________________
જ્ઞાનયોગનું ફળ – ગાથા-૯૧
૧૨૯
શબ્દાર્થ :
9, તત્ત્વ - તત્ત્વ રીરૂ, વાઘHTચ્ચત્તરં વા . બાહ્ય કે અત્યંતર ૪ કિમપિ - કોઈ પણ ક. મg - હો (પરંતુ) ૬. કે - હૃદયમાં ૭. નિર્મષ્ટાદ્ધિવાર - નિર્મલ એવા આત્માનો વિચાર ૮. સાથું - સમતાને છે. વિતરતિ - ઉત્પન્ન કરે છે ૧૦. તદ્ - તે કારણથી 99. ફુદ - આ વિષયમાં ૧૨/૧રૂ. નઃ નિતિપશ્ચાવાર સંવારવરિતપરમાવે - અમને સંચિત પંચાચારના સંચારથી સુંદર રીતે પ્રગટ થયેલા પરમભાવમાં ૧૪/૧૬. કાધિ: પક્ષપાત: - અધિક પક્ષપાત છે. શ્લોકાર્થ :
તત્ત્વ બાહ્ય કે અભ્યત્તર કાંઈ પણ હો, (પરંતુ) હૃદયમાં નિર્મલ એવો આત્માનો વિચાર સમતા ઉત્પન્ન કરે છે, તે કારણથી અમને સંચિત પંચાચારના સેવનથી પ્રગટ થતા પરમભાવમાં અધિક પક્ષપાત છે. ભાવાર્થ :
સન્શાસ્ત્રનું શ્રવણ, પ્રતિક્રમણ, પડિલેહણ, સમિતિ-ગુપ્તિનું પાલન, વગેરે બાહ્ય તત્ત્વ છે, જ્યારે ધ્યાનાદિ અંતરંગ તત્ત્વ છે. આ બન્ને શુદ્ધ આત્મતત્ત્વના ચિંતનપૂર્વક કરાય તો તે હૃદયમાં સમતાભાવ અવશ્ય પ્રગટ કરે છે, તેથી ગ્રંથકારશ્રી કહે છે કે, પરમતત્ત્વની પ્રાપ્તિનો ઉપાય બાહ્ય આચાર હોય કે અત્યંતર આચાર હોય બેમાંથી કોઈ પણ પ્રત્યે અમને પક્ષપાત નથી, પણ પરમભાવસ્વરૂપ ઉચ્ચતર જ્ઞાનયોગ પ્રત્યે ચોક્કસ અધિક પક્ષપાત છે; કેમ કે આવો જ્ઞાનયોગ કેવળજ્ઞાનની શીધ્ર પ્રાપ્તિ કરાવે તેવા પરમ સમતા આદિ ભાવોને પ્રગટ કરે છે. આથી જ પંચાચારના સુંદર પાલનથી પ્રગટ થતા આ જ્ઞાનયોગ પ્રત્યે અમારો અધિક પક્ષપાત છે અર્થાત્ અમને આ જ સર્વશ્રેષ્ઠ કર્તવ્યરૂપે જણાય છે. વિશેષાર્થ:
તત્ત્વ એટલે પરમાર્થ, મૂળભૂત સ્વભાવ, તેથી અપેક્ષાએ આ જગતમાં તત્ત્વભૂત પદાર્થ એક માત્ર શુદ્ધ બ્રહ્મ છે, તે જ આનંદઘન છે, સુખનો કંદ છે. આમ છતાં વ્યવહારમાં શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિમાં કારણભૂત પદાર્થને પણ તત્ત્વ કહેવાય છે.
શુદ્ધ બ્રહ્મને પ્રાપ્ત કરવાના ઉપાયો બાહ્ય પણ હોઈ શકે છે અને અત્યંતર પણ હોઈ શકે છે. કેટલાક જીવો જિનવાણીનું શ્રવણ, પ્રભુપ્રતિમાનું પૂજન કે તપ, જપ, મહાવ્રત, સમિતિ-ગુપ્તિ-સામાચારીનું પાલન આદિ બાહ્ય અનુષ્ઠાનો સેવીને આત્મ- સ્વરૂપમાં લીન બની શકે છે. જ્યારે કેટલાક જીવો શુભચિંતન, ભાવના, ધ્યાન આદિ અંતરંગ ક્રિયાઓ દ્વારા સ્વભાવમાં સ્થિર થઈ શકે છે. તત્ત્વ ક્રિયા બાહ્ય હોય કે અભ્યત્તર; પરંતુ સામ્યભાવની પ્રાપ્તિ તો નિર્મળ એવા આત્માનો વિચાર (ભાવના-ધ્યાન-અનુપ્રેક્ષા) જ કરાવે છે.
અનાત્મતત્ત્વ પ્રત્યેની પ્રીતિ જ સુખદાયક સમતાદિ ગુણોનો નાશ કરી, દુ:ખદાયક મમતાદિ ભાવોને જન્મ
| છે. જ્યારે આત્મતત્વની પ્રીતિ જડ પ્રત્યેની મમતા તોડી સમતાને જન્મ આપે છે. તેથી જ શાસ્ત્રના રહસ્યનું ઉદ્ઘાટન કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે, જે પણ ઉપાયથી આત્મભાવ=પરમભાવનું ફુરણ થાય, આત્મિક આનંદની અનુભૂતિ થાય તે ઉપાયો પ્રત્યે અમને ચોક્કસ અધિક પક્ષપાત હોય છે.
કષાયોના સ્પર્શ વગરના શુદ્ધ ચૈતન્યનો ઉપયોગ પ્રગટે તેવો જ્ઞાનનો પરિણામ જ પરમભાવ' સ્વરૂપ છે. 1. શ્લોકના પૂર્વાર્ધમાં નિર્મદિવાર: શબ્દ વાપર્યો છે અને ઉત્ત-ર્ધિમાં પરમભાવ શબ્દ પ્રયોગ છે. આ બન્ને શબ્દો પર્યાયવાચી જણાય
છે, તેથી તદનુસા- અર્થ અને વિશેષાર્થ કર્યો છે. છતાં આ વિષયમાં તત્ત્વજ્ઞજનની વિશેષ વિચા-ણાઓ આવકાર્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org