________________
૧૩
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર
કર્તુત્વભાવસ્વરૂપ અભિમાન પણ થતું નથી. તે તો માત્ર સર્વ બાહ્ય પદાર્થો કે પ્રવૃત્તિઓનો સાક્ષી (witness) બની રહે છે; પરંતુ તેમાં ક્યારેય રાગાદિ ભાવોથી ઓતપ્રોત (involve) થતો નથી. સાધકના બાહ્ય પદાર્થો પ્રત્યેના આવા વલણને જ્ઞાતા-દ્રષ્ટા ભાવ કહેવાય છે.
આ જ્ઞાતા-દ્રષ્ટા ભાવ તે જ સાધકની મોહના સંશ્લેષ વગરની પોતાના જ્ઞાન સાથેની એકતા કે જ્ઞાનમગ્નતા છે. આ જ ઉચ્ચતર કક્ષાનું અનુભવજ્ઞાન છે. જે મોક્ષનું અવધ્ય બીજ છે, તેથી તેને મુક્તિ પણ કહેવાય છે.
આ જ વાતને ગ્રંથકારશ્રી પોતાની આગવી શૈલીમાં જણાવતાં કહે છે કે, “દુર્દશત્મતા મુp:' આત્મા પોતે દ્રષ્ટા છે અને તેની જ્ઞાનશક્તિ એ દન્ = દૃષ્ટિ છે. દ્રષ્ટા એવા આત્માની શુદ્ધ જ્ઞાનની ધારાસ્વરૂપ દૃષ્ટિ સાથેની એકરૂપતા કે તન્મયતા તે જ મોક્ષ છે. આત્મા જ્યારે બાહ્ય પદાર્થો પ્રત્યેના પક્ષપાત વગર માત્ર તેનો જ્ઞાતા-દ્રષ્ટા બને છે, તેનું ચિત્ત સર્વ બાહ્ય ભાવો પ્રત્યે ઉદાસીન બને છે, ત્યારે તે મોહની વિકૃતિ વ પોતાના જ્ઞાનગુણમાં લીન બને છે, આ તેની જ્ઞાનગુણ સાથેની એકતા છે. આત્માની આવી પોતાનાથી અભિન્ન એવી જ્ઞાનશક્તિ સાથેની એકરૂપતા એટલે કે દ્રષ્ટાની રંગ (દષ્ટિ) સાથેની એકતા તે જ મોક્ષ છે.
આનાથી વિપરીત “દશ્કેરાન્ચ મવપ્રમ:' છે, એટલે કે દ્રષ્ટા એવો આત્મા જ્યારે બાહ્ય પદાર્થસ્વરૂપ દૃશ્ય પ્રત્યે પક્ષપાતવાળો બને, તેના પ્રત્યે તેને રતિ-અરતિના, રાગ-દ્વેષના, હેય-ઉપાદેયના કે અનુકૂળ-પ્રતિકૂળના ભાવો જાગે, ત્યારે દ્રષ્ટા અને દૃશ્ય એકમેક થઈ ગયા કહેવાય એટલે કે દ્રષ્ટા દૃશ્યમાં લીન બની ગયો કહેવાય. આત્માની આવી પોતાનાથી ભિન્ન એવા બાહ્ય ઇન્દ્રિય ગોચર પદાર્થો સાથેની એકતા તે જ ભવભ્રમ છે, કેમ કે સ્વને છોડીને પરમાં લીન બનવું અને વળી એને પોતાનું માનવું એ જ ભવભ્રમ છે. આ ભવભ્રમ જ દુઃખનું કારણ છે, તેથી દ્રષ્ટાની દૃશ્ય સાથેની એકાત્મતાને જ સંસાર કહેવાય છે. //પા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org