________________
૭૪
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર રહેલી હોવાને કારણે ['A' પ્રકારની કાર્મણ વર્ગણા સ્વયં આવે છે.
જ્યાં સુધી તે 'A' પ્રકારની કાર્મણવર્ગણામાં ઉદયગત કર્મોની આરબ્ધશક્તિથી ફેરફાર થયો નહોતો, ત્યાં સુધી તે કાર્મણવર્ગણાઓ જીવ જે આકાશ પ્રદેશ ઉપર હતો ત્યાં જ રહેલી હોવા છતાં જીવ ત્યાંથી અન્ય ક્ષેત્રમાં જાય તો જીવ સાથે જતી નહોતી. જ્યારે તે કાર્મણવર્ગણાઓ ('B' પ્રકારના બંધાતાં કર્મો કે બંધાયેલાં ['C' પ્રકારનાં કર્મોરૂપે પરિણામ પામી જાય છે, ત્યારે તે કર્મો જીવ અન્ય ક્ષેત્રમાં જાય ત્યારે પણ જીવની સાથે અન્ય ક્ષેત્રમાં જાય છે.
આવું હોવા છતાં પણ તે કાર્મણવર્ગણાઓ સાથે જીવને કોઈ સંબંધ નથી. કાર્મણ વર્ગણાઓ અન્ય દ્રવ્ય છે અને જીવ અન્ય દ્રવ્ય છે. બે દ્રવ્યનો પરસ્પર એકીભાવ નિશ્ચયનયની દૃષ્ટિએ અસંભવિત છે આ વાસ્તવિકતાને જ્ઞાની જાણે છે, તેથી મને કર્મો બંધાય છે કે હું કર્મથી લેપાયેલો છું. એવો અધ્યવસાય જ્ઞાનીને થતો નથી, આથી જ ગ્રંથકાર કહે છે કે એક ક્ષેત્રમાં રહેવા માત્રથી જ્ઞાની ત્યાં દોષનો ભાગી બનતો નથી, જ્ઞાની તો નિર્લેપ જ રહે છે. ||૩૨ા.
3. તુલના - XXX એક ખેત્રે મિલ્યા, અણુ તણી દેખતો વિકૃતિએ જીવની પ્રકૃતિ ઉવેખતો.. ૩૨૦ [૧૬-૫]
- ગ્રંથકારશ્રીકૃત સાડાત્રણસો ગાથાનું સ્તવન II एकक्षेत्रस्थितोऽप्येति, नात्मा कर्मगुणान्वयम् तथाभव्यस्वभावत्वा - च्छुद्धो धर्मास्तिकायवत् ।।१८/१९।।
- अध्यात्मसारे ।। જે આકાશ પ્રદેશમાં કર્મપરમાણ રહેલા છે તે જ આકાશમાં આત્મા પણ રહેલો છે. આ રીતે એક ક્ષેત્રને વિષે રહેતા હોવા છતાં પણ શુદ્ધ આત્મા ધર્માસ્તિકાયની જેમ કર્મગુણના સંબંધને પામતો નથી અર્થાતુ કર્મના પરમાણુ સાથે સંબંધવાળો હોવા છતાં પણ આત્મા તેનાથી ઉત્પન્ન થતા રૂપાદિ કે ગત્યાદિ ધર્મોવાળો થતો નથી, કારણ કે તે પ્રકારે થવાનો તેનો સ્વભાવ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www ainelibrary.org