________________
૧૩૦
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર
અમને આ પરમભાવ પ્રત્યે અધિક પક્ષપાત છે.” એમ કહેવા દ્વારા ગ્રંથકારશ્રી જણાવે છે કે, ન તો અમને વ્યવહાર પ્રત્યે પક્ષપાત છે કે ન તો અમને નિશ્ચય પ્રત્યે ઉપેક્ષા, તે જ રીતે ન તો અમને નિશ્ચય પ્રત્યે પક્ષપાત છે કે ન તો અમને વ્યવહાર પ્રત્યે ઉપેક્ષા છે. અમારો પક્ષપાત તો પરમભાવ પ્રત્યે છે, તેથી પરમભાવની પ્રાપ્તિમાં જ્યારે જે ઉપયોગી બને તેના પ્રત્યે અમને પક્ષપાત છે અને તેમાં જે બાધક બને તેના પ્રત્યે અમારો ઉપેક્ષાભાવ છે. કેમ કે, તે પરમભાવ જ સમતા ઉત્પન્ન કરે છે અને સમતાથી જ કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે અને કેવળજ્ઞાનથી જ અનંતકાળના સુખ સ્વરૂપ મોક્ષ મળે છે.
પરમભાવની પ્રાપ્તિનો સચોટ અને સરળ ઉપાય છે, નિચિત પંચાચારનું પાલન. નિચિતનો અર્થ છે એકરૂપ બનેલું; તેથી નિચિત પંચાચારનું પાલન એટલે આત્મસાતું થયેલું પંચાચારનું પાલન. પ્રારંભિક ભૂમિકામાં સાધક પંચાચારનો અભ્યાસ કરે છે. ત્યારે શુદ્ધ પાલનનું લક્ષ્ય હોવા છતાં તેનાથી અનેક સ્કૂલનાઓ થાય છે, આમ છતાં સદ્ગુરુના પારતત્વને સ્વીકારનાર સાધકને જેમ જેમ પોતાની સ્કૂલનાઓ જણાય છે, તેમ તેને દૂર કરવા સુદઢ પ્રયત્ન કરે છે. ધીમે ધીમે તેના માટે પંચાચાર સુઅભ્યસ્ત બની જાય છે, ત્યારે તે પંચાચારના સંસ્કારોનો સંચય થાય છે. સંચિત થયેલા આ સંસ્કારોને કારણે યોગી સતત પંચાચારની સહજ પ્રવૃત્તિ કરી શકે છે અને તે સિવાયની પ્રવૃત્તિઓનું તેના જીવનમાં કોઈ સ્થાન રહેતું નથી. આમ કરતાં કરતાં
જ્યારે પંચાચાર આત્મા સાથે એકાકાર બની જાય છે, ત્યારે યોગીને કષાયના સ્પર્શ વગરના શુદ્ધ, આત્મા સંબંધી નિર્મળ એવો જ્ઞાનયોગનો અનુભવ હુરે છે. જ્ઞાનયોગની આવી અનુભૂતિ થતાં યોગી આત્માના અપૂર્વ આનંદનો અનુભવ કરી શકે છે અને તેથી ત્રણે જગતના સર્વ બાહ્ય ભાવો તેને નિ:સાર લાગે છે, તેના પ્રત્યેની ઉપેક્ષા સહજ બની જાય છે, પરિણામે બાહ્ય પદાર્થ દેહ, ઇન્દ્રિયોને સાનુકૂળ હોય કે પ્રતિકૂળ, યોગીના ચિત્તમાં તેનું કોઈ મહત્ત્વ રહેતું નથી; અંતે યોગી પરમ સમતાને પ્રાપ્ત કરે છે.
આ રીતે મહામહોપાધ્યાયજી ભગવંતે વર્ણવેલી જ્ઞાનયોગની મહત્તાને જાણી વાચકવર્ગે પણ નિશ્ચયનું લક્ષ્ય સાધી આપે તે રીતે જ વ્યવહારનું સેવન કરવાનો આગ્રહ રાખવો જોઈએ. ll૧] , અવતરણિકા :
જ્ઞાનયોગી મહાત્માને તથા પોતાને પણ એક જ પ્રકારના પરમભાવ પ્રત્યે અધિક પક્ષપાત છે તે જણાવી, હવે તેમને અનેકવિધ અપરમભાવ પ્રત્યે લગાવ નથી એવું નથી, પરંતુ તે અપરમભાવને પામીને જ્ઞાનયોગીને સંતોષ થતો નથી, તેમ જણાવતાં કહે છેશ્લોક :
स्फुटमपरमभावे नैगमस्तारतम्यं, प्रवदतु न तु हृष्येत्तावता ज्ञानयोगी । कलितपरमभावं चिच्चमत्कारसारं, सकलनयविशुद्धं चित्तमेकं प्रमाणम् ॥६२ || (मालिनी)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org