________________
૨૪૦
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર
ક્ષમાવાન, સહનશીલ અને સમતાધારી મહાત્માઓનું મન પણ ભૂખ-તરસ આદિ બાવીસ પરિષહો કે મરણાંત ઉપસર્ગો વચ્ચે પણ યોગમાર્ગથી સહેજ પણ વિચલિત થતું નથી. દુ:ખ, અરતિ, શોક, અકળામણ, વ્યથા, દિીનતા જેવા નબળા ભાવોને તેમના ચિત્તમાં કોઈ સ્થાન મળતું નથી. ઊલટું કર્મક્ષયના કારણ બનતા આ ઉપસર્ગો તેમના આત્મિક આનંદની અભિવૃદ્ધિ કરે છે. શારીરિક પીડા જેમ જેમ વધતી જાય છે, તેમ તેમ તેમની આત્મલીનતા અને આત્મરમણતા વધતી જાય છે. બાહ્યદૃષ્ટિથી લોકને એમ લાગે કે, મહાત્મા કેટલા કષ્ટમાં છે - તે કેટલા દુ:ખી હશે; પરંતુ બાહ્ય કષ્ટોથી ઘેરાયેલા હોવા છતાં પણ સામ્યયોગને વરેલા આ યોગીઓ આત્મિકઆનંદના મહાસાગરમાં મહાલતા હોય છે, તેમનો આનંદ, તેમની મસ્તી સ્થૂલષ્ટિવાળા માટે સમજવી પણ શક્ય નથી, તે માટે તો યોગની સૂક્ષ્મ દૃષ્ટિ કેળવીને આત્મા અને શરીરનો ભેદ જાણવો પડે. જેને આત્મા અને શરીરનો ભેદ સમજાય તેને જ ઉપસર્ગો અને પરિષહો વચ્ચે પણ યોગીનું સામ્યસુખ કેવું હોય તે સમજાય.
સામ્યયોગને વરેલા યોગીઓનું આત્મા અને દેહ વચ્ચેનું ભેદજ્ઞાન અત્યંત દૃઢ હોવાથી તેઓ શરીર પ્રત્યે પણ નિ:સ્પૃહ હોય છે, તેથી જ તેઓ પ્રતિકૂળતાઓનો સ્વીકાર કે અસ્વીકાર કશું જ કરતા નથી. તેઓ તો તે સમયે પણ પોતાના આત્મસ્વરૂપમાં સ્થિર રહી આત્માનંદને માણી શકે છે.
ભેદજ્ઞાનને વરેલા આવા અડગ અને અચલ મહાત્માઓની વીરકથાના પ્રસંગોથી શાસ્ત્રોનાં પાનાંઓને પાનાંઓ ભરેલાં છે. ગજસકમાલ મહામુનિના માથે ખેરના અંગારા ભરાયા હતા, છતાં શરીર પ્રત્યે નિર્મમ બનેલા તેઓ સમતાભાવમાં ઝીલી આત્મિક આનંદમાં મગ્ન હતા. ખંધક મુનિના ૫૦૦ શિષ્યો જીવતે જીવ ઘાણીમાં પીલાતા હતા, છતાં ધન્યાતિધન્ય તે મહાત્માઓ આત્મભાવમાં લીન હતા. સુકોમળ કાયા ધરાવનાર શાલિભદ્રજીની કાયા ઉષ્ણ પરિષહ સહન કરતાં પીગળી રહી હતી, છતાં તેમની શુદ્ધ સ્વરૂપની રમણતા તો ઘોર તાપમાં પણ પત્થરની જેમ લેશ પણ પીગળી નહોતી. સમતાના કારણે અનેક વિઘ્નો આવવા છતાં પણ લેશમાત્ર ચલિત થયા વિના મોક્ષે પહોંચી જનારા આ મહાત્માઓના ક્ષમા, સહનશીલતા આદિ ગુણો સામ્યયોગની સિદ્ધિનું જ ઉન્નત પરિણામ હતું. [૩] અવતરણિકા :
વિશિષ્ટ સામ્યભાવવાળા મુનિ કેવા હોય છે, તે જણાવીને હવે તેમને સમતાનું કેવું ઉત્તમ ફળ મળે છે તે જણાવે છેશ્લોક :
इतस्ततौं नारतिवह्रियोगा दुड्डीय गच्छेद्यदि चित्तसूतः ।
साम्यैकसिद्धौषधमूर्छितः सन् कल्याणसिद्धैर्न तदा विलम्बः ||४|| શબ્દાર્થ :
૧/૨. સારૈકસિદ્ધૌષધમૂર્ણિત: સન્ - સમતારૂપી એક સિદ્ધ ઔષધિથી મૂછિત કરવામાં આવેલો રૂ. વિત્તભૂત: - ચિત્તરૂપી પારો ૪. ઃિ - જો છે. અરતિયોતિ - અરતિરૂપી અગ્નિના યોગથી ૬. ઉડ્ડય - ઊડીને ૭. ફતસ્તત: - આમથી તેમ અહીં તહીં ૮/૨. ન છેતુ - ન જાય ૧૦. તવા - તો 99. ઇન્યસિદ્ધ - કલ્યાણની-સુવર્ણની સિદ્ધિનો ૧૨/૧રૂ. વિન્ધ: ન - વિલમ્બ ન થાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org