________________
અનુભવજ્ઞાનનું સામર્થ્ય - ગાથા-૨૫
અનુભવજ્ઞાનનું સામર્થ્ય
ગાથા-૨૫
અવતરણિકા :
‘લિપિમયી દૃષ્ટિવાળા શાસ્ત્રથી ૫૨માત્માનું દર્શન થતું નથી, તે માટે તો નિર્હન્દુ અનુભવ જ ઉપયોગી નીવડે છે', આવું પૂર્વ શ્લોકનું કથન સાંભળી કોઈને શંકા થાય કે, ‘તો શાસ્ત્રનું જ્ઞાન વ્યર્થ થશે', તેના સમાધાનરૂપે શાસ્ત્ર ભલે આત્મદર્શનનું કે મુક્તિનું સાક્ષાત્ કારણ ન બને તોપણ તે અનેક અનુભવો દ્વારા આત્મદર્શનનું પ્રયોજક જરૂર બને છે તે બતાવતાં ગ્રંથકારશ્રી જણાવે છે
શ્લોક :
अधिगत्याखिलं' शब्दब्रह्म शास्त्रदृशा मुनिः ।
॥२५॥
स्वसंवेद्यं' परं ब्रह्मानुभवैरेधिगच्छति
નોંધ : અહીં શાસ્રદશો એવો પણ મુદ્રિત પ્રતમાં પાઠ છે.
Jain Education International
૫૭
શબ્દાર્થ :
૧. મુનિઃ - મુનિ ૨. શાસ્ત્રěશા - શાસ્ત્રદૃષ્ટિથી રૂ/૪. ટ્વિ ં શવ્રહ્મ - સમગ્ર શબ્દબ્રહ્મને હું. ધિપત્ય - જાણીને ૬. સ્વસંવેદ્યું સ્વસંવેદ્ય એવા ૭/૮. પરં બ્રહ્મ - પરબ્રહ્મને શ્. અનુવે: - ‘અનુભવો’ દ્વારા ૧૦. અધિપઘ્ધતિ - પામે છે.
શ્લોકાર્થ :
મુનિ શાસ્ત્રદૃષ્ટિથી સમસ્ત શબ્દબ્રહ્મને જાણીને અનેક અનુભવો દ્વારા સ્વસંવેદ્ય એવા પરબ્રહ્મને જાણે છે. ભાવાર્થ :
આત્મકલ્યાણનો અર્થ મુનિ શુદ્ધ આત્મતત્ત્વને પ્રગટ કરવાના લક્ષ્યપૂર્વક, શાસ્ત્રમાં જણાવેલી વિધિ અનુસાર, સર્વ શાસ્ત્રોનો અર્થાત્ બ્રહ્મસ્વરૂપની દ્યોતક દ્વાદશાંગીનો અભ્યાસ કરે છે એટલે કે સર્વ શબ્દબ્રહ્મને જાણે છે અને તેના સૂક્ષ્મ ભાવો સુધી પહોંચવા યત્ન કરે છે. આવા શાસ્ત્રાભ્યાસથી મુનિમાં અનુભવ જ્ઞાન પ્રગટે છે. જે ઉત્તરોત્તર અનેક વિશુદ્ધ અનુભવો પ્રગટાવી સામર્થ્યયોગ પ્રગટાવે છે અને તેના દ્વા૨ા જ્યારે કષાયોનો સંપૂર્ણ નાશ થાય ત્યારે નિર્ધદ્ઘ અનુભવરૂપ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જેનાથી સાધક સ્વસંવેદ્ય એવા પરબ્રહ્મને પામે છે, આમ શાસ્ત્ર અધ્યયન વ્યર્થ નથી, તે જ પરંપરાએ પરબ્રહ્મનો અનુભવ કરાવે છે. વિશેષાર્થ :
સાધકનું લક્ષ્ય શુદ્ધ આત્મસ્વરૂપને પામવાનું છે, આત્માની આ શુદ્ધ દશા જ પરબ્રહ્મસ્વરૂપ છે. આ પરબ્રહ્મ અતીન્દ્રિય હોવાથી શાસ્ત્ર અને યુક્તિથી જોઈ કે જાણી શકાતું નથી તે તો એક માત્ર નિર્દેન્દુ અનુભવ દ્વારા જ જોઈ અને જાણી શકાય છે. તેથી પહેલી નજરે તો એમ જ લાગે કે ‘જો શાસ્ત્રના અભ્યાસથી પરબ્રહ્મને
For Personal & Private Use Only
www.jainelibrary.org