________________
સામ્યયોગ સંપન્ન યોગીનું ચિત્ત ? – ગાથા-૩
૨૩૯
સામ્યયોગ સંપન્ન યોગીનું ચિત્ત
ગાથા-૩-૪-૫
અવતરણિકા :
સામ્યભાવ કઈ રીતે પ્રાપ્ત થાય તે જણાવી હવે સામ્યભાવવાળા મુનિ કેવા હોય તે જણાવે છેશ્લોક :
परीषहैप्टी प्रबलोपसर्गयोगाञ्चलेत्येव ने साम्ययुक्तः ।
स्थैर्याद्विपर्यासमुपैति जात, क्षमा न शैलै च सिन्धुनाथैः ||३|| શબ્દાર્થ :
9. (યથા) ક્ષમા - (જેમ) પૃથ્વી ૨/૩/૪. શેત્રે સિન્ધનાર્થ: - પર્વતો વડે કે સમુદ્રો વડે ૬. નાતુ - ક્યારેય પણ ૬/૭. થર્થાત્ વિપસન્ - સ્થિરતાથી વિપર્યાસને - અસ્થિરતાને ૮/૨. ન પૈતિ - પામતી નથી. ૧૦. (તથા) સાગયુવત: . (તમ) સામ્યયોગવાળા (યોગી) 99, પરીષદ - પરિષહોથી કે ૧૨. પ્રવટોપયોતિ - પ્રબળ ઉપસર્ગોના યોગથી ૧૩/૧૪/૧૬. નૈવ વત - ચલાયમાન થતો જ નથી. શ્લોકાર્થ :
પૃથ્વી જેમ પર્વતો કે સમુદ્રો વડે ક્યારેય પણ અસ્થિર બનતી નથી તેમ સામ્યયોગ-વાળા યોગી પ્રબળ પરીષહો કે ઉપસર્ગોના યોગથી ક્યારેય પણ ચલાયમાન થતા નથી. ભાવાર્થ : ' '
પર્વતોના ભારથી કે સમુદ્રોના તોફાનથી જેમ પૃથ્વી ક્યારેય ચલ-વિચલ થતી નથી, તેમ સમતાગુણથી યુક્ત યોગી ગમે તેવા પરિષહો કે મરણાંત ઉપસર્ગો પ્રાપ્ત થવા છતાં પણ યોગમાર્ગથી જરાપણ ચલ-વિચલ થતાં નથી. પરિષહ અને ઉપસર્ગોથી તેમની કાયામાં વિક્રિયા થાય તેવું જરૂર બની શકે, પરંતુ તેમના મનમાં અરતિ આદિથી પ્રગટતી કોઈ ચલ-વિચલતાને સ્થાન મળતું નથી, આથી ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં પણ તેઓ આત્મભાવમાં લીન બની આત્મરમણતાની અનુભૂતિ કરતા હોય છે. વિશેષાર્થ :
આત્મહિતકર પ્રવૃત્તિમાં અત્યંત જાગૃત રહેનારા અને આત્મહિત સિવાયની તમામ પ્રવૃત્તિઓ પ્રત્યે ઉપેક્ષા સેવનારા સાધકો જ્યારે ચિદાનંદમય આત્માના ઉપયોગમાં લીન બને છે, ત્યારે તેમનામાં વિશિષ્ટ પ્રકારની સમતાનો આવિર્ભાવ થાય છે. આ સમતાનો આવિર્ભાવ થતાં સાધક અપૂર્વ અને અદ્વિતીય એવા આત્મિક આનંદને માણવામાં મસ્ત બની જાય છે. આત્મિક આનંદ માણવામાં લીન બનેલા તે યોગીઓના મનને પરિષહો કે ઉપસર્ગો સ્પર્શી પણ શકતા નથી તો તેમને તેમની લીનતાથી ડગાવી તો શી રીતે શકે ? પૃથ્વી જેમ વિશાળ પર્વતોના ભારથી કે મહાકાય સમુદ્રના ખળભળાટથી ક્યારેય ડગતી નથી, તેમ
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org