________________
આત્માના અનુભવમાં શાસ્ત્રની અસમર્થતા અને જ્ઞાનયોગની સમર્થતા – ગાથા-૨૩
છે આથી ત્યાં પણ નિર્ટેન્દ્ર અનુભવ થતો નથી. પરિણામે ત્યાં પણ નિર્લેન્દ્ર બ્રહ્મ જોઈ શકાતું નથી.
મોહનો નાશ થયા પછી પણ જ્ઞાનાવરણીય કર્મનો સંશ્લેષ રહે છે, તેથી બારમા ગુણસ્થાનકે પણ નિર્ટન્દ્ર બ્રહ્મનો અનુભવ થતો નથી. નિર્ધન્દ્ર બ્રહ્મનો અનુભવ કરવા માટે નિર્દન્દ્ર એવું કેવળજ્ઞાન જ સમર્થ છે, તેથી તેરમે ગુણસ્થાનકે જ્યારે કેવળજ્ઞાન પ્રગટ થાય છે, ત્યારે જ નિર્દન્દ્ર શુદ્ધ પરબ્રહ્મનું સ્પષ્ટ દર્શન થાય છે.
કેવળજ્ઞાન દ્વારા જ સર્વ પ્રકારના ક્લેશ રહિત, દ્વન્દ્ર રહિત અરૂપી આત્માને જોઈ શકાય છે; પરંતુ સંસારી જીવો પદાર્થનો બોધ કરવા માટે જેનો ઉપયોગ કરે છે, તે મતિજ્ઞાનવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલી લિપિમયી, વાલ્મી કે મનોમયી દૃષ્ટિ શુદ્ધ બ્રહ્મને જોવા સમર્થ થતી નથી.
તેમાં લિપિ એટલે લખાયેલા અ, આ, ક, ખ, ગ વગેરેને સંજ્ઞાક્ષરો. આ લિપિના ઉપયોગપૂર્વક લખાયેલાં શાસ્ત્રો આદિને લિપિ તથા ભાષાનું જ્ઞાન ધરાવનાર વ્યક્તિ વાંચી અને સમજી શકે છે. તે અક્ષરોના માધ્યમે તે પદાર્થોનો બોધ મેળવી શકે છે. પદાર્થને જોવાના આ માધ્યમને લિપિમયી દૃષ્ટિ કહેવાય છે.
વાણી એટલે વ્યંજનાક્ષર અથવા ઉચ્ચારાતા શબ્દો. ગુરુ આદિ દ્વારા બોલાતા શાસ્ત્રોના શબ્દોને સાંભળી, તેના માધ્યમે શ્રોતા અજ્ઞાત પદાર્થોનું જ્ઞાન મેળવી શકે છે. પદાર્થને જોવાના આ માધ્યમને વામથી દષ્ટિ કહેવાય છે.
મનમાં ચાલતા વિચારોને લધ્યક્ષર કહેવાય છે. સંસારી જીવો તેના દ્વારા પણ ઘણા પદાર્થોનો બોધ મેળવી શકે. પદાર્થને જોવાનું આ ત્રીજું માધ્યમ છે, જેને મનોમયી દષ્ટિ કહેવાય છે.
લિપિમયી દૃષ્ટિ દ્વારા શુદ્ધ આત્માના સ્વરૂપને વર્ણવતાં શબ્દોનો બોધ થાય છે, પણ આવી દૃષ્ટિથી શુદ્ધ આત્મસ્વરૂપ દેખાતું કે અનુભવાતું નથી, વાડ્મયી દૃષ્ટિથી શુદ્ધ આત્માનું સ્વરૂપ સંભળાય છે, તેનો શાબ્દબોધ થાય છે, પણ તે શબ્દો દ્વારા શુદ્ધાત્માનો અનુભવ તો દુર્લભ જ રહે છે, મનોમયી દૃષ્ટિથી વાંચેલા કે સાંભળેલા શુદ્ધ આત્મસ્વરૂપ સંબંધી વચનોનું ચિંતન કરી શકાય છે, પરંતુ શ્રુતજ્ઞાનના તીવ્ર ક્ષયોપશમથી કરેલું ચિંતન પણ આત્માના અનુભવથી તો વંચિત જ રાખે છે.
આમ, સંસારી જીવોનાં બોધ કરવાનાં જે જે સાધનો છે : લખેલા અક્ષરો, બોલાતા અક્ષરો કે વિચારાતા અક્ષરો તે સર્વે નિર્ટન્દ્ર પરબ્રહ્મનું દર્શન કરાવવા સમર્થ બનતા નથી, તે માટે તો નિર્દન્દ્ર એવું કેવળજ્ઞાન જ જરૂરી છે.
આ સર્વ વાતો ઉપરથી એટલું નિર્મીત થાય છે કે, શાસ્ત્ર બ્રહ્મસ્વરૂપને દેખાડવા માટે પરંપરાએ કારણ છે. શાસ્ત્રના બળથી સાધકે પોતાના દરેક પ્રકારના દ્વોનો ઉચ્છેદ કરવા ઉદ્યમ કરવો જોઈએ, તેના પ્રભાવે જ અનુભવજ્ઞાન પ્રગટે છે. અનુભવજ્ઞાનથી શાસ્ત્રનો રસાસ્વાદ માણી શકાય છે, તે અનુભવ જ ઉત્તરોત્તર શુદ્ધ થતો કેવળજ્ઞાનમાં પરિણામ પામે છે, અને નિર્લેન્દ્ર કેવળજ્ઞાનથી જ નિર્ટન્દ્ર બ્રહ્મનું દર્શન થાય છે, તેથી અનુભવ દ્વારા શાસ્ત્રનો રસાસ્વાદ કર્યા વિના માત્ર બુદ્ધિ બળથી કરેલા શુષ્ક શાસ્ત્રજ્ઞાનથી પરબ્રહ્મનું દર્શન કરવું શક્ય નથી ૨૩l.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org