________________
૯૬
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર ધન પોતાના માટે કોઈ ઉપયોગમાં ન આવતું હોવાથી ઋજુસૂત્ર નય તેને ધન તરીકે સ્વીકારતો નથી. તેમ આત્મા માટે અનાત્મ દ્રવ્યો પણ અનુપયોગી હોવાથી ઋજુસૂત્ર નયની દૃષ્ટિએ તો તે દ્રવ્યો વિદ્યમાન જ નથી અર્થાત્ સત્ જ નથી, તેથી ઋજુસૂત્ર નય અન્ય દ્રવ્યોનો સ્વીકાર જ કરતો નથી, તેના મતે ષડ્ દ્રવ્યોમાંથી સત્ તરીકે માત્ર આત્મા જ ઉપસ્થિત થાય છે.
ઋજુસૂત્રની આવી માન્યતા જ્યારે સંગ્રહનયની સાથે ભળે છે, ત્યારે તે દૃષ્ટિએ જોનારને સત્તા ધર્મને આગળ કરીને જે છએ દ્રવ્યોમાં સમાનતાની પ્રતીતિ થતી હતી, તેના બદલે સત્તા ધર્મની માત્ર આત્મામાં રહેલા ધર્મરૂપે ઉપસ્થિત થાય છે. કેમ કે, તેના મતે આત્મા સિવાય જગતમાં કોઈ વસ્તુ જ નથી. પરિણામે સત્ સામાન્ય એટલે કે મહાસામાન્ય બ્રહ્મમાત્રમાં વિશ્રાન્ત પામે છે અને મહાસામાન્ય આત્મમાત્રમાં ૨હેલ એક ધર્મ તરીકે ઉપસ્થિત થાય છે. આ ધર્મ એટલે એક એવો ધર્મ કે જે પ્રત્યેક આત્મામાં સાદશ્યની પ્રતીતિ કરાવે, તેથી મહાસામાન્ય સત્-ચિત્-આનંદરૂપે પ્રાપ્ત થાય, કેમ કે સચ્ચિદાનંદપણું જ એવો ધર્મ છે જે જીવમાત્રમાં રહેલો છે અને સર્વજીવોમાં સદશતાનો બોધ કરાવે છે.
આમ જીવોના દેખાતા ભેદોને ગૌણ કરી, સાધક જ્યારે ઋજુસૂત્રનું અવલંબન લઈને, પદાર્થનું નિરૂપણ કરનાર સંગ્રહનયના આધારે જીવોને જુવે છે ત્યારે તેને દરેક જીવ શુદ્ધ બ્રહ્મ સ્વરૂપે-સચ્ચિદાનંદરૂપે દેખાય છે. પરિણામે આ રીતે જોનારને તે દરેક જીવો પ્રત્યે સમતાનો ભાવ ઉલ્લસિત થાય છે. જ્યારે સર્વ પદાર્થોને સત્સ્વરૂપે ગ્રહણ કરાય ત્યારે કોઈ વિશેષની ઉપસ્થિતિ જ થતી નથી. પરિણામે કોઈ વિકલ્પો ઊઠતા નથી. આવી નિર્વિકલ્પદશામાં સત્ત્નું ધ્યાન ચાલે તો સત્ દ્વારા માત્ર સચ્ચિદાનંદ આત્મસ્વરૂપ અદ્વૈત બ્રહ્મ જ ચિત્તમાં ઉપસ્થિત થાય છે અને આવો ઉપયોગ શુદ્ધ આત્મતત્ત્વને પામવા અતિ ઉ૫કા૨ક બને છે. II૪૩॥
અવતરણિકા :
‘ઋજુસૂત્ર ઉપજીવી સંગ્રહનયથી બ્રહ્મ સત્-ચિત્-આનંદ સ્વરૂપ છે એવું નક્કી થયું, આ સત્-ચિત્ આનંદમય આત્મા જ અદ્વૈત બ્રહ્મસ્વરૂપ છે.' આવું પૂર્વ શ્લોકમાં જણાવ્યું. ત્યાં પ્રશ્ન થાય કે સ્યાદ્વાદ સિદ્ધાન્ત અનુસાર વિચારતાં અદ્વૈત બ્રહ્મ કેવી રીતે સ્વીકારી શકાય ? - આવા સંભવિત પ્રશ્નના સમાધાન સ્વરૂપે જણાવે છે
શ્લોક :
-
Jain Education International
सत्त्वचित्त्वादिधर्माणां, भेदाभेदविचारणे ।
દ
न चार्थोऽयं विशीर्येत, निर्विकल्पप्रसिद्धितः ॥ ४४ ॥
શબ્દાર્થ :
૧/૨. ૪ સવિત્ત્તાધિર્માનાં - અને સત્ત્વ, ચિત્ત્વ આદિ ધર્મો સંબંધી રૂ. મેમેવિવારો - ભેદ-અભેદની વિચારણા ક૨વામાં આવે ત્યારે ૪/. અયં ગર્થઃ - આ અર્થ = ‘અદ્વૈત બ્રહ્મ સચ્ચિદાનંદમય છે' એ અર્થ ૬/૭. વિશીëત 7 - અસંગત નહિ બને ૮. નિર્વિલ્પપ્રસિદ્ધિત:- કેમકે નિર્વિકલ્પની પ્રસિદ્ધિ છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org