________________
* સામાજિક સહાય
* નેત્ર રક્ષા
* આરોગ્ય પ્રદાન
* સ્ત્રી સહાય
* શૈક્ષણિક સહાય
* જીવન વિજ્ઞાન કેન્દ્ર
* પુનર્વસન [વિકલાંગ શિક્ષણ] - પૂર્વજન્મના અશુભ કર્મોના ઉદયથી અપંગતા પ્રાપ્ત માનવો ફરીથી સમાજમાં ઉન્નત મસ્તકે પોતાનું જીવન જીવી શકે અને શાંત મને આધ્યાત્મિક સાધનાની તક સાધી શકે એ માટે એમને સહાયક એવાં કાર્યો, શિક્ષણ સત્રો, ઉપકરણદાન વગેરેનું કાર્ય અહીં કરાય છે. ૧૦૦૦૦ ચોરસ ફૂટનો વિસ્તાર આ કાર્ય માટે અલાયદા સમર્પિત કરાયેલ છે.
* પશુરક્ષા અને ગૌશાલા
-
Jain Education International
ગરીબ મનુષ્યોને જ્ઞાતિ-જાતિના ભેદ વગર જીવન જરૂરિયાતની અનાજ, વસ્ત્ર, શિયાળે ધાબળા, ઉનાળે છાશ વગેરે, વસ્તુઓનાં પ્રદાન દ્વારા એમને કાંઈક મદદરૂપ બનવાનું કાર્ય કરાય છે.
જીવદયાનાં પાલન અને જીવન ચલાવવા માટે આંખ અગત્યની ગણાય છે. પાપોદયના કારણે જેમને નેત્રોની રોશની હણાઈ છે અગર કોઈ નેત્રાદિનો રોગ થયો છે તેમને એમની રોશની પાછી મળે, તેઓ નીરોગી આંખને પામે એ માટે તબીબી સહાય, ઑપરેશન સહાયાદિનું કાર્ય કરાય છે.
દેહમાં આત્મભ્રાંતિ થવાથી સંસાર વધ્યો છે. તે ઘટે અને મટે તો જ મોક્ષ મળે. સંપૂર્ણ નીરોગ અવસ્થા કર્મરહિત અવસ્થા જ મોક્ષ છે. આ મોક્ષ જ્યાં સુધી ન મલે ત્યાં સુધી જે દેહના માધ્યમે જ સાધના કરવાની છે, તેને નીરોગી રાખી સાધના માટે અપ્રમત્ત બનાવવાના લક્ષ્યથી અહીં આરોગ્ય સંબંધિ તકલીફોને દૂર કરી આરોગ્ય બક્ષવાનાં ઉપાયો યોજાય છે. વિવિધ ચિકિત્સકો દ્વારા નિદાન કરી, જરૂરી દવાદિ અપાય છે.
સમાજની સીદાતી સ્ત્રીઓને પોતાનાં ભરણપોષણનું કાંઈક પણ સાધન મળી રહે, તેઓ પોતાના ઘેરબેઠાં આજીવિકા મેળવી પોતાના કુટુંબને કાંઈક આધાર આપી શકે માટે વસ્ત્ર સીવણના વર્ગો ચલાવાય છે.
પશ્ચિમી કરણના કારણે આર્યસંસ્કૃતિ પર કુઠારાઘાત થઈ રહ્યા છે. એને બચાવી મુક્તિસાધક માર્ગ પર સૌ આરામથી પગમંડાણ કરી શકે એવા મહદ્ આશયથી અનિવાર્ય અનિષ્ટ રૂપે સાયલા અને આજુબાજુના ગામડાઓમાં ૧૨૮ શાળા, શિક્ષકો અને ૩૦૦૦૦ બાળકોના સંસ્કરણ ‘પ્રેમની પરબ' નામે શિક્ષણ યજ્ઞ શરૂ કરાયો છે. બહેનોને શિક્ષણ મળે એ માટે વિદ્યાલય-મહાવિદ્યાલય પણ શરૂ થયેલ છે, જેમાં ૫૦૦ બહેનો ભણે છે.
વિદ્યાલોના બાળક બાલિકાઓને જીવનનું વિજ્ઞાન મળે એ માટે એમના અભ્યાસક્રમમાં આવતા પાઠોનું શિક્ષણ આપતાં કેન્દ્રો ખોલાય છે. ઘણા તાલુકાની શાળાઓ આ કેન્દ્રોનો લાભ ઉઠાવે છે.
આશ્રમના વિશાળ પરિસરમાં ગાયોની સુરક્ષા થાય અને શુદ્ધ દૂધ-દહીં-ઘી વગેરેની ઉપલબ્ધિ થાય એ માટે ગીરવંશની ૬૦ ગાયોનું ધણ અત્રે રાખવામાં આવેલ છે. એ ઉપરાંત કૂતરાને રોટલા, કબુતર વગેરે પક્ષીઓને ચણ તેમજ દુકાળના સમયે ઢોરોને ઘાસચારાનું નીરણ આપી જીવદયાની ભાવનાને પણ પોષાય છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org