________________
૨૨૦
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર પ્રીતિઅનુષ્ઠાન જેવું જ દેખાતું; પરંતુ તેના કરતાં વિશેષ બહુમાનવાળું અનુષ્ઠાન ભક્તિઅનુષ્ઠાન
કહેવાય છે. તેમાં વિશેષ સમજ અને પ્રયત્ન હોવાથી તે મોક્ષમાર્ગને વધુ અનુકૂળ હોય છે. ૩. શાસ્ત્રમાં જે અનુષ્ઠાન જે સમયે, જે વિધિથી અને જે ભાવ જાળવીને કરવાનું કહ્યું હોય, તે જ પ્રકારે
જે અનુષ્ઠાન કરવામાં આવે તેને વચનાનુષ્ઠાન કહેવાય છે. આ અનુષ્ઠાનવાળા સાધકોને શાસ્ત્રનું સવિશેષ જ્ઞાન હોય છે અને તેઓ ક્રિયા કરતાં તેનો પૂર્ણ ઉપયોગ કરી શકે છે, તેથી તેઓ વચનના
અનુસંધાનપૂર્વક સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરે છે. ૪. શાસ્ત્રના અત્યંત દઢ સંસ્કારના કારણે ક્રિયા કરતી વખતે શાસ્ત્રવચનના સ્મરણ વિના ચન્દન
ગંધન્યાયથી આત્માના સ્વભાવભૂત બનેલું અનુષ્ઠાન તે અસંગઅનુષ્ઠાન છે. આ અનુષ્ઠાનના કાળમાં શાસ્ત્રવચનનાનુસાર ક્રિયા કરવા માટે પ્રયત્ન કરવો પડતો નથી; પરંતુ પૂર્વે કરેલ વચનાનુસારી
સાધનાથી પ્રગટેલા પ્રબળ સંસ્કારોના કારણે સ્વાભાવિક જ તેવી પ્રવૃત્તિ થાય છે. આ ચાર પ્રકારના અનુષ્ઠાનમાં પ્રથમ બે અનુષ્ઠાન બાહ્ય દૃષ્ટિથી સરખા લાગે છે; પરંતુ સમજ અને શ્રદ્ધાના ભેદના કારણે બને અનુષ્ઠાનમાં ભેદ પડે છે. પ્રીતિઅનુષ્ઠાન કરતાં ભક્તિઅનુષ્ઠાનવાળાની આંતરિક ગુણોની સમજ અને શ્રદ્ધા વિશેષ પ્રકારની હોય છે, તેથી તેમની ક્રિયામાં પણ વિશેષતા આવે છે. બન્નેની રુચિનો આ ભેદ બન્નેના જ્ઞાનમાં રહેલી વિશેષતાને કારણે જ ઉત્પન્ન થાય છે. એ જ રીતે વચન અનુષ્ઠાન અને અસંગ અનુષ્ઠાનવાળાની બાહ્યક્રિયા સરખી દેખાવા છતાં એકમાં શાસ્ત્રની સૂક્ષ્મ સમજ છે અને તત્પ્રેરિત ક્રિયા છે અને બીજામાં શાસ્ત્રબોધથી પણ આગળ વધી અનુભવજ્ઞાન છે અને તત્પ્રેરિત ક્રિયા છે. આમ અનુભવજ્ઞાનના કારણે અસંગ અનુષ્ઠાન પૂર્વના અનુષ્ઠાન કરતાં વિશેષ બને છે. આ રીતે ચારે અનુષ્ઠાનોનું અવલોકન કરવામાં આવે તો સ્પષ્ટ સમજાય તેવું છે કે જ્ઞાનની શુદ્ધિ અને વૃદ્ધિના કારણે જ ક્રિયાઓમાં પણ સૂક્ષ્મતા અને સુંદરતા આવે છે, એટલે આ ક્રિયાના ભેદો માત્ર જ્ઞાનથી નથી કે માત્ર ક્રિયાથી પણ નથી; પરંતુ જ્ઞાન અને ક્રિયાના સમુચ્ચયથી થયેલા સદ્-અનુષ્ઠાનના ભેદ છે. -
સદ્અનુષ્ઠાનના આ પ્રકારો એ જ વાતનું સમર્થન કરે છે કે જ્ઞાન-ક્રિયાનો સ્યાદ્વાદ જ સર્વકર્મનો નાશ કરવા સમર્થ છે; પરંતુ માત્ર જ્ઞાનથી સર્વકર્મનો નાશ શક્ય નથી. ૪૧il.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org