________________
૧૦૮
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર
છે કે, તપ-સંયમમાં એ પ્રકારે યત્ન કરવો જોઈએ કે જેથી કષાયો શાંત થાય, ઇન્દ્રિયોની ચંચળતા અટકે, બાહ્યભાવોમાં ચિત્ત આકર્ષાઈ ન જાય, સહનશીલતા વધે, ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત થાય અને ગુરુ તથા વેદમાં દઢ વિશ્વાસ પેદા થાય. આ રીતે મન-વચન-કાયાને સંયમિત બનાવી શિષ્ય ચિત્તની શુદ્ધિ કેળવે, ત્યારપછી જ વેદાન્તી ગુરુ તેને “આ સર્વ બ્રહ્મસ્વરૂપ જ છે” – એવો અદ્વૈત બ્રહ્મનો બોધ આપે છે.
સર્વમિદં ત્રા' - આ જગત આખું બ્રહ્મસ્વરૂપ જ છે,” આ વાસ્તવિક્તા હોવા છતાં, અનાદિકાળથી પ્રવર્તતી અવિદ્યાના કારણે, પ્રારંભમાં શિષ્યને આ વાત સમજાતી નથી. બ્રહ્મ અદ્વૈતવાદી માને છે કે, અવિદ્યા કે અજ્ઞાન બે પ્રકારનું હોય છે : મૂલાજ્ઞાન અને તલાજ્ઞાન. આત્માને પોતાના મૂળસ્વરૂપનું ભાન ન હોવું તે મૂલાજ્ઞાન (મૂળનું કે મૂળભૂત અજ્ઞાન)છે અને કોઈક સમાન ધર્મના કારણે શક્તિમાં (દરિયાકિનારે દેખાતા ચળકતાં છીપલામાં) રજતનો ભ્રમ થવો એટલે કે આ ચાંદી છે એવો ભ્રમ થવો તે તુલા જ્ઞાન છે. તેમાં જેવી વસ્તુ પ્રત્યક્ષ દેખાય કે કોઈ જ્ઞાન કરાવે તો તુલાજ્ઞાન (રૂ જેવું હલું, અજ્ઞાન) સરળતાથી નાશ પામી જાય છે. પરંતુ શરીર એ જ હું છું; એવો આત્મસ્વરૂપ સંબંધી ભ્રમ કે અજ્ઞાન એટલી સરળતાથી નાશ પામતું નથી. આ મૂલાજ્ઞાનનો નાશ કરવા તપ-સંયમ આદિ અનુષ્ઠાનો અત્યંત જરૂરી છે. આ અનુષ્ઠાનો કરતાં કરતાં જ્યારે અનાદિની વિષય વાસના નાશ પામે છે, ત્યારે જીવ આત્મા સંબંધી કાંઈક વિચારણા કરવા સક્ષમ બને છે. ત્યારપછી તેને જણાવવામાં આવે કે આ જગત આખું બ્રહ્મ સ્વરૂપ છે અને તે પણ શુદ્ધબ્રહ્મ છે, તો તે ક્રમશઃ શુદ્ધબ્રહ્મમાં લય પામે છે અને માયાથી ઉત્પન્ન થયેલું આ જગત તેના માટે વિલય પામી જાય છે, તેથી તેઓનું પણ માનવું છે કે, પરિપક્વ બોધવાળાને જ અદ્વૈત બ્રહ્મની વાતો કરવી જોઈએ.
બ્રહ્માદ્વૈતવાદીનો આ શ્લોક ગ્રંથકારની માન્યતાને અત્યંત પુષ્ટ કરે છે. ll૪૯ો. અવતરણિકા :
સાધકને શમ-દમ વગેરે ગુણોને પ્રગટ કરવાનો સાધનાનો માર્ગ બતાવ્યા વિના જ જેઓ શુદ્ધબ્રહ્મની વાતો કરે છે, તેઓ સાધકનું કેવું અહિત કરે છે, તે અંગે અન્ય દર્શનીઓએ કરેલી વાતને આ ગ્લેંક દ્વારા રજુ કરે છેશ્લોક :
अज्ञस्योर्धप्रबद्धस्य सर्वं ब्रह्मेति यो वदेत ।
महानरकजालेषु स तेन विनियोजितः ॥५०॥ શબ્દાર્થ :
9. હાઈપ્રવૃદ્ધી - અર્ધપ્રબુદ્ધ એવા ૨. યજ્ઞસ્ય - અજ્ઞને રૂ/૪. સર્વ વ્ર તિ - “આ બધું બ્રહ્મ છે' એ પ્રમાણે ૧/૬. યઃ વવેત્ - જે કહે છે. તેન - તેના વડે = તે (ઉપદેશક) વડે ૮. : - તે (શ્રોતા) 3.. મદનરવનાપુ - મહાનરકની જાળમાં ૧૦. વિનિયોનિત: - ફસાવાય છે. શ્લોકાર્થ :
બ્રહ્મના-આત્માના સ્વરૂપને હજુ જેણે પૂરેપૂરું જાણ્યું નથી તે અર્ધપ્રબુદ્ધ એવા અજ્ઞાનીને જે ઉપદેશક એમ કહે કે “આ સર્વ બ્રહ્મ છે” તે ઉપદેશક વડે તે અજ્ઞાની જીવ મહાનરકની જાળમાં ફસાવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org