________________
શાસ્ત્રયોગ કરતાં જ્ઞાનયોગની બળવત્તા ગાથા-પ
૧૩
વિશેષાર્થ :
શાસ્ત્ર આત્માના પરમ સુખમય શુદ્ધસ્વરૂપને પામવાનું લક્ષ્ય બંધાવે છે અને તેની પ્રાપ્તિ માટેના ઉપાયો પણ બતાવે છે. આમ છતાં, શાસ્ત્રનું એવું સામર્થ્ય નથી કે તે આત્મતત્ત્વનું દર્શન કરાવી શકે. વળી, જ્યાં સુધી આત્માના શુદ્ધ ભાવોનું થોડું પણ વેદન થતું નથી, ત્યાં સુધી ‘ઈન્દ્રિયોથી દેખાતાં કે અનુભવાતાં અમુક પદાર્થો સારા છે, અમુક ખરાબ છે, કેટલાક મને અનુકૂળ છે તો કેટલાક પ્રતિકૂળ છે, કોઈ મારા સુખનું કારણ છે તો કોઈ મારા દુ:ખનું કારણ છે', આવો અનાદિકાળનો ભ્રમ પરમાર્થથી નાશ પામતો નથી.
શાસ્ત્રશ્રવણ આદિ દ્વારા સાધક જાણે છે કે, પાંચ ઇન્દ્રિયોના વિષયોથી અનુભવાતું પૌદ્ગલિક સુખ વાસ્તવિક નથી, પણ કાલ્પનિક છે, તેમાં જે સુખનો અનુભવ થઈ રહ્યો છે તે માત્ર ભ્રમ છે, સત્ય નથી. વાસ્તવમાં તો આ કહેવાતું સુખ એ દુ:ખ સ્વરૂપ છે, અને દુઃખની પરંપરા ચલાવનારું છે. આવું જાણ્યા પછી સાધક શાસ્ત્રમાં જણાવેલી અનેક પ્રવૃત્તિઓ દ્વારા બાહ્ય વિષયોના સંપર્કથી છૂટી, વિષયોમાં પ્રવર્તતી આ સુખની બુદ્ધિને કાઢવા પ્રયત્ન કરે છે, છતાં વિષયોની આસક્તિ, તેનો પ્રચુર ભોગવટો અને અનાદિકાળની અવિચારકતાને કારણે સાંધકનો સઘળો પ્રયત્ન બૌદ્ધિક સ્તર પર જ રહે છે, સંવેદનાત્મક બનતો નથી. પ્રત્યક્ષ અનુભવાતા વૈષયિક સુખોમાં વાસ્તવિકતાની બુદ્ધિ બહોળા શ્રતાભ્યાસથી કે ઘણી ઘણી તપ-સંયમની ક્રિયાઓ માત્રથી ખસતી નથી.
આથી જ ગ્રન્થકારશ્રી કહે છે કે, શાસ્ત્રશ્રવણ-ચિંતન-તપ-જપ-સ્વાધ્યાય આદિ અનુષ્ઠાનો એકલે હાથે દૃષ્ટપદાર્થ વિષયક ભ્રાન્તિ નાશ કરી શકતાં નથી, તે ભ્રમનો નાશ કરવા તો આત્મદર્શન એટલે કે, સુખમય આત્મિક ગુણોનો અનુભવ અતિ આવશ્યક છે. આવું આત્મદર્શન જ્ઞાનયોગ કરાવી શકે છે અને જ્ઞાનયોગ દ્વારા આત્મદર્શન કે આત્મસંવેદન થતાં તે ભ્રમ પલકારામાં ભાંગી જાય છે. જો અવતરણિકા :
આત્મદર્શન કર્યા વિના બાહ્ય દશ્ય પદાર્થવિષયક ભ્રમ ભાંગતો નથી અને વળી શાસ્ત્રથી આત્મસ્વરૂપનું દર્શન થતું નથી, તો આત્મદર્શન કરવા માટે શું કરવું જોઈએ ? તેવી જિજ્ઞાસાને સંતોષતા ગ્રંથકારશ્રી જણાવે છેશ્લોક :
तेनात्मदर्शनाकाङ्क्षी, ज्ञानेनान्तर्मुखो भवेत् ।
द्रष्टुंदृगात्मता मुक्तिदृश्यैकात्म्यं भवभ्रमः ||५|| શબ્દાર્થ :
9. તેન - તેથી = શાસ્ત્ર દ્વારા આત્મદર્શન ન થતું હોવાથી ૨. માત્મદર્શનાક્ષી - આત્મદર્શનની ઇચ્છાવાળા સાધકે રૂ. જ્ઞાનેન - જ્ઞાન (જ્ઞાનયોગ) દ્વારા ૪. મન્તÍg: - અન્તર્મુખ છે. મહેતુ - થવું જોઈએ ૬. ડ્રદુ: - દ્રષ્ટાની = આત્માની ૭૮.
ત્મિતા મુવિત્તઃ - દગુ = દૃષ્ટિ સાથેની એકાત્મતા મુક્તિ છે અને ૨/૧૦, તૃશ્યાભ્ય મવક્રમ: - દૃશ્ય સાથેનું ઐકામ્ય ભવભ્રમ છે.
Jain Education Interational
For Personal & Private Use Only
wwwinbrary.org