________________
૧૪૮
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગદ્ધિ અધિકાર
વિશેષાર્થ :
જ્ઞાનયોગશુદ્ધિ અધિકારમાં જણાવ્યું હતું કે, “આત્મસ્વરૂપને પ્રગટ કરવામાં અતિ ઉપકારક બનનારું શાસ્ત્ર પણ દિશા બતાવીને અટકી જાય છે. આત્માને કેવળજ્ઞાનની પ્રાપ્તિ તો અનુભવજ્ઞાનથી જ થાય છે'.' આ અનુભવજ્ઞાન ગુણપ્રાપ્તિ અને ગુણવૃદ્ધિ દ્વારા આત્મસ્વરૂપને પ્રગટ કરવાની સાધનાનું એક મહત્ત્વનું સોપાન હોવા છતાં પણ અંતિમ સોપાન નથી. કેમ કે, અનુભવજ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ પોતાની ભૂમિકાને અનુરૂપ ઉચિત પ્રવૃત્તિથી જ ગુણોની વૃદ્ધિ થાય છે, તેથી જ અપુનબંધક કક્ષાથી માંડીને છેક સિદ્ધિપદની પ્રાપ્તિ સુધી તે તે ભૂમિકાના અનુભવની પ્રાપ્તિથી લઈને છેક પરમ બ્રહ્મને પ્રગટ કરવાનું લક્ષ્ય આંબી શકાય તેવી દરેક ભૂમિકાની મન-વચન-કાયાની ઉચિત પ્રવૃત્તિઓને ક્રિયાયોગ કહેવાય છે અને તેનાથી સધાતી આત્માની શુદ્ધિ તે ક્રિયાયોગશુદ્ધિ કહેવાય છે, જેનું માહાભ્ય આ અધિકારમાં દર્શાવ્યું છે.
સામાન્ય રીતે ઘણાને એવો ભ્રમ હોય છે કે, “આત્મશુદ્ધિ માટે તપ-સંયમાદિની ક્રિયા ભલે એક આવશ્યક અંગ હોય, પણ તે એટલી મહત્ત્વની નથી. કેમ કે, તે મન વચન કાયાની પ્રવૃત્તિસ્વરૂપ હોવાથી પૌદ્ગલિકભાવરૂપ છે; પરંતુ શુદ્ધ આત્મિકભાવરૂપ નથી. જ્યારે જ્ઞાન તો આત્માનો ગુણ છે, માટે અધ્યાત્મના ક્ષેત્રમાં મહત્ત્વ તો જ્ઞાનનું જ છે; જડ ક્રિયાનું નહીં. હા ! ક્રિયાઓ ક્યારેક જ્ઞાનદ્વારા શુભભાવનુંઅધ્યાત્મનું કારણ બનતી હોય છે, તેથી તેને ઉપચારથી (ગૌણભાવે) અધ્યાત્મ તરીકે માનો તો ઠીક છે; પરંતુ તેને મુખ્યરૂપે તો અધ્યાત્મ તરીકે ન જ માની શકાય.” ગ્રંથકારશ્રીએ આ શ્લોકમાં ક્રિયાયોગનું સ્વરૂપ જણાવીને ભ્રમિત બુદ્ધિવાળાના આવા ભ્રમને ભાંગવાનું કાર્ય ખૂબ ખૂબીથી કર્યું છે.
તેઓશ્રી જણાવે છે કે, જ્ઞાનયોગનો સાધક અર્થાત્ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરવા ઇચ્છતો સાધક પ્રારંભમાં તેને સિદ્ધ કરવા માટે તપ-સંયમાદિ જે ક્રિયાયોગનો સાધન તરીકે પ્રયોગ કરે છે. તે જ ક્રિયાયોગ કેવળી એટલે સિદ્ધયોગી માટે સ્વભાવભૂત બની જાય છે અર્થાત્ કેવળજ્ઞાનીમાં ક્રિયાયોગ આત્માના સ્વભાવરૂપે પ્રવર્તે છે. આ સ્વભાવરૂપ બનેલો ક્રિયાયોગ તે જ શ્રેષ્ઠ ક્રિયાયોગ છે.
ગ્રંથકારશ્રીના આ કથનથી એવું પ્રાપ્ત થાય છે કે, શ્રેષ્ઠ ક્રિયાયોગ આત્માના સ્વભાવરૂપ છે અને પ્રારંભિક કક્ષાનો ક્રિયાયોગ તે શ્રેષ્ઠ ક્રિયાયોગનું સાધન છે. પ્રારંભમાં સાધક ક્ષાયોપથમિકભાવના તપ-સંયમ-ક્ષમાદિ ગુણો દ્વારા શુદ્ધ આત્મિકભાવ ઉત્પન્ન કરવા પ્રયત્ન કરે છે. વારંવાર આવો પ્રયત્ન કરવાથી આત્માનું ક્ષાયિક વીર્ય પ્રગટે છે અર્થાત્ આત્માની એક એવી શક્તિ ખીલે છે કે, જેના દ્વારા સાધક સહજ રીતે કર્મોના આશ્રવને અટકાવી શકે છે અને સહજરૂપે આત્મભાવમાં સ્થિર પણ થઈ શકે છે. તેના માટે તેને કોઈ પ્રયત્ન કરવો પડતો નથી.
આથી જ ક્રિયાયોગ ઔપચારિક અધ્યાત્મ નથી પણ વાસ્તવિક અધ્યાત્મ છે. જેમ ક્ષયોપશમભાવનું જ્ઞાન વૃિદ્ધિ પામતું પામતું અંતે ક્ષાયિકભાવનું બની, તે સ્વરૂપે સિદ્ધ અવસ્થામાં પણ આત્માના સ્વભાવરૂપે વિદ્યમાન હોય છે, તેમ આત્મભાવમાં સ્થિર થવાના યત્નરૂપે વર્તતો ક્રિયાયોગ પણ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતો અંતે સિદ્ધ
1. જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર -
पदमात्रं हि नान्वेति, शास्त्रं दिग्दर्शनोत्तरम् । ज्ञानयोगो मुनेः पार्श्वमाकैवल्यं न मुञ्चति ।।३।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org