________________
૨૩૨
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર
વિશેષાર્થ :
જ્ઞાન અને ક્રિયાના અભ્યાસથી આત્મામાં સામ્યયોગ' પ્રગટે છે, જેના કારણે અનુકૂળ કે પ્રતિકૂળ સર્વ પરિસ્થિતિમાં સાધકનું ચિત્ત સ્વસ્થ રહે છે. સામ્યયોગથી પ્રગટેલી આ ચિત્તની સ્વસ્થતા જ સાધકને પ્રારંભિક કક્ષાના આત્મિકસુખથી માંડી ચરમ કક્ષાના આત્મિકસુખ સુધી પહોંચાડી શકે છે.
આથી જ સાધના ક્ષેત્રમાં સામ્યયોગનું ખૂબ મહત્ત્વ છે. સામ્યયોગપૂર્વક કરાયેલ તપ, જપ, સ્વાધ્યાય કે સંયમનાં અનુષ્ઠાનો જે સુખ આપે છે, તે સુખ સામ્યયોગ વિના કરેલાં તપ, ત્યાગાદિ અનુષ્ઠાનો આપી શકતાં નથી, માટે જ જેને આત્મિકસુખ માણવું હોય તેણે સામ્યયોગને સમજવો અને અપનાવવો અતિ જરૂરી છે, કેમ કે પ્રાપ્ત થયેલા સામ્યયોગના સહારે જ સાધક ૨થમાં બેઠેલા મુસાફરની જેમ રિત-અતિની પીડાનો અનુભવ કર્યા વિના સહેલાઈથી મોક્ષમાર્ગની મુસાફરી કરી શકે છે.
જેમ એક ગામ કે નગરથી બીજા ગામ કે નગર તરફ જતો મુસાફર જો ખુલ્લા પગે જોડાં પહેર્યા વગર ચાલતો હોય તો તેને પગમાં કાંટા, કાંકરા વાગે છે અને તેનાથી તેને અતિની પીડારૂપ આર્દ્રધ્યાન પણ થાય છે; પરંતુ આ જ પથિક જો રથમાં બેસી મુસાફરી કરે તો તેને કાંટા આદિથી પીડા થવાનો કોઈ સવાલ જ રહેતો નથી. તે આરામથી પોતાના ઇષ્ટ સ્થાને પહોંચી શકે છે. તેમ જ્ઞાન અને તપ-સંયમ આદિની ક્રિયારૂપ બે અશ્વોથી અલંકૃત સામ્યયોગરૂપી રથ પર આરૂઢ થયેલો સાધક પણ કોઈપણ પ્રકારની આંતરિક પીડા વિના છેક પોતાના ઇષ્ટ એવા મોક્ષ નગરે પહોંચી શકે છે.
સજ્ઞાન અને સત્આક્રિયા, આ બન્ને સામ્યયોગની પ્રાપ્તિનાં મૂળ કારણો છે, તેથી સામ્યયોગરૂપી રથ, જ્ઞાન અને ક્રિયારૂપી બે અશ્વોથી ચાલે છે એમ કહેવાય છે. તેમાં જ્ઞાન દ્વારા સાધકને પોતાનું અને પરનું સ્વરૂપ શું છે અને વિરૂપ શું છે ? તે સમજાય છે તથા વિરૂપથી મુક્ત કરી સ્વરૂપને પ્રગટાવનાર સાધના માર્ગનો યથાર્થ બોધ થાય છે. હું કોણ છું - કોણ નથી ? મારું સ્વરૂપ કેવું છે- કેવું નથી ? મારો સ્વભાવ શું છે - વિભાવ શું છે ? મારા માટે સુખકા૨ક શું છે અને દુઃખકારક શું છે ? હિતકર શું છે અને અહિતકર શું છે ? તે સમજાય છે, તેથી નશ્વર એવા બાહ્ય વિષયોની પ્રાપ્તિ કે અપ્રાપ્તિથી તેને કોઈ અસર થતી નથી. જ્ઞાનયોગ દ્વારા તે બરાબર જાણે અને અનુભવે છે કે, ‘હું આત્મા છું, જ્ઞાન મારો ગુણ છે, સુખ મારો સ્વભાવ છે, બાહ્ય વિષયો મારા સુખ-દુ:ખનાં સાધનો નથી.' પ્રાથમિક કક્ષાના જ્ઞાનયોગીને પણ પૌદ્ગલિક સુખ-દુઃખમાં અનુભવાતી શાતા-અશાતાના પ્રસંગે થાય છે કે, ‘કર્મોના સંયોગને કારણે મને આ બધું સુખકારક કે દુઃખકારક લાગે છે, તેમાં સારા-નરસાનો ભેદભાવ ઉત્પન્ન થાય છે, પણ આ મારો સ્વભાવ નથી, વિભાવ છે. બાહ્ય વિષયોથી થતી આવી અસરોથી મુક્ત થયા વિના મારો સ્વભાવ પ્રગટશે નહીં. બાહ્ય પદાર્થો સાથેનો સંબંધ તોડવાનો ઉત્તમ ઉપાય સક્રિયાઓ જ છે. આ સન્ક્રિયાઓ જ મને વિભાવથી વેગળો કરી સ્વભાવમાં સ્થિર થવામાં
1. સામ્યયોગ, સામ્યભાવ, સમતાયોગ, સમતાભાવ, સામ્ય, સમતા, સમભાવ આ દરેક શબ્દ સામ્યયોગને દર્શાવે છે. ‘સમાધિ’ શબ્દ પણ સામ્યયોગને જ સૂચવે છે. તે દર્શન-જ્ઞાન-ચારિત્રની શુદ્ધિનું ફળ છે. સામાન્ય શબ્દોમાં કહીએ તો સાત્ત્વિક કોટિની સુખશાંતિ, સંતોષ, માનસિક સંતાપનો અભાવ, આત્મિક આનંદની અનુભૂતિ, શુભધ્યાન, રાગ-દ્વેષ આદિ દ્વન્દ્વોની નિવૃત્તિ કે આત્માની પ્રસન્નતા આ સર્વે પણ સામ્યયોગના જ પર્યાયો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.airtelitary.org