________________
જ્ઞાનયોગનું ફળ – ગાથા-૬૨
શબ્દાર્થ :
9. નૈમ: - નૈગમનય, ૨. પરમાવે - અપ૨મભાવવિષયક રૂ/૪. સ્ફુટ તારતમ્યું - સ્પષ્ટ તારતમ્યને ખ્. પ્રવવતુ - ભલે કહે ૬. (પ) તુ - પરંતુ ૭. જ્ઞાનયોગી - જ્ઞાનયોગી ૮. તાવતા - તેટલા માત્રથી ૧/૧૦. વ્યેત્ ન - હર્ષિત થતા નથી. (કેમ કે) 99. વિ—મારતારં - જેમાં ચૈતન્યનો ચમત્કાર પ્રધાન છે ૧૨. તિવરમમાનં - જેણે ૫૨મભાવનો અનુભવ કર્યો છે, ૧રૂ. સર્વાહનવિશુદ્ધ - અને જે સકલ નય વિશુદ્ધ છે (તેવું) ૧૪/૧૧/૧૬. ń ચિત્ત પ્રમાળમ્ - એક ચિત્ત જ (જ્ઞાનયોગીને) માન્ય છે પ્રમાણ છે.
શ્લોકાર્થ :
૧૩૧
નેગમનય અપરમભાવમાં સ્પષ્ટ તરતમતાને ભલે કહે, પરંતુ જ્ઞાનયોગી તેટલા માત્રથી ખુશ થતા નથી, કેમ કે તેઓને તો જેણે પરમભાવનો અનુભવ કર્યો છે, ચૈતન્યનો એટલે કે જ્ઞાનનો ચમત્કાર જેમાં પ્રધાન છે અને સકળ નયોથી જે વિશુદ્ધ છે તે ચિત્ત જ એક માત્ર પ્રમાણ છે, માન્ય છે.
ભાવાર્થ :
નૈગમનય મોક્ષનાં દૂરવર્તી કા૨ણોને પણ મોક્ષમાર્ગરૂપે સ્વીકારે છે, તેથી તે અપુનર્બંધક કક્ષાથી માંડી છેક શૈલેષી અવસ્થા સુધીની આરાધનાને મોક્ષના કારણરૂપે સ્વીકારે છે; પરંતુ જ્ઞાનયોગી મહાત્મા મોક્ષને અનુકૂળ છતાં મોક્ષથી અતિ દૂરવર્તી અવસ્થાને પામીને ‘હું મોક્ષમાર્ગમાં છું’ તેવો સંતોષ અનુભવતા નથી. જ્ઞાનયોગી તો પરમભાવનો અનુભવ ક૨ના૨, શુદ્ધજ્ઞાનોપયોગના ચમકારાવાળું સકળ નયથી વિશુદ્ધ ચિત્ત નિષ્પન્ન કરીને જ પોતે મોક્ષમાર્ગમાં હોવાનો સંતોષ અનુભવે છે.
વિશેષાર્થ :
દુનિયામાં દેખાય છે કે, દરેકના દૃષ્ટિકોણ, દરેકની રુચિ અને તદનુસા૨ દરેકની આકાંક્ષાઓ અલગ અલગ હોય છે. બ્રાહ્મણોને કોઈ કેટલુંય સારું ભોજન આપે તોપણ ઘીથી ભરેલાં ઘેબર મળે તો જ તેમને સંતોષ થાય છે. સાધનાક્ષેત્રમાં પણ આવું જ છે, જ્ઞાનયોગી મહાત્માને યોગમાર્ગનાં અનેક અનુષ્ઠાનો કરી લેવા માત્રથી સંતોષ થતો નથી, તેમને તો તે બધું કર્યા પછી પણ શુદ્ધ ચૈતન્યનો અનુભવ કરાવે એવું ચિત્ત ઉત્પન્ન થાય ત્યારે જ સંતોષ થાય છે.
નૈગમનયની દૃષ્ટિ ધરાવતા સામાન્ય સાધકો તો મોક્ષપ્રાપ્તિના નિકટવર્તી કે દૂરવર્તી સર્વ માર્ગોને મોક્ષમાર્ગ તરીકે સ્વીકારે છે, તેથી તેઓ પ્રથમ ગુણસ્થાનકવર્તી સાધકની દેવપૂજા, ગુરુભક્તિ આદિને પણ મોક્ષના કારણરૂપે સ્વીકારે અને ચોથા, પાંચમા, છઠ્ઠા આદિ ગુણસ્થાનકોમાં રહેલા સાધકોનાં વિવિધ અનુષ્ઠાનોને પણ મોક્ષના કારણો તરીકે સ્વીકારે. જો કે આ સર્વ અનુષ્ઠાનો અનેકવિધ તરતમતાવાળા અપરમભાવરૂપ' છે. આમ છતાં સર્વે પરંપરાએ પ૨મભાવરૂપ નિર્વિકલ્પસમાધિનું કારણ બને છે, તેથી જ કારણમાં કાર્યનો ઉપચાર કરી નૈગમનય તેને મોક્ષના સાધન તરીકે માન્ય રાખે છે, આથી જ આ નયની દૃષ્ટિવાળા સાધકો
1. અપરમભાવ :- મોક્ષ અને મોક્ષના ઉપાયો પ્રત્યે રાગાત્મક વિકલ્પોવાળી સવિકલ્પ અવસ્થાથી પણ સાધક વિશુદ્ધ વિશુદ્ધતર થતાં મોક્ષને પ્રાપ્ત કરે છે. આ સવિકલ્પ અવસ્થા આત્માનું શુદ્ધ સ્વરૂપ ન હોવાને કા૨ણે તે અપ૨મભાવરૂપ કહેવાય છે. પરમભાવ :- સાધક જ્યારે રાગાત્મક વિકલ્પોથી પર થઈ નિર્વિકલ્પ અવસ્થા પ્રાપ્ત કરે છે, તે અવસ્થા આત્માનું શુદ્ધસ્વરૂપ હોવાથી પરમભાવરૂપ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.airtelitary.org