________________
૧૮૨
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર
બોધ પરિણામ પણ પામે છે, અને શિષ્ય ક્રિયાઓને એવી આરાધી શકે છે કે તે ફળ આપવા સમર્થ બને. ગુણવાન ગુરુની ભક્તિમાં એટલું સામર્થ્ય છે કે, તેના પ્રભાવથી શિષ્યને છેક પરમગુરુ એવા પરમાત્માનો યોગ થાય છે. શાસ્ત્રકારો તો ત્યાં સુધી કહે છે કે, ગુરુ બહુમાન સ્વયં જ એક એવા આત્મિક સુખની અનુભૂતિસ્વરૂપ છે કે જેના પ્રભાવે ક્રિયાઓ ફળપ્રદ બને છે. ૯. ઉત્તરગુણોની વિશેષ શ્રદ્ધા = રુચિ:
પાંચ મહાવ્રત કે પાંચ અણુવ્રત તે મૂળ ગુણ છે અને તેને પુષ્ટ કરે તેવી સમિતિ-ગુપ્તિ કે દેવ-ગુરુની ભક્તિરૂપ ક્રિયા તે ઉત્તરગુણ છે. આ ઉત્તરગુણોનું પાલન મૂળગુણને વધુ સુંદર બનાવે છે, તેથી ઉત્તરગુણમાં વિશેષ શ્રદ્ધા પણ ભાવ ઉત્પત્તિનું એક અંગ છે.
ઉત્તરગુણોસ્વરૂપ સમિતિ-ગુપ્તિને શાસ્ત્રકારોએ ચારિત્રની જનની કહી છે. આવી ઉપકારી માતા પ્રત્યે જેને રુચિ ન હોય તેને સંયમ પ્રત્યે રુચિ નથી અને સંયમની રુચિ વિના જે ક્રિયા કરાય તે ક્યારે પણ પરિણામ પેદા કરી શકતી નથી. ૭. નિત્ય સ્મૃતિ :
સ્વીકારેલા વ્રત કે નિયમનું સતત સ્મરણ કરવું તે પણ ભાવોત્પત્તિનું એક અંગ છે. વ્રતાદિનું નિત્ય સ્મરણ હોય તો વ્રતોનું પાલન સારી રીતે થાય છે અને તે સફળ પણ બને છે. આ સ્મરણ કદાચ વિચારાત્મક રીતે સતત ન પણ હોય તોપણ લીધેલા વ્રત, નિયમ કે મહાવ્રતોની મર્યાદા બુદ્ધિમાં સંસ્કારરૂપે તો સતત હોવી જોઈએ.
શ્રમણ છું' - એટલું સ્મરણમાત્ર ઘણા દોષોથી બચાવે છે અને શુભ ભાવોને પ્રગટાવે છે. વ્રતના સ્મરણ સાથે રોજ વિચારવું જોઈએ કે, “મારા માટે શું કરવા યોગ્ય છે ? તેમાંથી મેં કેટલું કર્યું ? કેટલું કરવાનું બાકી છે ? જેનું સમ્યગું આચરણ મારા માટે શક્ય છે તેવું પણ મેં શું નથી આચર્યું ? મારી કઈ ભૂલો બીજાની નજરમાં આવે છે ? કઈ ભૂલોને હું જાણી શકું છું – સ્વીકારી શકું છું, છતાં છોડી શકતો નથી ?' આ રીતે આત્મનિરીક્ષણ થાય તો પ્રગટેલા ભાવોનું રક્ષણ પણ થાય અને નહિ પ્રગટેલા ભાવો પ્રગટ પણ થાય.
પંચાશક આદિના ક્રમ કરતાં અહીં ગ્રંથકારશ્રીએ ક્રિયાના આ સાત અંગોનો કંઈક જુદો ક્રમ દર્શાવ્યો છે. નિત્યસ્મૃતિ જે પૂર્વાચાર્યોના ગ્રંથમાં સૌ પ્રથમ ગ્રહણ કર્યું છે, તેને તેઓશ્રીએ અંતમાં લીધી છે, તેનું કોઈ વિશેષ કારણ તો જણાતું નથી પણ વિચારતા એવું લાગે છે કે, ગુણવાનનું બહુમાન આદિ છ અંગો ગુણનિષ્પત્તિ પ્રત્યેની રુચિ વધારે છે, જ્યારે નિત્યસ્મૃતિ વ્રતના યત્નને પ્રબળ બનાવે છે. તેવા
3. ગાયતો ગુરુવંદુમાળો = ગુરુબહુમાન જ મોક્ષ છે.
- પદ્મસૂત્ર - ૪ ||
Jain Education International
For Personal Private Use Only
www.jainelibrary.org