________________
જ્ઞાનનયની યુક્તિઓનું નિરાકરણ - ગાથા-૧૨
૧૭૧
અવતરણિકા :
જ્ઞાનનયના કથનની સમાલોચના કરતાં ક્રિયાનય જે રીતે પોતાની વાત આગળ વધારે છે, તે જણાવતા ગ્રંથકારશ્રી કહે છેશ્લોક :
स्थैर्याधानार्य सिद्धस्यासिद्धस्यानयनाय च । भावस्यैव क्रिया शान्तचित्तानामुपयुज्यते ॥१२॥
શબ્દાર્થ
૧/૨. સિદ્ધચ માવસ્થ - સિદ્ધભાવની = પ્રાપ્ત થયેલા ભાવની રૂ. ધૈર્યાધાનાથ - સ્થિરતા લાવવા માટે ૪/. સિદ્ધચ (માવી) ૨ - અને અસિદ્ધભાવને = અપ્રાપ્તભાવને ૬. ૩માનવનાથ - લાવવા માટે (ઉત્પન્ન કરવા માટે) ૭. શાન્તરિત્તાનામ્ - શાન્તચિત્તવાળા યોગીને ૮/૨/૧૦, ક્રિયા ઉપયુક્યતે ઈવ - ક્રિયા ઉપયોગી જ છે. શ્લોકાર્થ :
સિદ્ધભાવને સ્થિર કરવા માટે અને અસિદ્ધભાવને પ્રગટ કરવા માટે શાંતચિત્તવાળાને ક્રિયા ઉપયોગી જ છે. (અહીં ક્વ કાર ભિનક્રમવાળો છે.) ભાવાર્થ :
જ્ઞાનનયે શ્લોક નં. ૧૦માં કહ્યું કે ક્યારેક ક્રિયા વિના ભાવ આવી જાય છે અને ક્યારેક ક્રિયા કરવા છતાં ભાવ જણાતો નથી માટે ક્રિયા નકામી છે. તેની સામે ક્રિયાનય કહે છે કે શાંતચિત્તવાળા યોગીઓને જે શુભભાવો પ્રાપ્ત થયા છે તેને ટકાવવા અને તેને વિશેષ શુદ્ધ બનાવવા તથા જેઓમાં ભાવ પ્રગટ્યો નથી તેઓમાં ભાવ પ્રગટાવવા ક્રિયા અતિ જરૂરી છે. ક્રિયા વિના ભાવ ટકતા પણ નથી અને વધતા પણ નથી, માટે કેવળજ્ઞાન સુધીના શુભ ભાવો સુધી પહોંચવા ક્રિયા આવશ્યક નહિ, અનિવાર્ય જ છે. વિશેષાર્થ :
નિશ્ચયનયનું એવું મંતવ્ય છે કે કાર્યને નિષ્પન્ન કરે તે કારણ જ સાચા અર્થમાં કારણ છે. કારણ હાજર હોય છતાં કાર્ય ન થાય તો સમજવું કે તે કારણ વાસ્તવમાં કારણ જ નથી, તેથી તેના મત પ્રમાણે ક્રિયાને ભાવનું કારણ તો જ મનાય કે જો તે અવશ્ય ભાવ પ્રગટ કરે તો.
ઘણીવાર એવું જોવા મળે છે કે, ઘણા લોકો વર્ષો સુધી તપ -જપ આદિની ક્રિયા કરતાં હોય છે; પરંતુ તેમનામાં ક્રિયાને અનુરૂપ કોઈ ભાવના દર્શન થતાં નથી. ક્યારેક વળી એવું પણ જોવા મળે છે કે, કોઈ તપજપ આદિ ધર્મક્રિયા ન કરતાં હોય છતાં છેક તેરમાં ગુણસ્થાનક સુધીના ભાવો પામી ગયા હોય, તેથી જ નિશ્ચયનય કહે છે ક્રિયાને ભાવનું કારણ ન માની શકાય, કેમ કે કારણ હોય તોપણ ક્યારેક કાર્ય દેખાતું નથી અને કારણ ન હોય તોપણ ક્યારેક કાર્ય દેખાય છે, આથી વ્યવહારમાં જેને શુભ મનાય છે તેવી પણ ક્રિયાઓ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org