________________
૨૧૯
જ્ઞાન-ક્રિયાના સંયોગથી પ્રીતિ આદિ અનુષ્ઠાનોની સંગતિ - ગાથા-૪૧ જ્ઞાન-ક્રિયાના સંયોગથી પ્રીતિ આદિ અનુષ્ઠાનોની સંગતિ.
ગાથા-૪૧ અવતરણિકા :
જ્ઞાન અને ક્રિયાનો સમુચ્ચયવાદ હોવાને કારણે જ અન્ય દર્શનકારો અનુષ્ઠાનના જે ચાર ભેદો પાડે છે તે પણ સંગત થાય છે, તેવું બતાવવા જણાવે છેશ્લોક :
प्रीतिभक्तिवचोऽसङगैरनुष्ठानं चतुर्विधम् ।
यत्परैोगिभिर्गीतं तदित्य युज्यतेऽखिलम् ॥४१॥ શબ્દાર્થ :
9/ર.રેકોfમ: - અન્ય યોગીઓ વડે રૂ. 47 - જે ૪, પ્રીતિમવિવોડકીઃ - પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગના ભેદથી /૬/૭. વતુર્વધર્મી મનુષ્ઠાનમ્ શતં - ચાર પ્રકારનું અનુષ્ઠાન કહેવાયું છે ૮/૨. તત્ વત્રમ - તે સર્વ ૧૦/99. રૂલ્ય યુપતે - આ રીતે ઘટે છે. શ્લોકાર્થ :
અન્ય દર્શનમાં રહેલા યોગીઓએ જે પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ એમ ચાર પ્રકારના અનુષ્ઠાનો કહ્યા છે તે સર્વ ભેદો પણ આ રીતે જ્ઞાન અને ક્રિયાનો સમુચ્ચયવાદ સ્વીકારવાથી જ ઘટે છે. ભાવાર્થ :
પતંજલિઋષિએ પ્રીતિઅનુષ્ઠાન, ભક્તિઅનુષ્ઠાન, વચનઅનુષ્ઠાન અને અસંગઅનુષ્ઠાન: આમ ક્રિયાના ચાર ભેદો પાડેલા છે. આ ભેદો માત્ર ક્રિયાથી કે માત્ર જ્ઞાનથી નથી પડતાં; પરંતુ જ્ઞાનસંવલિત ક્રિયાના આ ભેદો છે. જ્ઞાન જેમ જેમ સૂક્ષ્મ અને વિસ્તૃત બનવા સાથે વિશુદ્ધ બને છે તેમ તેમ ક્રિયાઓ પણ શુદ્ધ અને નિરતિચાર થતી જાય છે, માટે ક્રિયા સાથેનું જ્ઞાન જ મોક્ષનું કારણ બને છે. વિશેષાર્થ :
પાતંજલ યોગદર્શનના અનુયાયીઓએ સ-અનુષ્ઠાનના ચાર પ્રકાર બતાવ્યા છે : ૧. પ્રીતિ ૨. ભક્તિ ૩. વચન ૪. અસંગ. આ ચારે અનુષ્ઠાનો જૈનશાસનની માન્યતા મુજબ જ્ઞાન-ક્રિયાના સમુચ્ચયવાદને સ્વીકારવાથી જ ઘટી શકે છે. તેમાં : ૧. “આ જ ક્રિયા મારા આત્મહિતનું સાધન છે, તે જ મને સાચું સુખ આપશે” – અનુષ્ઠાનસંબંધી આવા
જ્ઞાનને કારણે અનુષ્ઠાન પ્રત્યે પરમ પ્રીતિ ઉપજે છે. આ પ્રીતિથી પોતાની સમજ અને શક્તિનો પૂર્ણ
ઉપયોગ કરી, બીજા સર્વ કાર્યો છોડીને પ્રયત્નના અતિશયથી થતું અનુષ્ઠાન, તે પ્રીતિ અનુષ્ઠાન છે. ૨. અનુષ્ઠાન કરવાથી કેવા પ્રકારના ગુણની પ્રાપ્તિ થશે, તેનો વિશેષ બોધ હોવાને કારણે બાહ્ય પ્રવૃત્તિથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org