોકો બોધ પ્રાપ્ત કરીને પણ સમ્યક્રિયામાં પ્રવર્તતા નથી તેઓ વસ્તુત: બોધવાળા જ નથી, તેઓને શાબ્દિક બોધ હોઈ શકે પણ વાસ્તવિક નહીં, કેમકે સમ્યગુબોધ હંમેશા સમ્યપ્રવૃત્તિ કરાવે જ. તેથી નિર્વિવાદ વાત છે કે, જ્ઞાનયોગની પ્રાપ્તિ પછી પણ અધ્યાત્મની શુદ્ધિ માટે ક્રિયાયોગ આવશ્યક અને અનિવાર્ય છે. કા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org