________________
પપ
અનુભવદશાનું સ્વરૂપ - ગાથા-૨૪ આત્માનો અનુભવ કરી શકતો નથી.
ચાર દશામાં પહેલી સુષુપ્તિદશા છે. આ દશા ગાઢ મિથ્યાત્વના ઉદયવાળી દશા છે. ગાઢ નિદ્રાવાળી અવસ્થામાં જેમ ચિત્તમાં કોઈ વિકલ્પો હોતા નથી, તેમ ગાઢ મિથ્યાત્વના ઉદયવાળી આ અવસ્થામાં પણ તત્ત્વઅતત્ત્વને જાણવા માટેના કે અતત્ત્વભૂત પુદ્ગલના સંગથી છૂટીને તત્ત્વભૂત આત્માના સ્વરૂપને પામવા માટેના કોઈ વિકલ્પો ઊઠતા નથી. તેથી જ આ અવસ્થા ઘોર નિદ્રારૂપ છે. આ દિશામાં મોહાધીનતાને કારણે જીવ; હું કોણ છું ? ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનું છે ? મારો સ્વભાવ-સ્વરૂપ શું છે ? મારો વિભાવ-વિરૂપ શું છે ? વિરૂપ-મુક્તિનાં અને સ્વરૂપ-પ્રાપ્તિનાં કારણો કયાં છે ? મારે માટે કર્તવ્ય-અકર્તવ્ય શું છે ? મને સુખ શેનાથી મળશે ? હું આજે કયા કારણે દુ:ખી છું? વગેરે પોતાના સ્વરૂપ કે વિરૂપ સંબંધી કોઈ વિચારણા કરી શકતો નથી. સુષુપ્તિદશામાં મોહની અત્યંત પરાધીનતા હોય છે; જ્યારે અનુભવદશા મોહથી તદ્દન મુક્ત દશા છે, તેથી સુષુપ્તિ એ અનુભવદશા નથી.
બીજી સ્વપ્નદશા છે. આ દિશામાં ગાઢ નિદ્રા હોતી નથી પણ અલ્પ નિદ્રા જરૂર હોય છે, તેથી તેમાં સુંદરઅસુંદર, સુખદ-દુ:ખદ વગેરે અનેક પ્રકારના સ્વપ્નો આવી શકે છે. જેમ જાગતો માણસ જાણતો હોય છે કે, પોતે સ્વપ્નમાં જે જૂવે છે તે વાસ્તવિક નથી છતાં નિદ્રાને કારણે તે સ્વપ્નનાં દશ્યો જોઈ સુખ-દુ:ખ અનુભવે છે, તેમ આધ્યાત્મિક સ્વપ્નદશામાં વર્તતા સમ્યગુદૃષ્ટિ આદિ જીવો પણ સ્પષ્ટપણે જાણતા હોય છે કે પૌદ્ગલિક પદાર્થોના સંગમાં કોઈ સુખ નથી, તોપણ ચારિત્રમોહનીયકર્મનો ઉદય હોવાથી તેમના મનમાં પૌદ્ગલિક સંયોગો સંબંધી અનેક વિકલ્પો ચાલ્યા કરે છે.
ત્રીજી જાગૃતદશા છે. આ દશા નિદ્રાના અભાવવાળી દશા છે. અહીં સાધક પૂર્ણ જાગૃત હોય છે, તેથી જ સંસારની અસારતા સમજી તે સંસારના ઉચ્છેદ માટે અત્યંત પ્રયત્નશીલ હોય છે, તોપણ જેમ ઊંઘમાંથી ઉઠ્યા પછી પણ સ્વપ્ન સંબંધી વિકલ્પો ક્યારેક સંભવે છે, તેમ પૂર્વ સંસ્કારોને કારણે આ દિશામાં પણ કોઈને કોઈ વિકલ્પો ઊડ્યા કરે છે.
સુષુપ્તદશા કરતાં આ બન્ને દશામાં વિચારકતા ખીલેલી હોય છે, તેથી આ બન્ને દશાઓ આત્મકલ્યાણને અનુકૂળ વિકલ્પોવાળી દશાઓ છે. આમ છતાં આ બન્ને દશા અનુભવદશાસ્વરૂપ નથી; કેમ કે આ બન્ને દશામાં આત્માના સ્વરૂપને જાણવા માટેના કે સંસારનો ઉચ્છેદ કરી તેને પ્રગટ કરવા માટેના વિકલ્પો પ્રવર્તે છે, જેને કલ્પનાશિલ્પ' કહેવાય છે. જ્યાં સુધી આ કલ્પનાશિલ્પની વિશ્રાન્તિ થતી નથી અર્થાત્ તેનો અંત થતો નથી ત્યાં સુધી અનુભવદશા આવતી નથી. જો કે ધ્યાનમગ્ન અપ્રમત્ત મુનિમાં સ્પષ્ટપણે કોઈ વિકલ્પો જણાતાં નથી, તેથી ઉપલક દૃષ્ટિએ એવું લાગે કે, અહીં કલ્પનાશિલ્પનો અંત આવી ગયો છે; પરંતુ આ અવસ્થામાં પણ નિર્ટન્દ્ર બ્રહ્મનું દર્શન કરવાની પ્રબળ ઇચ્છા પ્રવર્તતી હોવાથી તત્સંબંધી પ્રશસ્ત અને અતિ સૂક્ષ્મ વિકલ્પો તો પ્રવર્તે જ છે.
1. વિન્ધત્વનાશિવં પ્રાયોગવિદ્યાવિનિર્મિતમ્ | टीका - 'विकल्पाः' शब्दविकल्पा अर्थविकल्पाश्च तेषां कल्पनारूपं शिल्पं, प्रायो बाहुल्येन, अविद्याविनिर्मितं'ज्ञानावरणीयादिकर्मसंपर्कजनितम् ।
- ત્રિશિદ્ધત્રિશિયાન્, ર૩/૬ /
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org