________________
જ્ઞાનયોગીની અંતર્મુખતા ગાથા-૭
વિશેષાર્થ :
રતિ એટલે ગમો અથવા આનંદ. વિષયોમાં પ્રગટતી રતિ તે વિષયરતિ છે અને જ્ઞાનયોગમાં પ્રગટતી રતિ તે જ્ઞાનરતિ છે. વિષયરતિ વિષ જેવી છે, જ્યારે જ્ઞાનતિ અમૃત જેવી છે. જ્ઞાનાનંદી મુનિને વિષયરતિ કડવી ઝેર જેવી લાગે છે અને જ્ઞાનતિ સુમધુર સુધા જેવી લાગે છે, માટે પરાધીન અને ક્ષણિક સુખ આપનારા બાહ્ય ભાવોથી પર થઈ મુનિ સ્વાધીન એવો જ્ઞાનનો આનંદ કે જ્ઞાનનું સુખ માણે છે અને વિષ જેવી વિષયરતિથી વિમુખ રહે છે.
મધુર સુધાના સ્વાદને માણતો દેવ જેમ આનંદનો અનુભવ કરે છે; તેમ જ્ઞાનતિને અનુભવતો સાધક વિકાર વિનાના પરમ આનંદનો અનુભવ કરે છે, તેથી જ્ઞાનરતિને સુમધુર કહી છે. જો કે શબ્દાદિ વિષયોનો ભોગ મોહાધીન જીવોને મીઠો ને મધુરો લાગે છે; પરંતુ તે ભોગ ભોગવતાં ઇન્દ્રિયો ઉત્સુક બને છે, મન વ્યાકુળ બને છે, રાગાદિના વિકારો જન્મે છે, કષાયોની ચહલ-પહલ ચાલુ થાય છે, શરીરમાં શ્રમનો અનુભવ થાય છે, કુસંસ્કા૨ો દૃઢ થાય છે, પુનઃ પુનઃ ભોગની ઈચ્છા થયા કરે છે, કર્મનો બંધ થાય છે અને દુર્ગતિની પરંપરા સર્જાય છે. આમ સંક્લેશની હારમાળા સર્જાતી હોવાથી વિષયો વર્તમાનમાં પણ વાસ્તવિક સુખ આપી શકતા નથી અને તેને ભોગવવાથી ભવિષ્ય પણ બગડે છે. આથી ઉપરછલ્લી દૃષ્ટિએ મીઠું જણાતું આ વિષયોનું સુખ વાસ્તવમાં કડવું ઝેર' જેવું છે, જ્યારે જ્ઞાનમાં મગ્ન બનેલા મુનિ તો જ્ઞાન દ્વારા પરમ સુખ અને તૃપ્તિનો અનુભવ કરે છે. તેમના જ્ઞાન જન્ય સુખમાં ક્યાંય રાગાદિના વિકારોનો અવકાશ રહેતો નથી, શ્રમનો કોઈ સવાલ હોતો નથી, વ્યથા કે પીડાનો કોઈ પ્રશ્ન હોતો નથી માત્ર આનંદ, આનંદ અને આનંદ જ હોય છે. આ આનંદના કા૨ણે એમનું ચિત્ત ૫૨મ સ્વસ્થ હોય છે, આથી જ જ્ઞાનતિ ખરા અર્થમાં સુમધુર કહેવાય.
૧૯
વળી, સુમધુર એવી જ્ઞાનતિ અમૃત જેવી હોય છે. અમૃત જ્યારે શ૨ી૨માં પરિણામ પામે ત્યારે શ૨ી૨ના રોગો નાશ પામે છે, અકાળે વૃદ્ધત્વ આવતું નથી, શરીરમાં નવી જ ચેતનાનો સંચાર થાય છે, આથી જ લોકમાં કહેવાય કે અમૃત પીનાર અમર બની જાય છે, તેની જેમ મુનિ ભગવંત જેમ જેમ જ્ઞાનતિનો અનુભવ કરે છે તેમ તેમ તેમનો આત્મા શુદ્ધ-શુદ્ધતર થતો જાય છે, તેમનો આનંદ દિન-પ્રતિદિન વધતો જાય છે, તેમના પૂર્વસંચિત કર્મનો નાશ થાય છે અને નવાં કર્મોનું આગમન અટકી જાય છે. અનુક્રમે જ્ઞાનતિમાં મસ્ત મુનિ સર્વકર્મનો ક્ષય કરી, જ્યાં ક્યારેય મરવાનું નથી તેવા મોક્ષમાં પહોંચી જાય છે, આથી જ અમરણ અવસ્થાની પ્રાપ્તિ કરાવે તેવી જ્ઞાનતિને અમૃત સાથે સરખાવી છે.
વળી બીજી રીતે વિચારીએ તો જે જ્ઞાનતિના આનંદમાં મગ્ન હોય છે તેને શાશ્વત આત્માનું અનુભવાત્મક જ્ઞાન હોય છે અને તે આત્મિક ગુણોને માણવામાં મસ્ત હોય છે. ઉપરાંત તેને વિશ્વાસ હોય છે કે મારો આ
1. તુલના :
ભગવદ્ગીતા અધ્યાય. ૧૮, શ્લોક ૩૮ -
विषयेन्द्रियसंयोगाद्यत्तदग्रेऽमृतोपमम् । परिणामे विषमिव तत्सुखं राजसं स्मृतम् ।। ३८ ।।
ઇન્દ્રિયોનો વિષય સાથે સંપર્ક થતાં જે સુખ થાય છે, તે પ્રારંભમાં અમૃત જેવું હોય છે પણ પરિણામે તે સુખ વિષ જેવું બને છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org