________________
૨૫૬
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર
જ્ઞાનયોગી માટે પણ સમતા આવશ્યક
ગાથા-૧૨
અવતરણિકા :
સમતારૂપ જળથી કષાયરૂપ અગ્નિ ઠારવામાં ન આવે તો શું નુકશાન થાય છે તે જણાવી હવે સમતા પ્રાપ્ત થતાં કષાયોની શી હાલત થાય છે તે જણાવે છે
શ્લોક :
प्रारब्धजा ज्ञानवतां कषायां, आभासिका इत्यभिमानमात्रम् । नाश्यो हि भावः प्रतिसङ्ख्यया यों, नाबोधवत् साम्यरतौ सतिष्ठेत् ||१२ ॥
નોંધ: નાશ એવો પાઠાંતર પણ મળે છે.
શબ્દાર્થ :
9. જ્ઞાનવતાં - “જ્ઞાનીઓના ર/રૂ. પ્રાર્થના: પાય: - પ્રારબ્ધથી ઉત્પન્ન થયેલા કષાયો ૪. માસિ%E - આભાસિક છે.” ૧/૬. તિ પમાનમાત્રમ્ - એવું કહેવું તે અભિમાન માત્ર છે; ૭. દિ. કેમ કે, ૮૧, ૫: ભાવ: - જે ભાવ ૧૦પ્રતિસવ્યથા - પ્રતિપક્ષથી 99. નાશ: • નાશ પામે તેવો હોય ૧૨. : - તે (કાષાયિક ભાવ) ૧૩. સાગરતી - સામ્યરતિ ઉત્પન્ન થાય ત્યારે 9૪/9, ન તિર્ણત - રહેતો નથી. 9૬, ૭૫વધવત - જેમ (જ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે તેનો પ્રતિપક્ષી) અબોધ (રહેતો નથી). શ્લોકાર્થ :
જ્ઞાનીઓના કષાયો માત્ર પ્રારબ્ધથી ઉત્પન્ન થયેલા હોવાથી આભાસિક છે (પણ વાસ્તવિક નથી),” આવું કહેવું તે અભિમાન માત્ર છે. કેમ કે, જે (કાષાયિક) ભાવ પ્રતિપક્ષથી નાશ પામે તેવો હોય તે સામ્યરતિ ઉત્પન્ન થયે છતે ન રહે, જેમ (જ્ઞાન ઉત્પન્ન થયે છતે તેનો પ્રતિપક્ષી એવો) અબોધ રહેતો નથી. ભાવાર્થ :
જ્ઞાની તરીકેની પ્રસિદ્ધિને પામેલા મહાત્માઓ સંસારને યથાર્થરૂપે જાણે છે, તેથી જ તેમને સંસારની કોઈ પ્રવૃત્તિમાં રસ હોતો નથી. આમ છતાં અવિરતિના ઉદયથી તેઓ સંસારની પ્રવૃત્તિ કરે છે, ત્યારે કર્મના ઉદયથી તેમને રાગાદિ થાય છે એવું દેખાય છે, પરંતુ તેમના આ કષાયો વાસ્તવિક નથી હોતા, આભાસિક હોય છે.' - આ માન્યતા યથાર્થ નથી; પરંતુ અભિમાન માત્ર છે. કેમ કે, જ્ઞાન પ્રાપ્ત થતાં જેમ અજ્ઞાન નાશ પામી જાય છે, તેમ કષાયના પ્રતિપક્ષભાવરૂપ સામ્યરતિ પ્રગટ થતાં કષાયો પણ નાશ પામી જવા જોઈએ. આમ છતાં જ્ઞાની તરીકે ઓળખાતી વ્યક્તિમાં જો કષાયો દેખાતા હોય તો તે આભાસિક નહિ પણ વાસ્તવિક જ માનવા જોઈએ અને આવા વાસ્તવિક કષાયો જેનામાં હોય તે વાસ્તવિક અર્થમાં સામ્યયોગને વરેલા જ્ઞાની નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org