________________
૧૮૮
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર
અવતરણિકા :
પૂર્વશ્લોકમાં જણાવેલા જ્ઞાનનયના મંતવ્યનું ક્રિયાનય કઈ રીતે નિરાકરણ કરે છે તે જણાવતાં ગ્રંથકારશ્રી કહે છેશ્લોક :
सत्यं क्रियागमप्रोक्ता, ज्ञानिनोऽप्युपेयुज्यते । सञ्चितादृष्टनाशार्थमासूरोऽपि यदभ्यधात् ||२०|
નોંધ: સન્નિતાદરનારાર્થ નાસૂરોપિ - આવા પાઠાંતર પણ મળે છે. શબ્દાર્થ :
9. સત્યં (તથાપિ) - તારી વાતનો હેતુ સાચો છે. (તોપણ) ૨. જ્ઞાનિનોકપિ - જ્ઞાનીને પણ રૂ. સચિતરનારાર્થ - સંચિત અદષ્ટના નાશ માટે ૪/૫. કામોત્તા ક્રિયા આગમમાં બતાવાયેલી ક્રિયા ૬. ૩૫યુજતે - ઉપયોગી છે. (ઘટે છે) ૭૮. યર્
સૂરો: - કારણ કે આસૂરનામના મહર્ષિએ પણ . ૩ખ્યધાતુ - કહ્યું છે. શ્લોકાર્થ :
(ક્રિયાનય જ્ઞાનનયના મંતવ્યનો આંશિક સ્વીકાર કરતાં કહે છે કે,) તારી વાતનો હેતુ સાચો હોવા છતાં તે પૂર્ણતયા સત્ય નથી, કેમ કે, જ્ઞાનીને પણ સંચિત કર્મોનો નાશ કરવા આગમમાં જણાવેલી ક્રિયા ઉપયોગી છે, કારણ કે (આગળના શ્લોકમાં) આસૂર ઋષિએ પણ કહ્યું છે... ભાવાર્થ :
જ્ઞાનનયની વાત તર્કથી સાચી છે કે, અજ્ઞાનનો નાશ જ્ઞાનથી જ થાય છે, તોપણ તે પૂર્ણ સત્ય નથી, કેમ કે જ્ઞાનીને પણ ભવોભવથી એકઠા કરેલા કર્મના નાશ માટે ક્રિયા કરવી પડે છે. ક્રિયાઓનો સહારો લીધા વિના તો જ્ઞાની પણ સર્વ કર્મનો ક્ષય કરી, મોક્ષ સુધી પહોંચી શકતા નથી. આવું જૈનદર્શન તો કહે જ છે; પરંતુ અન્યદર્શનના આસૂર નામના ઋષિ પણ કહે છે, જે આગળના શ્લોકોમાં જણાવ્યું છે. વિશેષાર્થ :
સ્યાદ્વાદને સમજનાર વ્યક્તિઓ ક્યારેય કોઈપણ વાતમાં કદાગ્રહી નથી હોતા. તેઓ સદા સત્ય માર્ગના સંશોધક હોય છે, આથી જ જ્ઞાનનયની વાત સાંભળતા કિયાનય કહે છે કે, તમારી આ વાત જરૂર સત્ય છે કે, અજ્ઞાનનો નાશ જ્ઞાનથી જ થાય છે; પરંતુ તેટલા માત્રથી જ્ઞાન જ મહત્ત્વનું છે ક્રિયા નહિ, તેમ ન કહેવાય. કેમ કે આ રજુ છે સાપ નથી, તેવું જ્ઞાન પણ જોવા કે સાંભળવાની ક્રિયાથી જ થાય છે. આ ક્રિયા વિના દોરડાનું જ્ઞાન પણ થતું નથી. વળી, અનંતજ્ઞાનીને પણ પૂર્વે એકઠા કરેલા કર્મના નાશ માટે ક્રિયામાર્ગનો આધાર લેવો જ પડે છે, માત્ર જ્ઞાનથી તેમના અનંતકાળના ભેગા કરેલા કર્મનો નાશ થઈ શકતો નથી. કર્મનાશ માટે જો જ્ઞાનીને પણ ક્રિયાઓ કરવી પડતી હોય તો જેઓ હજુ પૂર્ણ જ્ઞાની ન બન્યા હોય તેઓ માટે તો શાસ્ત્રજ્ઞાન મેળવવા, તેને પરિણામ પમાડવા તપ-વિનય આદિની ક્રિયાઓ અતિ જરૂરી છે, તેથી માત્ર જ્ઞાન નહિ ક્રિયા પણ એટલી જ મહત્ત્વની છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org