________________
૧૩૧
ક્રિયાયોગમાં પ્રવર્તતા મુનિનું ચિત્ત - ગાથા-૭
ક્રિયાયોગમાં પ્રવર્તતા મુનિનું ચિત્તા
ગાથા-૭.
અવતરણિકા :
પૂર્વના શ્લોકોનું તાત્પર્ય એ છે કે, જે લોકો બોધ પામીને પણ સમ્યકક્રિયામાં પ્રવર્તતા નથી તેઓ વસ્તુત: બોધવાળા જ નથી. કેમ કે, જો ઉચિત પ્રવૃત્તિ કરવામાં અટકાયત પેદા કરે એવા કોઈ વિશિષ્ટ કર્મ નડતા ન હોય તો જ્ઞાની અવશ્ય ક્રિયાયોગમાં યત્ન કરે જ. તેથી હવે તે ક્રિયાયોગમાં પ્રવર્તતા જ્ઞાનીનું ચિત્ત કેવું હોય છે તે જણાવે છેશ્લોક :
निवृत्तमशुभाचाराच्छुभाचारप्रवृत्तिमत् ।
स्याद्वा चित्तमुदासीनं, सामायिकवतो मुनेः ॥७॥ શબ્દાર્થ :
૧/૨. સામાયિકવત: મુને - સામાયિકવાળા મુનિનું રૂ. વિત્તમ્ - ચિત્ત ૪/૬. ૩૫શુમવારત નિવૃત્તમ્ - અશુભ આચારથી નિવૃત્ત અને શુભ ૬. શમવારપ્રવૃત્તિમનું આચારમાં પ્રવૃત્તિવાળું (હોય) ૭/૮, વા વાણીનં - અથવા ઉદાસીન ૨. થાતુ - હોય. શ્લોકાર્થ :
સામાયિકવાળા મુનિનું ચિત્ત અશુભ આચારથી નિવૃત્ત અને શુભ આચારમાં પ્રવૃત્તિવાળું હોય છે અથવા ઉદાસીન હોય છે. ભાવાર્થ :
જ્ઞાનયોગ સાથે ક્રિયાયોગમાં પ્રવર્તતા મુનિ ભગવંતો સામાયિકવાળા હોય છે. પ્રારંભિક ભૂમિકામાં તેઓને ભગવદ્વચન પ્રત્યે તીવ્ર રાગ હોય છે. તે રાગના કારણે જ તેઓનું ચિત્ત વચનાનુસારે અશુભ આચારોથી અટકવાના અને શુભ આચારોમાં પ્રવર્તવાના વિકલ્પવાળું હોય છે. પ્રશસ્ત રાગાદિના વિકલ્પ વાળી તેમની આ અવસ્થા સવિકલ્પસમાધિની – સામાયિકભાવની દશા છે. આગળ જતાં જ્યારે સામાયિકનો પરિણામ અત્યંત ઘન થઈ જાય છે ત્યારે તે પરિણામ જ ઉચિત પ્રવૃત્તિ કરાવે છે, તે વખતે તેમને વચનના સ્મરણની પણ જરૂર રહેતી નથી. અસંગઅનુષ્ઠાનની આ ભૂમિકા નિર્વિકલ્પસમાધિની (ઉચ્ચકક્ષાના સામાયિક ભાવની) દશા છે. તેમાં વર્તતા મહાત્માનું ચિત્ત સર્વત્ર ઉદાસીન હોય છે, તેમને ઉચિત પ્રત્યે રાગ પણ હોતો નથી અને અનુચિત પ્રત્યે દ્વેષ પણ હોતો નથી. વિશેષાર્થ :
કેવળજ્ઞાનને પ્રાપ્ત કરવા માટે ઇચ્છતો સાધક સમ્યગુજ્ઞાનપૂર્વકના ક્રિયાયોગને અપનાવે છે. તે માટે સત્ત્વ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org