________________
જ્ઞાનથી જ કર્મનાશ માનનારા વેદાન્તીઓનું નિરાકરણ તથા ક્રિયાયોગની સિદ્ધિ – ગાથા-૨૯
૧૯૯
અવતરણિકા :
હવે પુન: એક નવી રીત અપનાવી વેદાન્તી પોતાની માન્યતાને સંગત કરવા પ્રયત્ન કરે છે, અને ગ્રંથકારશ્રી તેનો ઉપહાસ કરી નિરાકરણ કરે છેશ્લોક :
अन्यादृष्टस्य तत्पातप्रतिबन्धकता यदि | नियमाणोऽपि जीव्येत, शिष्यादृष्टवशाद् गुरुः ॥२९॥
નોંધ: ‘તત્પતિપ્રતિવર્ધત નત' તથા 'તત્પાતતિવન્યતાન' એવા પણ પાઠ મળે છે. શબ્દાર્થ :
9, યતિ - જો ૨. ૩અન્યાહૂEW - અન્યના અદૃષ્ટની રૂ. તત્પતિપ્રતિવન્યવતી - તેના = જ્ઞાનીના શરીરના પાતમાં પ્રતિબન્ધકતા હોય ૪/૧/૬. (તવા) બ્રિયન: ગુરુ પિ - તો મરતા એવા ગુરુ પણ ૭. શિષ્યવૃEવશાત્ - શિષ્યના અદૃષ્ટના વશથી ૮, નીલૅત - જીવે (જીવવા જોઈએ). શ્લોકાર્થ | ભાવાર્થ :
અન્યનું શિષ્યનું અદષ્ટ જો જ્ઞાનીના દેહપાતમાં પ્રતિબંધક બનતું હોય તો મરતા એવા પણ જ્ઞાની ગુરુ શિષ્યના અદષ્ટને કારણે જીવવા જોઈએ. વિશેષાર્થ :
વેદાન્તીઓનું કહેવું છે કે, “જ્ઞાન દ્વારા સર્વ કર્મોનો ક્ષય થઈ ગયા પછી પણ જ્ઞાની જીવંત રહે છે, તેમાં તેમનું આયુષ્યકર્મ કારણભૂત બનતું નથી, પરંતુ શિષ્યનું બળવાન પુણ્ય કારણ બને છે. જે શિષ્યનું ભલું જ્ઞાની ગુરુથી થવાનું હોય છે તે શિષ્યના પુણ્યને કારણે જ્ઞાનીગુરુના આયુષ્ય કર્મનો નાશ થઈ ગયા પછી પણ જ્ઞાની ગુરુના શરીરનો નાશ થતો નથી. શિષ્યનું પુણ્ય જ્ઞાનીના શરીરના નાશને અટકાવી દે છે અને તેઓ તેનું કલ્યાણ કરે છે.'
આ બધી જુદી જુદી વાતો રજુ કરી એકાંતે જ્ઞાનનયને માનનારા આ નવીન વેદાન્તીઓને તો એ જ પૂરવાર કરવું છે કે, જ્ઞાનીને સંચિત અદૃષ્ટનો નાશ કરવા ક્રિયા કરવાની જરૂર નથી. તેમની આ માન્યતા અયોગ્ય છે, એવું સ્થાપન કરવા ગ્રંથકારશ્રી કુશળતાપૂર્વક તેમને કહે છે કે, જે ગુરુનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે તે ગુરુ, પણ જો શિષ્યના પુણ્યથી જીવંત રહેતા હોય તો મરણ પથારીમાં પડેલા ગુરુ પણ શિષ્યના પુણ્યથી બચી જવા જોઈએ; કેમકે જો ગુરુ જીવે તો જ શિષ્ય ઉપર ઉપકાર કરી શકે. તેથી આવો ઉપકાર પ્રાપ્ત કરવાનું પુણ્ય જો શિષ્યમાં હોય તો તે પુણ્યના બળે ગુરુ જીવવા જોઈએ. આવું થતું નથી તે જ બતાવે છે કે વેદાન્તીની આ માન્યતા પણ યોગ્ય નથી, ખોટી છે. ૨૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org