________________
કર્મના ફળનો આત્મામાં ઉપચાર - ગાથા-૩૨
૭૩
આમાં બંધાયેલા 'C' પ્રકારના કર્મોમાં આત્માના જ્ઞાનાદિ ગુણોને આવરવાની શક્તિ છે, પરંતુ જ્યાં સુધી તે વિપાકમાં ન આવે ત્યાં સુધી તે શક્તિ સક્રિય (activate) થતી નથી, તે શક્તિ શક્તિરૂપે (dormant) જ રહે છે, એટલે કે તે શક્તિએ પોતાનું કાર્ય કરવાનું ચાલુ કર્યું નથી. જ્યારે આ કર્મોનો અબાધાકાળ પૂર્ણ થાય છે અને તેઓ ઉદયાવલિકામાં પ્રવેશે છે, ત્યારે તેમની શક્તિ સક્રિય થઈ જાય છે એટલે કે તેઓ જ્ઞાનાદિ ગુણોને આવરવાનું કાર્ય ચાલુ કરી દે છે, આ રીતે જે કર્મોએ પોતાનું કાર્ય કરવાનો આરંભ કર્યો હોય તે કર્મોને આરબ્ધશક્તિવાળાં કર્મો કહેવાય. આ ઉદયમાં આવેલા [p' પ્રકારના કર્મો છે. ઉદયમાં આવેલા [p પ્રકારના કર્મોની આરબ્ધશક્તિથી શાતા-અશાતા, રાગ-દ્વેષ, અજ્ઞાન-મોહ, દેહ-ઇન્દ્રિય આદિ કર્મકૃત ભાવો ઉત્પન્ન થાય છે. આ કર્મો ઉદયમાં આવ્યાં તેમાં જ્ઞાની જવાબદાર (responsible) નથી, તેમાં જ્ઞાનીનો કોઈ વાંક (fault) નથી, જ્ઞાની તો માત્ર પોતાના જ્ઞસ્વભાવમાં લીન છે. કર્મો સ્વયં જ ઉદયમાં આવી પોતાનું કાર્ય કરે છે.
જીવને જે કાંઈ શાતા-અશાતા કે કાષાયિક ભાવોનો અનુભવ થાય છે તે સર્વ આરબ્ધ શક્તિથી કર્મો જ કરી રહ્યાં છે, જીવ તેમાંનું કાંઈ કરતો નથી, આમ છતાં એક ક્ષેત્રમાં રહેલા હોવાને કારણે એટલે કે કર્મ અને શરીર જીવની સાથે એક જ ક્ષેત્રમાં રહેલા હોવાથી, અજ્ઞાની જીવને એવો ભ્રમ થાય છે કે; મને શરીર પ્રાપ્ત થયું છે, મને શાતા-અશાતા થાય છે, મને રાગ-દ્વેષ થાય છે, આ ભ્રમ એ અજ્ઞાનીનો દોષ છે. જ્ઞાની તો સ્પષ્ટ જાણે છે કે, “હું જ્યાં રહ્યો છું તે જ ક્ષેત્રમાં કર્મ અને શરીર રહેલા છે; પરંતુ વાસ્તવિક રીતે મારે કર્મ કે શરીર સાથે કોઈ સંબંધ નથી. આત્મા આત્મારૂપ જ છે અને કર્મ કર્મરૂપ જ છે. આત્મા પોતાના ભાવોમાં પરિણામ પામ્યા કરે છે અને કર્મ પોતાના ભાવોમાં પરિણામ પામ્યા કરે છે. કર્મના પરિણામો ક્યારે પણ મને પ્રાપ્ત થતાં નથી. આવી પ્રતીતિ હોવાને કારણે જ્ઞાનયોગી કર્મકૃત દેહાદિને કે રાગાદિને પોતાના માનતો નથી એટલે કે કર્મકૃત ભાવોનો આત્મામાં ઉપચાર કરતો નથી. પરિણામે તે અજ્ઞાનીની જેમ કોઈ ભ્રમ પણ પોષતો નથી કે ચિત્તના કાલુષ્યરૂપ કોઈ દોષનો ભાગી પણ બનતો નથી, જ્ઞાની તો કર્મના સર્વ પરિણામોને પરભાવરૂપે જૂવે છે અને અનુભવે છે, તેથી તેઓ પોતાનામાં કર્મના ભાવોને અનુરૂપ રાગ-દ્વેષની પરિણતિઓ ઉત્પન્ન થવા દેતા નથી.
વળી બીજી રીતે વિચારીએ તો જે ક્ષેત્રમાં જીવ હોય છે, તે જ ક્ષેત્રમાં 'A' પ્રકારની કાર્મણવર્ગણાઓ રહેલી હોય છે. આમ છતાં તેનામાં જીવના આત્મિક ગુણોને આવરવાની કોઈ શક્તિ હોતી નથી. જ્યારે ઉદયમાં આવેલા [D' પ્રકારના કર્મોની આરબ્ધશક્તિથી 'A' પ્રકારની અમુક કાર્મણવર્ગણાઓમાં જીવના આત્મિક ગુણોને આવરવાની શક્તિ યોગ્યતાસ્વરૂપે પેદા થાય છે અને તે [A' પ્રકારની કાર્મણ વર્ગણાઓ જીવની સાથે બંધાતા 'B' પ્રકારના કર્મો બની જાય છે. તે કર્મો જીવની સાથે બંધાઈને જીવ જ્યાં જાય ત્યાં સ્વયં જ આવે છે. આમ ઉદયમાં આવેલા '' પ્રકારના કર્મોની આરબ્ધશક્તિથી એ જ ક્ષેત્રમાં
2. આરબ્ધશક્તિ : આ + રમ્ + ત(૪) = મારÁ; તેનો અર્થ થાય છે આરંભાયેલું કે શરૂ થયેલું. આત્માના જ્ઞાનાદિ ગુણોને
આવરવાની જે શક્તિ કર્મોમાં પડેલી છે. તે શક્તિ જ્યારે જ્ઞાનાદિ ગુણોને આવરવાનું કાર્ય ચાલુ કરે ત્યારે તેને આરબ્ધ શક્તિ કહેવાય છે. કર્મોની આવી આરબ્ધશક્તિથી અન્ય કર્મો સ્વયં બંધાય છે; અથવા જીવમાં રાગાદિ ભાવો ઉત્પન્ન થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org