________________
નયદૃષ્ટિથી અદ્વૈત બ્રહ્મનો સ્વીકાર - ગાથા-૪૩
શ્લોક :
नयेन सङ्ग्रहेणैवमृजुसूत्रोपजीविना' ।
सच्चिदानन्दरूपत्वं ब्रह्मणो व्यवतिष्ठते |४३ || શબ્દાર્થ :
9. gવમ્ - આ રીતે = આત્મા સિવાયના દ્રવ્યો અનુપયોગી હોવાથી સંતુ સામાન્ય માત્ર આત્મામાં વિશ્રાન્ત થાય છે એ રીતે ૨. ઋતુમૂત્રોપીવિના - ઋજુસૂત્ર નયના આધારે જીવનાર, જોનાર અને બોલનાર ૩/૪. સત્રા નયેન - સંગ્રહનય વડે છે. વ્રHT: - બ્રહ્મનું ૬. સચવાનન્દ્રરૂપā - સત્, ચિત્ અને આનંદપણું ૭. વ્યવતિeતે - વ્યવસ્થિત થાય છે. શ્લોકાર્થ :
આ રીતે = આત્મા સિવાયનાં દ્રવ્યો શુદ્ધ આત્મસ્વરૂપને પામવા માટે ઉપયોગી ન હોવાથી સત્ સામાન્યને બ્રહ્મ માત્રમાં વિશ્રાન્ત કરવાથી, ઋજુસૂત્રનયના આધારે જોનાર અને બોલનાર સંગ્રહનયથી બ્રહ્મ સત્-ચિત્આનંદસ્વરૂપે વ્યવસ્થિત થાય છે. ભાવાર્થ :
વર્તમાનકાલીન અને સ્વકીય વસ્તુ માત્રને સ્વીકારનાર ઋજુસૂત્રનયની માન્યતાનો સહારો લઈ, જ્યારે સંગ્રહનયને અભિમત મહાસામાન્યને જોવામાં આવે ત્યારે જ તે મહાસામાન્ય સ્વ = આત્મામાં વિશ્રાન્ત પામે; કેમ કે ઋજુસૂત્રનય પરકીય વસ્તુને વસ્તુ તરીકે સ્વીકારતો નથી, તેથી તેના પ્રમાણે જીવ સિવાય પદાર્થો પણ પરકીય હોવાથી સતું નથી. પરિણામે સતસ્વરૂપે જીવ માત્ર જ ઉપસ્થિત થાય અને મહાસામાન્ય તેમાં રહેલ સચ્ચિદાનંદસ્વરૂપે સ્વીકાર્ય બને, આમ ઋજુસૂત્ર ઉપજીવી સંગ્રહનયથી સત્-ચિત્ અને આનંદ એ જ આત્માનું સ્વરૂપ છે એવું નક્કી થાય છે. વિશેષાર્થ :
નય એક અભિપ્રાય વિશેષ છે, જે વસ્તુના અનેક ધર્મોમાંથી કોઈ એક ધર્મને મુખ્ય કરી વસ્તુના સ્વરૂપનું પ્રતિપાદન કરે છે; આમ છતાં તે વસ્તુના બીજા ધર્મનો અપલાપ કરતો નથી.
સાત નયોમાંથી સંગ્રહનય કેવળ સામાન્યને સ્વીકારે છે, તેથી તે જ્યારે વસ્તુના સ્વરૂપનું પ્રતિપાદન કરે ત્યારે વસ્તુના સામાન્ય ધર્મને મુખ્ય રાખી તેનું વર્ણન કરે છે. આમ તે છએ દ્રવ્યોમાં રહેલ સત્તા નામના ધર્મને ગ્રહણ કરીને છએ દ્રવ્યોને એક સ્વરૂપે સ્વીકારે છે, પરંતુ જ્યારે આ સંગ્રહના ઋજુસૂત્રનયનો ટેકો લે છે ત્યારે તેનું મંતવ્ય જુદું બની જાય છે.
ઋજુસૂત્રના વર્તમાન ક્ષણવર્તી સ્વકીય પર્યાયને પદાર્થરૂપે સ્વીકારે છે. તે જેમ વસ્તુના ભૂતકાલીન કે ભવિષ્યકાલીન પર્યાયો અનુપયોગી હોવાથી તેમનો અપલાપ કરી માત્ર વર્તમાન પર્યાયોને સ્વીકારે છે, તેમ પરકીય પણ અનુપયોગી હોવાથી તેનો પણ અપલાપ કરી માત્ર સ્વકીય પર્યાયોને જ સ્વીકારે છે. જેમ પરનું
1. નયની વિશેષ સમજૂતી માટે ભાગ-૧નું પરિશિષ્ટ-૧ જોવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org