________________
આધ્યાત્મિક વિકાસ માટે ક્રિયાયોગની આવશ્યકતા - ગાથા-૧૫
અવતરણિકા :
શુદ્ધ આત્મભાવને પ્રાપ્ત કરવા કેવળી પણ ક્રિયાનો જ સહારો લે છે, તેવું જાણીને, પૂર્વપક્ષી કહે છે કે, ‘સ્વભાવરૂપ કાર્યને સિદ્ધ કરવા તેને અનુરૂપ કારણ હોવું જોઈએ, પરંતુ બાહ્ય આચરણાઓ કાંઈ સ્વભાવની પ્રાપ્તિરૂપ કાર્યને સિદ્ધ કરવાનું અનુરૂપ કારણ નથી, તેથી મોક્ષરૂપ ફળ મેળવવા સાધકે આત્મિક ભાવમાં જ યત્ન કરવો જોઈએ, જડ ક્રિયાઓમાં નહીં; કેમ કે, ઘણીવાર એવું જોવા મળે છે કે, વર્ષો સુધી ક્રિયા ક૨વા છતાં ભાવ ઉત્પન્ન થતો નથી અને ક્યારેક ક્રિયા વગર પણ ભાવ ઉત્પન્ન થઈ જાય છે.' આવી પૂર્વપક્ષીની માન્યતા કેટલી અયોગ્ય છે તે દૃષ્ટાંત દ્વારા જણાવે છે
શ્લોક :
बाह्यभाव' पुरस्कृत्य, येँ क्रियाऽव्यवहारतः । वदने' कवलक्षेपँ विनाळे ते' तृप्तिकाङ्क्षिणः॑ ॥१५॥
નોંધ : પેડયિાવ્યવહારતઃ, યે ાિં વ્યવહારતઃ અને યે યિાવ્યવહારતઃ એવા પાઠાંતરો પણ મળે છે.
શબ્દાર્થ :
૧/૨. વાઘમાવં પુરષ્કૃત્ય - બાહ્યભાવને આગળ કરીને ક્રિયા પૌદ્ગલિકભાવ છે એવું કહીને રૂ. યિાઽવ્યવહારત: - ‘ક્રિયાના અવ્યવહારથી = ક્રિયા નહીં કરીને ૪. યે (તૃપ્તિક્ષિળ:) - જેઓ (તૃપ્તિને = મોક્ષને ઇચ્છનારા છે) . તે - તેઓ ૬/૭/૮. વનને વક્ષેપ વિના - મોઢામાં કોળીયો મૂક્યા વિના ૬. તૃપ્તિફ્સિ: - તૃપ્તિને ઇચ્છનાર જેવા છે.
શ્લોકાર્થ :
=
૧૭૭
–
બાહ્યભાવને = પૌદ્ગલિકભાવને આગળ કરીને ક્રિયાના અવ્યવહારથી ક્રિયા નહીં કરીને જેઓ તૃપ્તિને મોક્ષને ઇચ્છે છે, તેઓ મુખમાં કોળિયો મૂક્યા વિના તૃપ્તિની ઇચ્છા રાખનારા જેવા છે.
ભાવાર્થ :
Jain Education International
એકાંતે નિશ્ચયનયને મહત્ત્વ આપનારા કેટલાક લોકોનું એવું મંતવ્ય છે કે, પ્રભુદર્શન પ્રતિક્રમણ, પડિલેહણ, જાપ વગેરે ક્રિયાઓ જડ છે, કેમ કે તે જડ એવા શરીરથી પ્રવર્તે છે. જ્યારે કર્મના ક્ષય કે ક્ષયોપશમથી પ્રાપ્ત થતા ક્ષમા, સંતોષ આદિ ભાવો આત્માના પરિણામો છે, તેથી મોક્ષ તો ક્ષમા આદિ આત્મિક ભાવોની પ્રાપ્તિ કે વૃદ્ધિથી મળે પરંતુ જડ એવી ક્રિયાથી નહિ.' આવું માની જેઓ બાહ્યક્રિયારૂપ કારણનો ત્યાગ કરીને મોક્ષરૂપ કાર્યને ઇચ્છે છે, તેઓ મોઢામાં કોળિયો મૂક્યા વિના તૃપ્તિની ઇચ્છા રાખનારા જેવા છે. ખાવાની ક્રિયા કર્યા વગર જેમ ભૂખ સંતોષાતી નથી તેમ બાહ્ય ક્રિયા વિના મોક્ષ પ્રાપ્ત થતો નથી.
વિશેષાર્થ :
=
દુનિયામાં ઘણા વિચારક લોકો પોતાની બુદ્ધિમાં જે પણ સત્ય લાગે તેને અંતિમ સત્ય માની લે છે. તેઓ સર્વજ્ઞના વચનના આધારે પદાર્થને જોવાનો પ્રયત્ન કરતા નથી, તેથી તેઓ નિશ્ચયનયની કેટલીક વાતો
For Personal & Private Use Only
www.jainelibrary.org