________________
૫૬
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર
ચોથી ઉજાગર દશા છે. તેમાં જ નિર્ટન્દ્ર બ્રહ્મનું દર્શન કરાવે તેવો નિર્દન્દ્ર અનુભવ પ્રગટે છે. આ દશા અત્યંત સ્પષ્ટ જાગૃતિવાળી દશા છે. તેમાં સ્વપ્નકાળમાં જોયેલા દશ્યો કે કાલ્પનિક દૃશ્યો જેવા વિકલ્પો હોતા નથી, તેથી મોહ કે અજ્ઞાનના કારણે થતી કલ્પનાઓની અહીં પૂર્ણ વિશ્રાન્તિ હોય છે. અહીં જ સર્વ પ્રકારના વિકલ્પોથી રહિત કેવળજ્ઞાન પ્રગટે છે, તે જ વાસ્તવિક નિર્ધ્વન્દ્ર જ્ઞાન છે, કેમ કે આત્માનું સ્પષ્ટ દર્શન થતાં અહીં દિદક્ષાસ્વરૂપ વિકલ્પ પણ શમી જાય છે. આવા નિર્વન્દજ્ઞાનથી જ નિર્લેન્દ્ર એવું પરબ્રહ્મનું-આત્માનું સ્વરૂપ દેખાય છે.
આ ચાર દશામાં, પહેલી દશા - પહેલા, બીજા અને ત્રીજા ગુણસ્થાનકે હોય છે. બીજી દશા - સમ્યગુદૃષ્ટિ, દેશવિરતિ અને પ્રમત્તસંયતને હોય છે તો ત્રીજી દશા - સર્વવિરતિધરથી છેક બારમા ગુણસ્થાનકના અંત સુધી વર્તે છે. બારમા ગુણસ્થાનકે મોહનો તો સંપૂર્ણ નાશ થઈ જાય છે; પરંતુ ત્યાં જ્ઞાનાવરણીયાદિ કર્મો વિદ્યમાન હોવાથી શુદ્ધ આત્માનું દર્શન થઈ શકતું નથી. જેના કારણે આત્મદર્શનની ઇચ્છારૂપ દિક્ષા હજી પ્રવર્તે છે, આથી જ ત્યાં પ્રગટતું પ્રાતિજજ્ઞાન એ નિર્લૅન્દ્ર અનુભવ સ્વરૂપ નથી; પરંતુ નિર્દન્દ્ર અનુભવ તરફ જવા માટેની દિશા બતાવનાર અનુભવ સ્વરૂપ છે. જ્યારે નિર્લેન્ડ અનુભવ તો કેવળજ્ઞાનસ્વરૂપ છે. જે તેરમે ગુણસ્થાનકે પ્રગટે છે. તેથી ચોથી ઉજાગર દશા તેરમા અને ચૌદમા ગુણસ્થાનકમાં વર્તે છે.
તેરમાં ગુણસ્થાનકે નિર્ધન્દ્ર અનુભવની પ્રાપ્તિ પૂર્વે અન્ય કોઈ અનુભવો હોતા જ નથી એવું નથી. તે પૂર્વે પણ છઠ્ઠાથી બારમા ગુણસ્થાનક સુધી અનેક પ્રકારના અનુભવ (જ્ઞાનયોગ) વિદ્યમાન હોય છે. જેમ કે, શ્લોક-૨૨ માં વર્ણવાયેલ અનુભવ જીભરૂપ જ્ઞાનયોગ કે જેના આધારે વિરલાઓ શાસ્ત્રરૂપી ખીરનો રસાસ્વાદ માણે છે, તે તત્ત્વસંવેદનાત્મક જ્ઞાનસ્વરૂપ જ્ઞાનયોગ છઠ્ઠા ગુણસ્થાનવર્તી સુસંયમી મુનિઓમાં પણ હોઈ શકે છે. આ જ્ઞાનયોગ સવિકલ્પસમાધિરૂપ છે. અપ્રમત્ત અવસ્થામાં જ્યારે સાધકનાં સર્વ વિકલ્પો શાંત થઈ જાય છે. ત્યારે નિર્વિકલ્પ ઉપયોગરૂપ જ્ઞાનયોગની પ્રાપ્તિ થાય છે. આ જ્ઞાનયોગ-નિર્વિકલ્પસમાધિરૂપ છે. ત્યારબાદ ક્ષપકશ્રેણીમાં ઉત્કૃષ્ટ જ્ઞાનયોગસ્વરૂપ પ્રાતિજજ્ઞાન પ્રગટે છે. તે નિર્ટન્દ્ર અનુભવનું સાક્ષાત્ કારણ બને છે. આ દરેક જ્ઞાનયોગમાં ઉત્તરોત્તર વૃદ્ધિ પામે તેવો આત્માનો આંશિક અનુભવ તો થાય જ છે; પરંતુ આત્માનું સ્પષ્ટ દર્શન તો નિર્ટ્સ અનુભવરૂપ કેવળજ્ઞાનથી જ થાય છે. ર૪ો.
2. ચાર છે ચેતનાની દશા અવિતથા બહુશયન - શયન – જાગરણ – ચોથી તથા; મિચ્છ-અવિરત-સુયત-તેરમેં તેહની, આદિ ગુણઠાણે નયચક્ર માંહે મણી.. ૨-૧૭
- ગ્રંથકારશ્રી કૃત સાડા ત્રણસો ગાથાનું સ્તવન // બહુશયન તે પ્રથમ – બીજું ત્રીજું (ગુણઠાણ) કહે જ્યો, શયન તે ચોથું-પાંચમું-છઠું કહેજ્યો. જાગરણ તે સાતમું-આઠમું-નવમું-દશમું-અગ્યારમું-બારમું કહેજ્યો. બહુજાગરણ તે તેરમું-ચૌદમું કહેજ્યો. એ રીતે અમે સૂઝયો તેહવો અર્થ લિખ્યો. વલી બહુશ્રુતે નયચક્ર ગ્રંથ જોઈ યથાર્થ જાણવો.
- શ્રી પદ્મવિજયકૃત બાલાવબોધ ||.
+
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org