________________
૧૧૦
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર
વાસ્તવમાં અધુરા જ્ઞાનવાળા શિષ્યમાં અનુભવજ્ઞાનની વાતોને પચાવવાની ક્ષમતા હોતી નથી. તેથી જો તેને “સર્વમવું ત્રદા' નો ઉપદેશ આપી એમ જણાવવામાં આવે કે, સર્વ પદાર્થ બ્રહ્મસ્વરૂપ છે, દરેક બ્રહ્મના જ અંશો છે, બ્રહ્મ સિવાય જગતમાં કાંઈ જ નથી. તો તે અપક્વ બુદ્ધિવાળો સાધક બિચારો ભ્રમમાં પડી જશે, મુંઝાઈ જશે. તેને થશે કે જો સર્વ બ્રહ્મસ્વરૂપ જ છે તો આ ખાવું અને આ ન ખાવું તેવો ભેદ શા માટે ? આ કર્તવ્ય અને આ અકર્તવ્ય એવું પણ શા માટે ? તેને તો એવું લાગશે કે જડની કોઈ પ્રવૃત્તિથી જો આત્માને કોઈ ફરક જ પડતો ન હોય તો આ વ્રતાદિનું પાલન પણ શા માટે ? આ પ્રકારની મુંઝવણને કારણે ચિત્તની શુદ્ધિ માટે અત્યંત ઉપયોગી બનનારા વ્રત-નિયમોને તે છોડી દેશે અને પોતાની ભૂમિકાને યોગ્ય ઔચિત્યનું પાલન કરી, પોતાના રાગાદિ ભાવોને નાશ કરવાનું કે કષાયોને શાંત કરવાનું કાર્ય પણ તે નહિ કરી શકે. ઉપરથી તે તો એવું માનશે કે, ચેતન અને જડ બધું જ બ્રહ્મસ્વરૂપ જ હોય તો દરેક સ્થળે, દરેક વિષયમાં, દરેક વસ્તુને સરખી જ માનવી જોઈએ. પછી તે મા હોય કે બહેન હોય, વિષ હોય કે અમૃત હોય, હિંસા હોય કે અહિંસા હોય, ભોગ હોય કે યોગ હોય. ક્યાંય હેય કે ઉપાદેયનો વિભાગ જ ન કરવો જે વખતે મનમાં જે પણ લાગણી જન્મે તેનો અમલ કરવો. આવા ભ્રમના કારણે તે પોતાને ક્યાં રાગાદિ થાય છે, તેનો વિચાર સુદ્ધાં નહિ કરે અને તેના નાશ માટેની પ્રવૃત્તિ પણ નહિ કરે. બલ્ક ‘સર્વમવું વા'ના નામે રાગાદિ ભાવોનું અને મિથ્યાત્વ આદિ દોષોનું પોષણ કરી તે પહેલાં તો મહાનકરની જાળમાં પડશે અને પરિણામે પોતાની ભવપરંપરા વધારશે.
વિવેકી ઉપદેશકે આદ્ય ભૂમિકામાં સાધકને શમ, દમ, તિતિક્ષા આદિ ગુણો પ્રાપ્ત કરાવે તેવાં તપાદિ અનુષ્ઠાનોનો જ ઉપદેશ આપવો જોઈએ. શિષ્ય જ્યારે આ અનુષ્ઠાનોનું સેવન કરી આંતરિક શુદ્ધિ પ્રાપ્ત કરીને પુરેપુરો પ્રબુદ્ધ બને તે પછી જ તેને શુદ્ધ બ્રહ્મ કે “સર્વમિદં બ્રહ્મ'નો ઉપદેશ આપવો. આમ કરવાથી જ તે તેના પરમાર્થ સુધી પહોંચી શકશે અને તેનું યથાર્થ યોજન કરી પોતાના શુદ્ધ બ્રહ્મ તત્ત્વને પ્રગટ પણ કરી શકશે. Ivoll. અવતરણિકા :
અજ્ઞજીવોને શુદ્ધ બ્રહ્મનો ઉપદેશ આપવો, તે તેમને નરકમાં ફસાવવા જેવું છે, તે જણાવ્યા પછી હવે શિષ્યને આવી નરકની જાળથી બચાવવા શું કરવું જોઈએ તે જણાવતાં ગ્રંથકારશ્રી કહે છેશ્લોક :
तेनादौ शोधयेच्चित्तं सद्विकल्पैतादिभिः ।
यत्कामादिविकाराणां, प्रतिसङ्ख्याननाश्यता ॥५१|| શબ્દાર્થ :
9. તેન - તે કારણથી ૨. માહી - યોગની પ્રારંભિક દશામાં રૂ. સદ્વિજત્વે: વ્રતમ: - સર્વિકલ્પોરૂપ વ્રતાદિ વડે ૪. વિત્ત - ચિત્તને છે. શોધયેત્ - શુદ્ધ કરવું જોઈએ . ય - કારણ કે ૭. શામવિવિવારni - કામાદિવિકારો ૮. પ્રતિસાનનાશ્યતા - પ્રતિસંખ્યાન = પ્રતિપક્ષબુદ્ધિ દ્વારા નાશ પામે તેવા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org