________________
જ્ઞાનયોગનું ફળ - ગાથા-૬૩
૧૩૩
શબ્દાર્થ :
૧/૨. અપરનાણાં રાખi - અપરનયરૂપી હાથીઓની રૂ. નૌઃ - ગર્જનાઓથી ૪/૫/૬ સહર્નાવિપિનસુત: નિશ્ચય: રિ: - સહજ એવા જંગલમાં સૂતેલો નિશ્ચયનયરૂપી સિંહ ૭/૮. વિમેતિ નો - ભય પામતો નથી ૧/૧૦. પ તુ - પરંતુ ૨૨. ટીટોસ્કૃમિકૃષ્પોન્સુર - લીલાપૂર્વક બગાસું ખાવાથી વિકસિત થયેલા ઊંચા મુખવાળો ૨૨/૦૩. સ્મિન મતિ - એવો આ (સિંહ) હોતે છતે ૨૪/૨૫. સ્કિતમમા તે મીતા - ગળી ગયેલા મદવાળા તે ડરેલા (હાથીઓ) ૨૬. ન યુવન્તિ વ - શ્વાસ પણ લઈ શકતા નથી શ્લોકાર્થ : નિશ્ચય સિવાયના અન્ય નયોસ્વરૂપ હાથીઓની ગર્જનાઓથી સહજ એવા જંગલમાં સૂતેલો નિશ્ચયનયરૂપી સિંહ ડરતો નથી. ઊલટું જ્યારે લીલાપૂર્વક બગાસું ખાઈને આ સિંહ સન્મુખ આવે ત્યારે તે હાથીઓનો મદ ગળી જાય છે અને ડરી ગયેલા તેઓ શ્વાસ પણ લઈ શકતા નથી. ભાવાર્થ :
જેમ હાથીઓની ભયાનક ગર્જનાઓથી પણ જંગલમાં સૂતેલો સિંહ લેશ પણ ભય પામતો નથી, અને સિંહ જાગીને માત્ર બગાસું ખાય તોપણ ગર્જના કરતા હાથીઓના મદ ઉતરી જાય છે અને ડરી ગયેલા તેઓ શ્વાસ પણ લઈ શકતા નથી. તેમ અપરનય (નિશ્ચય સિવાયના વ્યવહાર આદિ નયો)રૂપી હાથીઓની ગર્જનાથી અર્થાત્ વ્યવહારને આધારે થતી અનેક પ્રરૂપણા કે પ્રવૃત્તિઓથી નિશ્ચયનયની પરિણતિરૂપ સિંહ લેશ પણ ભય પામતો નથી. વ્યવહારમાં સંપન્ન થતાં જ્યારે મહાત્મા નિશ્ચયપ્રધાન નિર્વિકલ્પઅવસ્થાને સન્મુખ બને છે, ત્યારે તો પેલા શ્વાસ લેવા પણ અસમર્થ બની ગયેલા હાથીઓની જેમ અપરનયોની વિવિધ પ્રવૃત્તિઓ કરવાની વૃત્તિ સદંતર શાંત થઈ જાય છે. વિશેષાર્થ :
જંગલમાં હાથીઓ ત્યાં સુધી જ ગર્જના કરી શકે છે કે, જ્યાં સુધી સિંહ સૂતો હોય છે. એકવાર સિંહની આંખ ખૂલે અને તે માત્ર બગાસું ખાય ત્યાં તો હાથીઓના હાજા ગગડી જાય છે, તેમનો મદ ઉતરી જાય છે અને તેઓ એવા ડરી જાય છે કે, શ્વાસ પણ લઈ શકતા નથી.
હાથીઓની ગર્જના વચ્ચે પણ સિંહ જેમ નિશ્ચિત બની સૂઈ શકે છે, તેમ વ્યવહારની પ્રરૂપણા અને પ્રવૃત્તિઓ વચ્ચે પણ નિશ્ચયનયની પરિણતિ નિરાબાધ રીતે પ્રવર્તી શકે છે. કેમ કે દરેક નય આધારિત પરિણતિક પ્રવૃત્તિ કે પ્રરૂપણાનું અંતિમ ગન્તવ્ય - અંતિમ લક્ષ્ય તો નિશ્ચયની પરિણતિ ઉત્પન્ન કરવાનું જ હોય છે; પરંતુ સિંહ જાગ્યા પછી જેમ હાથીઓ ગર્જના કરી શકતા નથી, તેમ નિશ્ચયની પરિણતિ સક્રિય બન્યા પછી વ્યવહારની પ્રવૃત્તિ કે પ્રરૂપણાનો કોઈ અવકાશ રહેતો નથી.
નિશ્ચયનય એટલે શુદ્ધ આત્મતત્ત્વને જોનારો નય. યોગી જ્યારે તમામ બાહ્યભાવો પ્રત્યે ઉદાસીન બની, સર્વ વિકલ્પોથી મુક્ત થઈ નિર્વિકલ્પ અવસ્થાને પ્રાપ્ત કરે છે. ત્યારે તે પોતાના શુદ્ધ જ્ઞાનગુણ સાથે તાદાભ્ય સાધી શકે છે, શુદ્ધ બ્રહ્મનો અનુભવ કરે છે. આ શુદ્ધાત્માના અનુભવથી સમૃદ્ધ દશા આત્માની સહજ દશા છે. તેને ગ્રંથકારશ્રીએ અન્યત્ર એકતાજ્ઞાન કે શ્રેષ્ઠ એવી જ્ઞાનદશા પણ કહી છે અને આ ગ્રંથમાં તેને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org