________________
પ્રવેશિકા.
આગળ છઠ્ઠાથી આઠમા શ્લોક સુધી જ્ઞાનયોગવાળા મુનિનું માનસ કેવું હોય તે બતાવીને નવમા અને દશમા શ્લોકમાં સાધક કક્ષાના જ્ઞાનયોગી અને સિદ્ધકક્ષાના જ્ઞાનયોગી વચ્ચેનો ભેદ દર્શાવ્યો છે. તેમાં છટ્ટી શ્લોકમાં આત્મજ્ઞાનમાં મન મુનિને પરમ ઉદાસીનતાના અનુભવસ્વરૂ૫ અનુભવજ્ઞાન બતાવ્યું છે.
પુનઃ અગીયારમાથી ચૌદમા શ્લોક સુધી જ્ઞાનયોગીના અંતરંગ સુખને પ્રદર્શિત કર્યું છે. અહીં તેરમા શ્લોકમાં જે અનુભવ દર્શાવ્યો છે તે પણ પરમ ઉદાસીનતાના અનુભવસ્વરૂપ જ છે, છતાં આ અનુભવો પ્રાતિજજ્ઞાનની પૂર્વભૂમિકાના છે.
પંદરમા શ્લોકમાં ઉત્તમ જ્ઞાનનું સ્વરૂપ જણાવી ભેદજ્ઞાનની પ્રતીતિ સ્વરૂપ અનુભવ જણાવ્યો છે. જ્ઞાનની સાધના કરવા ઇચ્છતા દરેક સાધક માટે આ શ્લોક અતિ મહત્ત્વનો છે; કેમકે દરેક પ્રકારની સાધના કરતાં સાધકે આ લક્ષ્ય સુધી પહોંચવાનું છે.
સોળમા અને સત્તરમા શ્લોકમાં પ્રાતિજ્ઞાન પૂર્વના બે અનુભવો સવિકલ્પસમાધિ અને નિર્વિકલ્પ સમાધિને ભેદજ્ઞાન કે ઉત્તમજ્ઞાનની બે ભૂમિકા સ્વરૂપે રજૂ કર્યા છે. આ ઉત્તમજ્ઞાનનો વિષય - શુદ્ધબ્રહ્મ છે. તેનું સામાન્ય વર્ણન અઢારથી વીસમા શ્લોકમાં છે. જોકે અહીં તેનું સામાન્ય વર્ણન કરેલ હોવા છતાં વાસ્તવમાં “શુદ્ધબ્રહ્મ” અવર્ણનીય છે તેમ કહી પુનઃ એ જ જણાવ્યું છે કે “આત્મા અનુભવનો વિષય છે, શબ્દનો નહિ.
આત્માનો અનુભવ તો કષાયથી સંપૂર્ણ અલિપ્ત એવા વિશુદ્ધ અનુભવથી જ થઈ શકે, તેથી એકવીસમાથી ત્રેવીસમા શ્લોક સુધી શાસ્ત્રની તે વિષયમાં અસમર્થતા છે તે વાતને દોહરાવી છે, સાથે જ આત્માનુભવ તો તુર્ય દશામાં કેવળજ્ઞાનની પ્રાપ્તિથી જ થાય છે તેમ ચોવીસમા શ્લોકમાં સ્પષ્ટ કર્યું છે. તેમાં એકવીસમા શ્લોકમાં અતીન્દ્રિય આત્માને પામવાના ઉપાયસ્વરૂપે વિશુદ્ધ અનુભવને ગ્રહણ કર્યો છે. આ અનુભવ મધ્યસ્થભાવસ્વરૂપ છે. જે શાસ્ત્રયોગશુદ્ધિ સાથે પણ સંકળાયેલ છે; કેમકે માધ્યચ્ય વિના શાસ્ત્રના તત્ત્વને પામી શકાતું નથી. જ્યારે મિથ્યાત્વ ટળે ત્યારે જ મધ્યસ્થભાવ પ્રાપ્ત થાય છે. વળી બાવીસમા શ્લોકમાં શાસ્ત્રનો રસાસ્વાદ જેનાથી કરી શકાય તે અનુભવ દર્શાવ્યો છે. આ અનુભવ, શાસ્ત્ર અધ્યયન અને ઉચિત આચરણાઓથી પ્રાપ્ત થતી જીવની એક વિશેષ પ્રકારની ચારિત્રની શુદ્ધિસ્વરૂપ છે. જ્યારે ચોવીસમા શ્લોકમાં તો કેવળજ્ઞાનને જ નિર્દન્દ્ર અનુભવસ્વરૂપે સ્વીકાર્યું છે.
અનુભવની વાતો સાંભળી મુગ્ધ જીવ શાસ્ત્રાભ્યાસની ઉપેક્ષા કરનાર ન બને તે માટે પચીસમા શ્લોકમાં શાસ્ત્રનો રસાસ્વાદ કરાવનાર અનુભવ જ સ્વસંવેદ્ય એવા પરમબ્રહ્મની પ્રાપ્તિમાં કારણ બને છે તેમ જણાવ્યું છે. આ જ શ્લોકમાં ગ્રન્થકારશ્રીએ અનુમવૈ: શબ્દ વાપરી જણાવ્યું છે કે, શાસ્ત્રનો બોધ કરાવે તેવા અનુભવથી માંડીને કેવળજ્ઞાન સ્વરૂપ નિર્દન્દ્ર અનુભવની વચ્ચે સાધક અનેક અનુભવો પ્રાપ્ત કરે છે.
અનુભવજ્ઞાનીની ચિત્તવૃત્તિ કેવી હોય તે છવીસમા શ્લોકમાં દર્શાવી છે. ત્યાં શુદ્ધનયના ઉપયોગને અનુભવ સ્વરૂપે ગ્રહણ કર્યો છે. પુન: અનુભવ કે શુદ્ધનયની દષ્ટિના વિષયભૂત પરમાત્માનું સ્વરૂપ એકત્રીસમા શ્લોક સુધી દર્શાવ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org