________________
આધ્યાત્મિક વિકાસ માટે ક્રિયાયોગની આવશ્યકતા - ગાથા-૧૭
૧૮૧ સ&િયાઓ કરવામાં આવે તો કર્મના ઉદયથી કે સંયોગના કારણે પાપપ્રવૃત્તિ કરવી પડે તોપણ તેમાં રસ કે રુચિ ભળતા નથી અને માટે તીવ્ર કર્મબંધ પણ થતો નથી. ૩. અતિચારોની આલોચના :
પાપની જુગુપ્સા તે જ કરી શકે જે પાપની આલોચના કરે છે. પાપની આલોચના એટલે પાપની વિચારણા. વ્રત-નિયમોનો સ્વીકાર કર્યા પછી તેમાં ક્યાં ક્યાં અતિચાર લાગ્યા ? કયા કારણે આ દોષોનું સેવન થયું ? પાપનું આસેવન કરતાં મારા ભાવો કેવા હતા ? અનાભોગથી પાપ થયું કે ઉપેક્ષાવૃત્તિથી થયું ? વ્રતભંગના ઇરાદાપૂર્વક ક્રૂર ભાવથી પાપ થયું કે કંપતા હૈયે પાપ કરવું પડ્યું ? આ રીતે આત્માનું નિરીક્ષણ કરવા દ્વારા પાપની આલોચના થાય છે અને સારી રીતે પાપની આલોચના કરવાથી જ સાચા અર્થમાં નિંદા, ગર્તા કરવા દ્વારા તે પાપને અને પાપ કરાવનાર દોષને નિર્મળ કરવાનો યત્ન થઈ શકે છે, તેથી ક્રિયાના દોષોને દૂર કરી તેના ભાવ સુધી પહોંચવા અતિચારોની આલોચના કરવી અતિ જરૂરી છે.
પાપ કે દોષની આલોચના પણ ભવાંતરમાં પ્રાપ્ત થનારા પાપના ફળરૂપ નરકાદિ દુ:ખોથી માત્ર બચવા નથી કરવાની પણ વ્રતોની મલિનતાને દૂર કરી ઉત્તરોત્તર શુભભાવની વૃદ્ધિ આદિ અર્થે કરવાની છે. ૪. જિનેશ્વરની ભક્તિ :
દોષોની આલોચના પણ તો જ શક્ય બને કે જો જિનેશ્વર પરમાત્માની અને તેમના વચનોની ભક્તિ હૈયામાં વસી હોય. તે વિના તો દોષોને ઓળખવા પણ કઠિન છે. પરમ સુખના સાધનભૂત એવી સક્રિયાઓને દર્શાવનાર તીર્થંકર પરમાત્મા પ્રત્યે અત્યંત આદર અને આદરના કારણે સર્વસ્વનું સમર્પણ કરવાની ભાવના તે જિનેશ્વરની ભક્તિ છે. પ્રભુ પ્રત્યેની આવી ભક્તિના કારણે સાધકના હૈયામાં સદા એવો ભાવ રમતો હોય કે આ ભયંકર સંસારમાં મારા આત્મહિતની ચિંતા કરનાર, કર્મ અને કષાયથી મુક્ત થવાનો રળ અને સચોટ માર્ગ બતાવનાર. કોઈને દુ:ખી કર્યા વિના સુખી થવાનો રાહ ચીંધનાર એક માત્ર અરિહંત પરમાત્મા છે, તેમના સિવાય આવી કરુણા બીજા કોઈ ન કરે. આ પ્રકારના બહુમાન ભાવથી પ્રેરિત થઈ જે સાધક ક્રિયા કરે છે તેને આવી કૃતજ્ઞતા આદિ ગુણોથી યુક્ત ક્રિયાઓથી અવશ્ય ભાવનિષ્પતિ થાય છે. ૫. સુસાધુપુરુષની સેવા :
સક્રિયાઓની પ્રાપ્તિમાં પરંપરાએ ચોક્કસ પરમકૃપાળુ પરમાત્માનો અનુગ્રહ કારણ છે, તો પણ પ્રત્યક્ષ રીતે તો તેમાં સદ્ગુરુની કૃપા જ કારણ છે. જો સુવિદિત ગીતાર્થ શ્રમણ ભગવંતોએ આ માર્ગ જાળવી રાખ્યો ન હોત તો આજ સુધી મોક્ષમાર્ગ જળવાયો ન હોત અને આપણા સુધી પહોંચ્યો પણ ન હોત, તેથી પ્રત્યક્ષપણે જેણે આ વ્રતાદિરૂપ સત્ક્રિયાઓની સમજ આપી છે, તેવા સદ્ગુરુભગવંતનો આદર, બહુમાન, વિનય કે અનાદિ દ્વારા તેમની ભક્તિ કરવી તે સુસાધુની સેવા છે.
ક્રિયા દ્વારા ભાવ સુધી પહોંચવા માટે આ સુસાધુની ભક્તિ એક અનિવાર્ય અંગ છે; કેમ કે જે શિષ્યના હૈયામાં ગુરુભગવંતનો વાસ હોય, તેમની સેવા, ઉપચાર, વિનય આદિ દ્વારા જે શિક્ષાને યોગ્ય બન્યો હોય, તે જ શિષ્યને ગુરુભગવંત પોતે જાણેલા અને અનુભવેલા ક્રિયાના સૂક્ષ્મભાવો જણાવે છે. ગુરુભક્તિથી જ આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org