________________
૨૧૩
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર જ્ઞાન-ક્રિયાની એકરૂપતા
ગાથા-૪૦
અવતરણિકા :
શ્લોક ૩૬-૩૭ માં જણાવ્યું હતું કે, છબી અવસ્થામાં તો સર્વત્ર જ્ઞાન-ક્રિયાનો સમુચ્ચય છે પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ તે સમુચ્ચય હોય છે, તે જણાવી હવે છદ્મસ્થપણાની વિશેષ ભૂમિકામાં જ્ઞાન-ક્રિયાનો કેવો વિશિષ્ટ સમુચ્ચય હોય છે, તે જણાવે છેશ્લોક :
ज्ञानस्य परिपाकाद्धि, क्रियाऽसङ्गत्वमङ्गति ।
न तुं प्रयाति पार्थक्यं, चन्दनादिवे सौरभम् ||४० ॥ શબ્દાર્થ :
૧/૨. જ્ઞાની પરિપછાત્ દિ - જ્ઞાનના પરિપાકથી જ રૂ. ક્રિયા - ક્રિયા ૪. સાત્વમ્ કાતિ - અસંગપણાને પામે છે ૬. તુપરંતુ ૬/૭. વન્દ્રનાવિ સૌરમ - ચંદનથી જેમ ગંધ ટી૨/૧૦. પાર્થવયં પ્રથતિ ન - જુદાપણાને પામતી નથી = જુદી પડતી નથી (તેમ અસંગભાવને પામેલી ક્રિયા જ્ઞાનથી જુ પડતી નથી) શ્લોકાર્થ :
જ્ઞાનના પરિપાકથી જ ક્રિયા અસગપણાને પામે છે. ગંધ જેમ ચંદનથી છૂટી પડતી નથી તેમ આ અસંગભાવને પામેલી ક્રિયા જ્ઞાનથી પૃથક્તાને પામતી નથી અર્થાત્ જ્ઞાનથી જૂદી નથી રહેતી. ભાવાર્થ :
પૂર્વ ભૂમિકામાં શાસ્ત્રજ્ઞાન અને તપ-સંયમની ક્રિયા બન્ને જુદા જોવા મળે છે; પરંતુ જ્ઞાન જ્યારે પરિપક્વ બને છે એટલે કે રાગાદિના વિકલ્પો રહિત શુદ્ધ બને છે, ત્યારે ચંદનગંધન્યાયથી ક્રિયા પણ અસંગપણાને પામે છે. ચંદનથી જેમ સુગંધ જુદી જણાતી નથી પણ તેની સાથે એકરૂપ બની ગઈ હોય છે, તેમ આ ભૂમિકામાં જ્ઞાન અને અસંગભાવને પામેલી ક્રિયા એકસ્વરૂપવાળા બની જાય છે, તેથી જ્ઞાનથી ક્રિયા પ્રથસ્વરૂપે જોવા મળતી નથી.
વિશેષાર્થ :
અજ્ઞાનથી પ્રેરાયેલો જીવ આત્મા સિવાયના બાહ્ય પદાર્થોને આશ્રયીને અનેક વિકલ્પો કર્યા કરે છે. જીવની તે બાહ્ય પદાર્થો સંબંધી ઉત્સુક્તા સમ્યગુજ્ઞાન પ્રાપ્ત થતાં ધીરે ધીરે શાંત થતી જાય છે અને તેનામાં આત્મિક ભાવોની રુચિ પ્રગટે છે. જ્ઞાન દ્વારા આત્મિક આનંદની અનુભૂતિ કરતો સાધક ઉત્તરોત્તર એવી કક્ષાએ પહોંચે છે કે, જ્યારે તેના ચિત્તમાં આત્મા સિવાયના પદાર્થો સંબંધી કોઈ જ સંકલ્પ-વિકલ્પો ઊઠતા નથી, બાહ્ય પદાર્થો સાથે તેને મોહકૃત કોઈ સંબંધ જ રહેતો નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org