________________
૨૪૨
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર
કે અશાતા જેવા દ્વન્દ્રાત્મક ભાવોમાં કોઈ ભેદ દેખાતો નથી, તેથી તેને કોઈ પણ પરિસ્થિતિનો સ્વીકાર કે અસ્વીકાર કરવાનો કોઈ વિકલ્પ પણ થતો નથી. સ્થિર નિર્વિકલ્પ ભાવમાં મસ્ત રહેતો આ સાધક સહજભાવે આત્મિકગુણોમાં રત રહે છે, તેની આત્મધ્યાનની મગ્નતાને કોઈ તોડી શકતું નથી.
આથી જ નિર્વિકલ્પ અવસ્થાની પ્રાપ્તિ પછી ટૂંક સમયમાં સાધક શ્રેણી માંડી, કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી, આયુષ્ય આદિ અઘાતી કર્મોનો નાશ કરી મોક્ષના મહાસુખને પ્રાપ્ત કરી શકે છે અને સાદિ અનંતકાળ સુધી તેમાં રમમાણ રહી શકે છે. જો અવતરણિકા :
સમતારૂપ સિદ્ધ ઔષધથી મનને સ્થિર કરવામાં આવે તો શું ફાયદો થાય છે, તે જણાવી હવે અંતરમાં સમતાનું સુખ પ્રગટતાં યોગીને શું થાય છે તે જણાવે છેશ્લોક :
अन्तर्निमग्नः समतासुखाब्धौ', बाह्ये सुखें नौ रतिर्मति योगी । अटत्येटव्यां के इवार्थलुब्धों, गृहें समुत्सर्पति कल्पवृः ||५||
શબ્દાર્થ :
9, સમતાસુસ્વાથ્થી - સમતારૂપી સુખના સમુદ્રમાં ૨. સન્તર્નિમન: - ઊંડે સુધી ડુબેલા રૂ. થોળ - યોગી અથવા 9. 17{ - (જેનું) હૃદય સમતાલુવાધ્ધ - સમતારૂપી સુખના સમુદ્રમાં ર/રૂ. નિમન: યો - ડુબેલું છે તેવા યોગી ૪/૫. વાદ્ય સુવે - બાહ્ય (પૌદ્ગલિક) સુખમાં ૬/૭/૮. રતિ” નો ઈત - રતિ પામતા નથી. ૨/૧૦. ફુવ Jદે જેમ ઘરમાં 99/98. છત્પવૃક્ષે સમુત્સર્પતિ - કલ્પવૃક્ષ ઊગે છતે ૧૩/૧૪. : મર્થ0: - કોણ અર્થલબ્ધ - ધનનો લોભી 9/૧૬. કટવ્યાં મત - જંગલમાં રખડે ? શ્લોકાર્થ :
જેનું હૃદય સમતારૂપી સુખમાં ડૂબેલું છે તેવા યોગીને બાહ્ય પોલિક સુખમાં આનંદ આવતો નથી. ખરેખર જ્યારે ઘરમાં જ કલ્પવૃક્ષ ઉત્પન્ન થયું હોય ત્યારે ધનનો લોભી કયો માણસ જંગલમાં રખડવા જાય? ભાવાર્થ :
સંસારી જીવોને સુખ સગવડતાનાં સાધનો મેળવવા સંપત્તિની જરૂર પડે છે. આ સાધનો જો કોઈપણ પ્રકારના શ્રમ વિના કલ્પવૃક્ષ પાસેથી મળી જતાં હોય તો કોણ મૂર્ખ પૈસા માટે પરિશ્રમ કરે ? તેની જેમ જે યોગીઓને સામ્યયોગ દ્વારા સહજ સુખ પ્રાપ્ત થઈ ગયું હોય તે યોગીઓને શ્રમસાધ્ય એવા પૌદ્ગલિક સુખો કઈ રીતે ગમે ? તેમાં તેમને કઈ રીતે રતિ થાય ? અર્થાત્ સમતા સુખમાં મગ્ન યોગીઓને બાહ્ય સુખમાં રતિ થતી જ નથી.
વિશેષાર્થ :
ધનલોભી માણસ આમ તો ધનપ્રાપ્તિ માટે દુનિયાભરમાં દોડાદોડી કરે છે; પરંતુ જો તેના ઘર-આંગણે જ ઇચ્છિત વસ્તુ આપનાર કલ્પવૃક્ષ ઊગી નીકળે તો તે ધન પાછળ પાગલ માનવી પણ જંગલમાં શું કામ
Jain Education International
For Personal
Private Use Only
www.jainelibrary.org