________________
નિશ્ચયનો ઉપદેશ કોના માટે ? - ગાથા-૪૯
૧૦૭
શબ્દાર્થ :
9.માલી - યોગની પ્રારંભિક ભૂમિકામાં ૨. શિવં - શિષ્યને રૂ/૪. શમHપ્રાર્થ: : - શમ, દમ પ્રમુખ ગુણોથી ૬. પ્રવોથયેત્ -પ્રતિબોધ પમાડે (અને) ૬. પણIટૂ - પાછળથી (તેને) ૭/૮/૨. રૂટું સર્વ વ્રત - “આ બધું બ્રહ્મ છે' (અને) ૧૦/૧૧/૧૨. વં શુદ્ધ ત્તિ - “તું શુદ્ધ છે” એ પ્રકારનો 9રૂ. વધતુ - બોધ આપે. શ્લોકાર્થ :
યોગની પ્રારંભિક ભૂમિકામાં શિષ્યને શમ, દમ પ્રમુખ ગુણો વડે પ્રતિબોધે અને પછીથી તેને આ બધું બ્રહ્મ છે” અને “તું શુદ્ધ છે' એવો બોધ આપે. ભાવાર્થ :
વેદાન્તીઓનું પણ કહેવું છે કે, પ્રારંભિક કક્ષામાં તો સાધકને શમ, દમ, તિતિક્ષા આદિ ગુણોની પ્રાપ્તિ કરાવે તેવા અનુષ્ઠાનવિષયક ઉપદેશ આપવો જોઈએ, તેથી પ્રથમ તો શિષ્યને તપ, સંયમાદિ વિવિધ અનુષ્ઠાનોમાં જોડી તેના કષાયો શમે, ઇન્દ્રિયો જ્યાં-ત્યાં જતી અટકે, વિષયો તરફથી મન પાછું વળે તેમ કરવું જોઈએ. શમાદિ ગુણોની પ્રાપ્તિથી જ્યારે સાધકનું ચિત્ત નિર્મળ બને ત્યારે તેને તેની અનાદિની અવિદ્યા સર્વથા ટળે તેવો બોધ આપતાં જણાવવું કે આખું જગત બ્રહ્મ સ્વરૂપ છે અને તે પણ શુદ્ધબ્રહ્મ છે. આવું જણાવી તેને જાગૃત કરવો જોઈએ. વિશેષાર્થ :
એક બ્રહ્મ સિવાય આ જગતમાં બીજું કાંઈ નથી.' એકાંતે આવું માનનારા બ્રહ્માદ્વૈતવાદી પણ કહે છે કે, ધર્માભિમુખ બનેલા શ્રોતાને સૌ પ્રથમ તો કષાયોનું શમન થાય, ઇન્દ્રિયોનું દમન થાય, તે પ્રકારના અનુષ્ઠાનવિષયક ઉપદેશ આપવો જોઈએ. આથી જ વેદાન્તીઓના પ્રારંભિક ગ્રંથ વેદાન્તસારમાં જણાવ્યું છે કે, જે સાધક શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, સમાધાન અને શ્રદ્ધા: આ સમાદિષટકથી યુક્ત હોય તેને જ શુદ્ધબ્રહ્મવિષયક વેદાન્તનો અભ્યાસ કરાવવો.'
આ કથન ઉપરથી સ્પષ્ટ સમજાય એવું છે કે, બ્રહ્માદ્વૈતવાદી પણ મુમુક્ષુને સૌ પ્રથમ તો એવો ઉપદેશ આપે
1. अधिकारी तु विधिवदधीतवेदवेदाङ्गत्वेनापाततोऽधिगताखिलवेदार्थोऽस्मिन् जन्मनि जन्मान्तरे वा काम्यनिषिद्धवर्जनपुरस्सरं
नित्यनैमित्तिकप्रायश्चित्तोपासनानुष्ठानेन निर्गतनिखिलकल्मषतया नितान्तनि-र्मलस्वान्तः साधनचतुष्टयसम्पन्नः प्रमाता । xxx साधनानि नित्यानित्यवस्तु विवेकेहामुत्रार्थफलभोगविरागशमादिषट्कसम्पत्तिमुमुक्षुत्वानि । xxx शमादयस्तु शमदमोपरतितितिक्षासमाधानश्रद्धाख्याः । शमस्तावच्छ्रवणादिव्यतिरिक्तविषयेभ्यो मनसो निग्रहः । दमो बाह्येन्द्रियाणां तव्ययतिरिक्तविषयेभ्यो निवर्तनम् । निवर्तितानामेतेषां तद्व्यतिरिक्तविषयेभ्य उपरमणुपरतिरथवा विहितानां कर्मणां विधिना परित्यागः । तितिक्षा-शीतोष्णादिद्वन्द्वसहिष्णुता । निगृहीतस्य मनसः श्रवणादौ तदनुगुणविषये च समाधिः समाधानम् । गुरूपदिष्टवेदान्तवाक्येषु विश्वासः श्रद्धा । मुमुक्षुत्वं मोक्षेच्छा । एवंभूतः प्रमाता अधिकारी 'शान्तो दान्तः' इत्यादिश्रुतेः उक्तं च
'प्रशान्तिचित्ताय जितेन्द्रियाय च प्रहीणदोषाय यथोक्तकारिणे । गुणान्वितायानुगताय सर्वदा प्रदेयमेतत्सततं मुमुक्षव ।। इति विषयो जीवब्रह्मक्यं शुद्धचैतन्यं प्रमेयं तत्रेव वेदान्तानां तात्पर्यात् ।
- વેકાન્તસારે ||
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org