________________
જ્ઞાન-ક્રિયાની એકરૂપતા - ગાથા-૪૦
તે અવસ્થામાં પણ સાધક શરીર, કર્મ આદિથી સંકળાયેલો હોવાને કારણે તેને બાહ્ય પદાર્થોના સંપર્કમાં આવવું તો પડે છે, પરંતુ તે સંપર્કમાં આવતા પદાર્થને માત્ર જુવે છે, જાણે છે એટલે કે તે પદાર્થનો માત્ર જ્ઞાતાદ્રષ્ટા બની રહે છે, પરંતુ તે સંબંધી રાગાદિના કોઈ ભાવ કે વિકલ્પ તેને સ્પર્શતા નથી. રાગાદિના વિકલ્પ વગરનો આવો જ્ઞાનનો શુદ્ધ1 ઉપયોગ તે જ જ્ઞાનનો પરિપાક છે. સાધક અનેક ભૂમિકાઓમાંથી પસાર થાય ત્યારે આવો જ્ઞાનનો પરિપાક શક્ય બને છે.
અનાદિકાળથી સાધકના આત્મા ઉપર મિથ્યાત્વનું સામ્રાજ્ય પ્રવર્તતું હોય છે અને મિથ્યાત્વની હાજરીમાં આત્માનું અહિત થાય તે રીતે જ જ્ઞાન પ્રવર્તતું હોય છે. આ જ્ઞાનનો અશુભ ઉપયોગ કહેવાય છે અને તેનાથી પ્રેરાઈને જીવનું વીર્ય પણ કામ-ભોગાદિની પ્રવૃત્તિઓ કે હિંસા, જૂઠ, ચોરી આદિ અશુભ અને અહિતકર પ્રવૃત્તિઓમાં જ પ્રવર્તે છે, તેથી આ અવસ્થામાં જ્ઞાન અને વીર્ય બન્ને અશુદ્ધ જ હોય છે.
૨૧૭
મિથ્યાત્વ મંદ પડે અને સમ્યગ્દર્શન આદિ ગુણો પ્રગટે ત્યારે સાધક પોતાના આત્મહિતને જાણી શકે છે, તેથી તે આત્મહિતાર્થે તપ-સંયમ આદિના અનેક શુભ વિકલ્પો કરે છે. આવો શુભ વિકલ્પોવાળો જ્ઞાનનો ઉપયોગ શુભ ઉપયોગ કહેવાય છે. આ શુભ ઉપયોગથી પ્રેરિત જીવનું વીર્ય પણ શુભ બને છે. શુભ વીર્ય આત્મભાવને ઉલ્લસિત ક૨વાના લક્ષ્યથી શાસ્ત્રોક્ત તપ-સંયમ આદિની આચરણાઓમાં પ્રવર્તે છે. આમ આ ભૂમિકામાં શુભ જ્ઞાનોપયોગ યથાર્થ બોધસ્વરૂપે દેખાય છે તો શુભ વીર્યોપયોગ ઉચિત આચરણાઓ, સતક્રિયાઓરૂપે દેખાય છે.
શ્રુતજ્ઞાનના સહારે વારંવાર સદનુષ્ઠાન-ક્રિયાઓનું સેવન કરવાથી સાધક એક એવી કક્ષાએ પહોંચે છે કે, જ્યારે તેના માટે સક્રિયાઓ સહજ બની જાય છે, તેથી પૂર્વમાં આત્મહિત માટે જે તપ, સંયમ આદિમાં પ્રવર્તવાના શુભ વિકલ્પો કરવા પડતા હતા તેની પણ કોઈ આવશ્યકતા રહેતી નથી. પરિણામે સાધક શુભઅશુભ સર્વ પ્રકારના વિકલ્પના અભાવવાળી નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરે છે. રાગાદિના વિકલ્પ વિનાનો આ જ્ઞાનનો શુદ્ધઉપયોગ તે જ જ્ઞાનનો પરિપાક છે.
આ શુદ્ધઉપયોગરૂપ જ્ઞાનના પરિપાકથી આત્મવીર્ય પણ શુદ્ધ બને છે અને તેનાથી પ્રેરિત ક્રિયા અસંગભાવને પામે છે, એટલે કે પૂર્વે પ્રશસ્ત રાગાદિના કારણે ક્રિયા જે પ્રીતિ, ભક્તિ કે વચનઅનુષ્ઠાનરૂપ હતી, તે હવે અસંગઅનુષ્ઠાનરૂપ બને છે.
સઅનુષ્ઠાન જ્યાં સુધી પ્રીતિ, ભક્તિ, વચનઅનુષ્ઠાનરૂપ હોય છે, ત્યાં સુધી જ્ઞાનના શુભઉપયોગથી વીર્ય બાહ્ય શુભ આચરણાઓમાં પણ પ્રવર્તતું હોય છે. સદ્ અનુષ્ઠાન જ્યારે અસંગઅનુષ્ઠાનસ્વરૂપ બને છે, ત્યારે જ્ઞાનના શુદ્ધઉપયોગથી પ્રેરિત વીર્ય પણ આત્માના શુદ્ધ જ્ઞાનાદિ ગુણોમાં લીન બનવાના યત્નરૂપે જ પ્રવર્તે છે. તે પછી ક્રિયા બાહ્ય આચરણારૂપ નથી રહેતી; પરંતુ તે સૂક્ષ્મ કષાયોના ઉચ્છેદમાં અને આત્મભાવમાં લીન થવાના અંતરંગ યત્નરૂપે પ્રવર્તતી હોય છે.
પૂર્વમાં શ્રુતજ્ઞાનના બળથી જગતના ભાવોથી અલિપ્ત અને અસંગ બનવા ચારિત્રાચારની ક્રિયાઓ કરાતી
1. આત્મભાવને ઉલ્લસિત કરવામાં પ્રવૃત્ત જ્ઞાનના શુદ્ધ અને શુભ ઉપયોગ સંબંધી વિશેષ વાતો પૂર્વે બીજા અધિકારની ગાથા૧૬૯માં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org