________________
૧૩૪
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર નૈશ્ચયિત્રી શક્તિ પણ કહી છે. આ અવસ્થા એ સહજ આત્મભાવરૂપી જંગલના રાજા સિંહ સમાન છે.
ચિત્તમાં જ્યારે આ સિંહ જાગતો હોય છે, ત્યારે વ્યવહારનયકૃત શુભ સંકલ્પ-વિકલ્પ, પ્રવૃત્તિઓ કે પરિણતિની કોઈ જરૂરીયાત રહેતી નથી. આથી જ નિશ્ચયનય માન્ય શુદ્ધ સ્વભાવરૂપ ધર્મ પ્રાપ્ત થતાં અન્ય વ્યવહાર પ્રેરિત શુભ અનુષ્ઠાનો ગૌણ બની જાય છે. તેનું કોઈ માન-સ્થાન રહેતું નથી, આથી જ કહ્યું છે કે, નિશ્ચયનયરૂપી સિંહ જાગૃત થતાં વ્યવહાર આદિ અન્ય નયોત પ્રવૃત્તિ કે પ્રરૂપણાઓનો કોઈ અવકાશ રહેતો નથી.
વ્યવહાર આદિ અન્ય નયો સાધકની ચિત્તભૂમિકામાં ફરતાં હાથીઓ જેવા છે અને તસ્કૃત શુભવિકલ્પો એ હાથીની ગર્જનાઓ સમાન છે. દરેક સાધકનું લક્ષ્ય તો નિશ્ચયની પરિણતિ પેદા કરવાનું જ હોય છે; પરંતુ સાધક સીધો નિશ્ચયના ભાવ સુધી પહોંચી શકતો નથી. નિશ્ચય માન્ય શુદ્ધ આત્મભાવમાં સ્થિર રહેવા સાધકને પ્રારંભમાં તો અસવિકલ્પોને દૂર કરવા માટે સર્વિકલ્પોનો સહારો લેવો પડે છે. “હું તપ કરું, હું ત્યાગ કરું, દેવ-ગુરુની ભક્તિ કરું...' વગેરે શુભવિકલ્પ કરી સાધક આહારાદિનો ભોગ ઉપભોગ કરવાના અશુભવિકલ્પોથી છુટકારો મેળવે છે. આવા શુભ વિકલ્પો કરતી વખતે પણ સાધકનું ચિત્ત નિર્વિકલ્પ બનવાની ખેવના તો રાખે જ છે. વળી, ત્યારે પણ “આત્મા પરભાવનો કર્તા નથી કે ભોક્તા નથી' એવી નિશ્ચયની પરિણતિ અને પ્રરૂપણા પણ નિરાબાધ રીતે પ્રવર્તી શકે છે. આમ છતાં જ્યાં સુધી યોગી નિર્વિકલ્પઅવસ્થાને પ્રાપ્ત કરી, આત્મભાવમાં સ્થિર ન થાય ત્યાં સુધી નિશ્ચયનયરૂપી સિંહ સહજ આત્મભાવરૂપ જંગલમાં સૂતેલો છે એવું કહી શકાય. વ્યવહારકૃત વિવિધ પ્રવૃત્તિના કાળમાં પણ નિશ્ચયનય જાણે છે કે, આ બધી પ્રવૃત્તિઓ નિર્વિકલ્પ બનવા જ કરવાની છે, તેથી તે સૂતેલા સિંહની જેમ નિશ્ચિત હોય છે.
ઉત્તરોત્તર શુભ પ્રવૃત્તિઓ કરતો સાધક જ્યારે આધ્યાત્મિક ઉન્નતિની ઉચ્ચતાને સ્પર્શે છે, ત્યારે તેને આત્મભાવમાં સ્થિર રહેવા સવિકલ્પો કે શુભ પ્રવૃત્તિરૂપ વ્યવહારની આવશ્યક્તા રહેતી નથી. સહજ રીતે તે નિર્વિકલ્પભાવમાં સ્થિર થાય છે. જ્ઞાનના શુદ્ધ ઉપયોગમાં સ્થિર થતાં યોગી સહજ રીતે જ આત્મિક આનંદને માણી શકે છે ત્યારે નિશ્ચયનયરૂપી સિંહ જે અત્યાર સુધી સૂતેલો હતો તે બગાસું ખાય છે. ચિત્તમાં નિશ્ચયનયની પરિણતિ જીવંત થતાં અન્ય નયોરૂપી હાથીઓના મદ ગળી જાય છે તેઓ શ્વાસ લેવા પણ સમર્થ રહેતા નથી. સહજ આત્મભાવરૂપ જંગલમાં નિશ્ચયનયરૂપી સિંહ જાગી જાય ત્યારે પ્રશસ્ત-અપ્રશસ્ત કોઈ વિકલ્પો જીવંત રહેતા નથી.
ટૂંકમાં કહીએ તો વ્યવહારની દરેક ક્રિયાઓ આત્મમાત્રમાં મગ્ન રહેવા માટે કરવાની છે, તેથી વ્યવહાર પાલનકાળમાં નિશ્ચયની પરિણતિ જીવંત રહે છે; પરંતુ સાધક જ્યારે આત્મધ્યાનમાં મગ્ન બની જાય ત્યારે વ્યવહાર હોય પણ ખરો કે ન પણ હોય. ક્રિયાકાળમાં ધ્યાન યોગ હોય; પરંતુ ધ્યાનકાળમાં ક્રિયા હોય પણ ખરી અને ન પણ હોય. કall અવતરણિકા :
સર્વ નયોમાં નિશ્ચયનયની પરિણતિ સિંહ જેવી છે તે જણાવી, હવે આ પરિણતિ ક્યા યોગીને પ્રગટે છે અને એ પરિણતિ જ્યારે પ્રગટે છે ત્યારે તે યોગીઓનું ચિત્ત કેવું બને છે, તે જણાવે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org