________________
સામ્યયોગ સંપન્ન યોગીનું ચિત્ત ? – ગાથા-૪
૨૪૧
શ્લોકાર્થ :
સમતારૂપી એક સિદ્ધ ઔષધિથી મૂર્શિત કરવામાં આવેલો મનરૂપી પારો જો અરતિરૂપી અગ્નિના યોગથી ઊડીને આમતેમ ન જાય અર્થાત્ વિવળ ન થાય તો મોક્ષની પ્રાપ્તિસ્વરૂપ કલ્યાણની સિદ્ધિ થવામાં કોઈ વિલમ્બ ન થાય. ભાવાર્થ :
પારાનો એવો સ્વભાવ છે કે તે અગ્નિના યોગમાં વધુ ઉછળે તે જ રીતે મનનો પણ એવો સ્વભાવ છે કે તે અરતિ વગેરે ભાવોની હાજરીમાં વધુ ચંચળ રહે છે, તેથી જો કોઈ ઔષધિથી પારાની ચંચળતાને નિયંત્રિત કરી દેવામાં આવે એટલે કે તેને મૂર્ણિત કરવામાં આવે તો તે ઉછળીને આમતેમ જતો નથી પણ સ્થિર રહે છે, તે સ્થિર થયેલા પારા દ્વારા કલ્યાણની = સુવર્ણની સિદ્ધિ શીધ્ર થાય છે. તેમ સમતારૂપી એક સિદ્ધ ઔષધિથી જો ચિત્તરૂપી પારાની ચંચળતાને નિયંત્રિત કરી દેવામાં આવે તો મોક્ષની પ્રાપ્તિરૂપ કલ્યાણની સિદ્ધિ શીધ્ર થાય છે. વિશેષાર્થ :
પારાની ભસ્મ એક ઔષધ તરીકે વપરાય છે, તથા સુવર્ણની સિદ્ધિ કરવા માટે પણ પારાની જરૂર પડે છે. આ બન્ને કાર્યો માટે પારાને ગરમ કરવો પડે છે; પરંતુ પારો અતિ ચંચળ હોય છે, તેથી અગ્નિનો સંપર્ક થતાં જ તે વાસણમાંથી ઉછળીને બહાર નીકળી જાય છે. જો પારાને ગરમ કરવા પૂર્વે કોઈ ઔષધિથી (રસાયણ = Chemical થી) મૂર્શિત કરી દેવામાં આવે એટલે કે તેની ચંચળતાનો નાશ કરવામાં આવે તો તે આમ-તેમ ઉછળતો નથી. ત્યાર પછી તે સ્થિર થયેલા પારાથી પારાની ભસ્મ પણ શીધ્ર બની શકે છે અને સુવર્ણની સિદ્ધિ પણ થઈ શકે છે.
પ્રારંભિક કક્ષામાં સાધકના ચિત્તની પરિસ્થિતિ પણ પારા જેવી જ હોય છે. થોડી પ્રતિકૂળતા પ્રાપ્ત થતાં કે અરતિ ઉત્પન્ન થાય તેવા સંયોગો ઊભા થતાં જ સાધકનું નાજુક મન સાધના માર્ગથી ચલ-વિચલ થઈ જાય છે, કષ્ટોથી કંટાળી જાય છે; પરંતુ જો સાધક પોતાના મનને સામ્યયોગરૂપ સિદ્ધ ઔષધિથી નિયંત્રણમાં લઈ લે અર્થાત્ જ્ઞાનયોગ અને ક્રિયાયોગના સહારે પ્રગટેલ સામ્યયોગ દ્વારા મનને નિયંત્રિત કરી લે તો અરતિ ઉત્પન્ન કરે તેવાં અનેકવિધ નિમિત્તો વચ્ચે પણ સાધક એકાગ્રચિત્તે મોક્ષમાર્ગની સાધના કરી શકે. કેમ કે,
જ્યારે મમતા મરે અને સમતા પ્રાપ્ત થાય ત્યારે સાધકને સર્વ પદાર્થો સમાન લાગે છે. સુખ કે દુ:ખ, શાતા 1. તુલના :
ભગવદ્ગીતાના અધ્યાય ૧૪ના શ્લોક ૨૪-૨૫માં જણાવ્યું છે કે, समदुःखसुखः स्वस्थः समलोष्टाश्मकाञ्चनः । तुल्यप्रियाप्रियो धीरस्तुल्यनिन्दात्मसंस्तुतिः।।२४।। मानापमानयोस्तुल्यस्तुल्यो मित्रारिपक्षयोः । सर्वारम्भपरित्यागी गुणातीतः स उच्यते ।।२५।। સુખ અને દુખમાં જે સમભાવવાળો છે, જે સ્વસ્થ છે, સુવર્ણ અને ઢેફામાં જે સમભાવવાળો છે, પ્રિય અને અપ્રિય જેને તુલ્ય લાગે છે, જે ધીર છે, પોતાની નિંદા અને સ્તુતિમાં સમભાવવાળો છે, માન-અપમાનમાં જે સમાનભાવ ધારણ કરે છે, શત્રુ કે મિત્રવર્ગ પ્રત્યે પણ જે તુલ્ય પરિણામવાળો છે અને જે સર્વ આરંભનો ત્યાગી છે, તે જ શ્રેષ્ઠ ગુણવાળો કહેવાય છે. આવા સાધકો જ આત્મિક આનંદ માણી શકે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org